Fact Check: UPના સરકારી અધિકારી જ્યોતિ મૌર્યને પદ પરથી હટાવવામાં આવ્યા નથી, વાયરલ દાવો અફવા
- By: Sharad Prakash Asthana
- Published: Jul 31, 2023 at 12:19 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ઉત્તર પ્રદેશના સરકારી અધિકારી જ્યોતિ મૌર્ય આ દિવસોમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યોતિ મૌર્ય અને તેમના પતિ વચ્ચેના વિવાદને લઈને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લોટફોર્મ પર એક પોસ્ટ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને સાચું માનીને વાયરલ કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. આ માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. PCS અધિકારી જ્યોતિ બરેલીના સેમખેડા ખાતે આવેલી સુગર મિલમાં જીએમ છે. તેમને હટાવવા માટે યુપી સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. બરેલી ડીએમ ઓફિસ અને અધિક મુખ્ય સચિવ, નિમણૂક અને કર્મચારી વિભાગ, ઉત્તર પ્રદેશ સરકારના કાર્યાલય દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘હક કી આવાજ‘ (આર્કાઇવ કરેલી લિંક)એ 4 જુલાઇના રોજ જ્યોતિ મૌર્યની તસવીરને પોસ્ટ કરીને લખ્યું છે કે, ”જ્યોતિ મૌર્યને SDM પદ પરથી હટાવી દેવામાં આવ્યા, છેલ્લા ઘણા દિવસોથી SDM મેડમ અને તેમના પતિના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા અને આજે SDM પદ પરથી જ્યોતિ મૌર્યને હટાવી દેવામાં આવ્યા છે.”
આ પોસ્ટને ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સ દ્વારા પણ સમાન દાવા સાથે જ શેર કરવામાં આવી છે.
તપાસ
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સથી આ વિશે Google પર સર્ચ કર્યું. આ અંગેના સમાચાર વન ઈન્ડિયાની વેબસાઈટ પર 4 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એસડીએમ જ્યોતિ મૌર્યને યુપી સરકારે પદ પરથી હટાવી દીધા છે. આ માત્ર એક અફવા છે. તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી, સાથે જ તેમની સામે કોઈ તપાસ પણ ચાલી રહી નથી. તેમની સામે ટૂંક સમયમાં તપાસ શરૂ થાય તેવી શક્યતા છે.
આ સિવાય અમને કોઈપણ વેબસાઈટ પર એવા કોઈ સમાચાર નથી મળ્યા, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે. વધુ માહિતી માટે અમે યુપી સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી, ડૉ. દેવેશ ચતુર્વેદીની ઓફિસે ફોન કર્યો. ત્યાંથી અમને જણાવવામાં આવ્યું કે એવું કંઈ થયું નથી. આ માત્ર એક અફવા છે. જ્યોતિ મૌર્યને પદ પરથી હટાવવામાં આવ્યા નથી.
આ મામલે અમે બરેલીના ડીએમ શશિકાંત દ્વિવેદીના મોબાઈલ નંબર પર પણ સંપર્ક કર્યો. તેના પર એડીએમ સિટીએ અમને કહ્યું, “જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં આવો કોઈ આદેશ આવ્યો નથી. અમારી પાસે આવી કોઈ માહિતી પણ નથી. જ્યોતિ મૌર્ય સુગર મિલમાં જીએમ છે.”
તો દૈનિક જાગરણ બરેલીના સિટી ચીફ અશોક કુમારનું કહેવું છે, “જ્યોતિ મૌર્યને પદ પરથી હટાવવામાં આવ્યા નથી. તેઓ સેમખેડા સુગર મિલમાં જીએમ છે. જ્યોતિ મૌર્યના પતિ આલોકે તેમની વિરુદ્ધ લખનઉમાં ફરિયાદ કરી હતી, જેની તપાસ ચાલી રહી છે.” આનાથી સ્પષ્ટ થાય છે કે પીસીએસ અધિકારીને પદ પરથી હટાવવામાં આવ્યા નથી.
તપાસના અંતે અમે ખોટો દાવો કરનાર ફેસબુક યુઝર ‘હક કી આવાજ’ની પ્રોફાઈલ સ્કેન કરી હતી. 9 જાન્યુઆરી 2021ના રોજ બનાવેલા આ પેજના લગભગ 5800 ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: બરેલી સુગર મિલમાં જીએમ તરીકે ફરજ બજાવતા પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્યને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ માત્ર અફવા છે.
CLAIM REVIEW : જ્યોતિ મૌર્યને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
CLAIMED BY : FB User- હક કી આવાઝ
FACT CHECK : False
factcheck #sdm #jyotimaurya #not #removed #post #fakenewsviral
- Claim Review : જ્યોતિ મૌર્યને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
- Claimed By : FB User- હક કી આવાઝ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.