X
X

Fact Check: શાહરુખ ખાન રામ મંદિર નથી ગયા, શિરડી સાંઈ મંદિરનો જૂનો વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શાહરૂખ ખાનનો આ વાયરલ વીડિયો અયોધ્યાનો નહીં, શિરડી સાંઈ મંદિરનો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ઘણી હસ્તીઓએ પછી અયોધ્યા મંદિરે જઈને રામલલાના દર્શન કર્યા હતા. આવી સ્થિતિમાં શાહરુખ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓને તેમની પૂત્રી સુહાના ખાનની સાથે એક મંદિરમાં આરતી કરતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરી દાવો કરી રહ્યા છે કે આ વીડિયો અયોધ્યાનો છે, જ્યાં શાહરૂખ ખાને રામલલાના દર્શન કર્યા હતા.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શાહરૂખ ખાનનો આ વાયરલ વીડિયો અયોધ્યાનો નહીં, શિરડી સાંઈ મંદિરનો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર  Bollywood Short Mirchiએ 16 ફેબ્રુઆરીએ આ વીડિયોને પોસ્ટ કરતા દાવો કર્યો કે, “SRK શાહરૂખ ખાન રામ મંદિર અયોધ્યા રામજી પૂજા #Bollywood #ShahRukhKhan.”

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સ સર્ચ કરીને તેના વિશે ગૂગલ પર શોધ્યું. અમને એવો કોઈ મીડિયા રિપોર્ટ નથી મળ્યો, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે. જો શાહરૂખ ખાન અયોધ્યા જાત તો આ વાત સમાચારમાં જરુર આવેત.

આ પછી અમે વાયરલ વીડિયો ક્લિપની તપાસ કરવા માટે આ વીડિયોની ક્રીફેમ્સને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. અમને આ વીડિયોનો સ્ક્રીનશોટ એશિયાનેટના 15 ડિસેમ્બર, 2023ના એક સમાચારના ફીચર ઈમેજમાં મળ્યો. સમાચાર મુજબ, “આ અઠવાડિયે શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેઓ તેમની દિકરી સુહાના ખાનની સાથે શિરડી સાંઈ બાબા મંદિરમાં પૂજા કરવા ગયા હતા.”

અમને આ વીડિયોનો સ્ક્રીનશોટ ફિલ્મફેર મેગેઝિનની વેબસાઈટ પર 15 ડિસેમ્બર 2023ના રોજના એક સમાચારમાં પણ મળ્યો. આ સમાચાર મુજબ પણ આ વીડિયો શિરડી સાંઈ બાબા મંદિરનો છે.

પોસ્ટની સત્યતા જાણવા માટે અમે દૈનિક જાગરણ માટે એન્ટરટેનમેન્ટ કવર કરવાર મુખ્ય સંવાદદાતા સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે આ વીડિયો ડિસેમ્બર 2023નો છે જ્યારે ફિલ્મ ‘ડંકી’ના રિલીઝ થતા પહેલા શાહરૂખ ખાન તેનની દિકરી સુહાના ખાનની સાથે શિરડી સાંઈ બાબા મંદિરમાં પૂજા કરવા ગયા હતા.

અંતે અમે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર Bollywood Short Mirchiને 2 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શાહરૂખ ખાનનો આ વાયરલ વીડિયો અયોધ્યાનો નહીં, શિરડી સાંઈ મંદિરનો છે.

  • Claim Review : ''SRK શાહરૂખ ખાન રામ મંદિર અયોધ્યા રામજી પૂજા''
  • Claimed By : ફેસબુક યુઝર Bollywood Short Mirchi
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later