Fact Check: SDM જ્યોતિ મૌર્યનો નથી આ વાયરલ વીડિયો, વાયરલ દાવો ફેક
- By: Pragya Shukla
- Published: Jul 31, 2023 at 12:52 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયા પર એક મહિલાના વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ SDM જ્યોતિ મૌર્યનો વીડિયો છે, તેઓ તેમના કથિત પ્રેમી સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા. તેમના પતિએ જ્યારે તેમને આવું કરતા જોયા ત્યારે તેઓ (જ્યોતિ મૌર્ય) તેમના પતિને જ અપશબ્દો બોલવા લાગ્યા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો કોઈ અન્ય કપલનો છે, જેને હવે એસડીએમ જ્યોતિ મૌર્યના નામે શેર કરવામાં આવી રહ્યો છે. SDM જ્યોતિ મૌર્યએ પોતે આનું ખંડન કર્યું છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર ‘આઈ.ખાન.એસ.પી. (પ્રદેશ સચિવ લઘુમતી સભા)’ 1 જુલાઈના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “આ છે SDM જ્યોતિ મૌર્ય. તેમના મોઢામાંથી ટપકતી મીઠી વાતો.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આ દાવા સાથે સબંધિત એક રિપોર્ટ એબીપી ન્યૂઝની સત્તાવાર વેબસાઇટ પર મળ્યો. આ રિપોર્ટને 12 મે 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, “મહિલા તેના બોયફ્રેન્ડને મેસેજ કરી રહી હતી, ત્યારે તેનો પતિ ત્યાં આવી પહોંચ્યો અને તેને રંગે હાથે પકડી લીધી. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ. વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે તુ-તુ, મેં-મેં જોવા મળી.” રિપોર્ટમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે આ વીડિયો SDM જ્યોતિ મૌર્યનો છે.
અન્ય ન્યૂઝ રિપોર્ટને અહીં જોઈ શકાય છે.
તપાસને આગળ વધારતા અમે Google પર સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો ‘ખબર પડતાલ યુકે’ નામની યુટ્યુબ ચેનલ પર મળ્યો. આ વીડિયો 14 મે 2023ના રોજ શેર કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો એક પતિ-પત્નીનો છે. અહીં પણ અમને એવો કોઈ ઉલ્લેખ મળ્યો નથી કે આ વીડિયો SDM જ્યોતિ મૌર્યનો છે.
વધુ જાણકારી માટે અમે SDM જ્યોતિ મૌર્ય સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું, “વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો મારો નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ મારા નામે વીડિયોને ખોટી રીતે શેર કરી રહ્યા છે.”
વિશ્વાસ ન્યૂઝ આ વાતની પુષ્ટિ નથી કરતું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા કોન છે અને આ વીડિયો ક્યાનો છે. પરંતુ એ સ્પષ્ટ છે કે આ વીડિયોને એસડીએમ જ્યોતિ મૌર્ય સાથે કોઈ સંબંધ નથી.
અંતે અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝરને 11.2 હજાર લોકો ફોલો કરે છે. પ્રોફાઈલ પર મળતી માહિતી મુજબ, યુઝર ઉત્તર પ્રદેશનો છે. યુઝર સપ્ટેમ્બર 2013થી ટ્વિટર પર એક્ટિવ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રેમી સાથે વાતચીત કરતી મહિલાનો વાયરલ વીડિયો કોઈ અન્ય કપલનો છે, જેને હવે SDM જ્યોતિ મૌર્યના નામે શેર કરવામાં આવી રહ્યો છે. SDM જ્યોતિ મૌર્યએ પોતે આ વીડિયોને ફેક ગણાવ્યો છે.
- Claim Review : SDM જ્યોતિ મૌર્યનો વાયરલ વીડિયો.
- Claimed By : ટ્વિટર યુઝર ‘I.khan S.P.
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.