Fact Check: પોલીસની વર્ધી પહેરેલી ઈજાગ્રસ્ત મહિલાનો આ વીડિયો એક શૂટિંગની ફૂટેજ છે
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ભ્રામક સાબિત થયો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીનો આ વીડિયો અસલમાં એક શૂટિંગની ફૂટેજ છે.
- By: Pallavi Mishra
- Published: Sep 12, 2023 at 12:01 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઈજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીને હસતા જઈ શકાય છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસકર્મીને હસતા અને લોકો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. પોસ્ટની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અસલી ઘટનાનો વીડિયો છે અને પોસ્ટની સાથે પોલીસકર્મીઓની દેશભક્તિને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો. અસલમાં આ એક ટીવી શૉનો સીન છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ વીડિયોને સેન રાજા નામના યુઝરે શેર કર્યો. પોસ્ટની સાથે લખ્યું છે “દેશ કે લીયે જીના હૈ, દેશ કે લીયે જીના હૈ, ઈન્ડિયા #army #india #bsf #indianarmy #indianwear #new #viralpage #view #video #viralreels #viral #reels #police #delhi #Next #newpost #plz #viralshorts #instagram #instagramreels #Youtube #tiktok See ”
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
તપાસ માટે અમે આ વીડિયોના કીફ્રેમ્સ કાઢી તેને ગૂગલ રિવર્સ પર સર્ચ કર્યા. અમને અહીં વીડિયો સોશિયલ મીડિયા એપ મોજ (Moj) પર @asppal_22 નામના યુઝર દ્વારા અપલોડ કરાયેલો મળ્યો. આ પેજ પર આ શૉની બીજી પણ ક્લિપ્સ હતી, જેમાં કેમેરા અને બીજા શૂટિંગના ઈક્વિપમેન્ટને જોઈ શકાય છે. આ જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ શૂટિંગનો સીન છે.
જ્યારે અમે @asppal_22ને Google સર્ચ કર્યું, ત્યારે અમને Instagram પર તેની પ્રોફાઇલ પણ મળી. અહીં અમને શૂટિંગના ઘણા ફૂટેજ જોવા મળ્યા.
અમે @asppal_22 નામના આ યુઝર સાથે મેસેજ દ્વારા સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે તેમનું અસલી નામ સત્યપ્રકાશ છે. તેમણે કહ્યું, ”આ વીડિયો મેં 2 મહિના પહેલા એક શૂટિંગ દરમિયાન ઉતાર્યો હતો. હું કન્ટેન્ટ ક્રિએટર છું અને ઘણીવાર મારા મિત્રો સાથે શૂટ્સ પર જાઉં છું. આ વીડિયો બસ એક શૂટિંગના પડદા પાછળનો સીન હતો. આ શૂટિંગ લગભગ 2 મહિના પહેલા હરિયાણાના રોહતકમાં થયું હતું. મને ખાતરી નથી કે બાકીનું શૂટિંગ કયા શૉ માટે હતું.”
અમે સ્વતંત્ર રીતે શૉના નામની પુષ્ટી નથી કરી શકતા, પરંતુ એ સ્પષ્ટ છે કે આ વીડિયો એક શૂટિંગની ક્લિપ છે.
આ પોસ્ટને સોશિયલ મીડિયા પર સેન રાજા નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. યુઝરના ફેસબુક પર 3000થી વધુ ફોલોઅર્સ છે.
- Claim Review : વાગ્યું હોવા છતાં હસતા જોવા મળ્યા મહિલા પોલીસકર્મી
- Claimed By : Facebook user -Sen Raja
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.