નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતના પ્રખ્યાત સંત પ્રહલાદ જાની વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રહલાદ જાનીનું આજે (10 ઓક્ટોબર) નિધન થયું છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી હતી. દાવો ભ્રામક સાબિત થયો. વાસ્તવમાં પ્રહલાદ જાનીનું મૃત્યુ વર્ષ 2020માં જ થયું હતું. પરંતુ કેટલાક લોકો તેની તસવીરનો ઉપયોગ કરીને ખોટો ભ્રમ અને અફવા ફેલાવી રહ્યા છે.
ફેસબુક યુઝર આશિષ પાંડેએ 10 ઓક્ટોબરના રોજ એક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, આ સંત પ્રહલાદ બાબા જે 80 વર્ષથી ભોજન કે પાણી લીધા વગર ભગવાનની ભક્તિમાં લીન હતા. આજે તેમનું અવસાન થયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. શિવ શિવ. આ આપણા સનાતન ધર્મના સુપરસ્ટાર છે. આજે જો કોઈ હીરોનું મૃત્યું થાય તો આખા ફેસબુક પર છવાઈ જાય છે. આપણા સનાતન ધર્મ દરેકને જાણવો જોઈએ. તેથી હું દરેકને વિનંતી કરું છું કે જે રીતે બોલિવૂડના હીરો મૃત્યુ પામે છે ત્યારે તેના માટે તમે જોર જોરથી રડો છો. ક્યારેક તમારે તમારા સાચા સનાતન ધર્મ પર પણ નજર કરવી જોઈએ.
વાયરલ પોસ્ટનો દાવો અહીં જેવો છે તે રીતે લખવામાં આવ્યો છે. આ વાત સાચી હોવાનું માની અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે ઓનલાઈન ટૂલ વડે તપાસ શરૂ કરી હતી. આ માટે પહેલા વાયરલ પોસ્ટમાં વપરાયેલી ઇમેજ અપલોડ કરી અને તેને ગૂગલ રિવર્સ ઇમેજ ટૂલમાં અપલોડ કરીને સર્ચ કર્યું. અમને 7 જૂન 2020 ના રોજ એક યુઝર્સની પોસ્ટમાં આ ફોટો મળ્યો. જેમા સંત પ્રહલાદ જાની બ્રહ્મલિન બન્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. તમે આ પોસ્ટ અહીં જોઈ શકો છો.
તપાસને આગળ ધપાવીને વિશ્વાસ ન્યૂઝે ઓપન ગૂગલ સર્ચ કર્યું. 26 મે 2020 ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે સંત પ્રહલાદ જાનીનું નિધન 25 મે 2020 ના રોજ થયું હતું. આ સમાચારમાં વિગતવાર જણાવવામાં આવ્યું હતું. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પ્રહલાદ જાનીનો જન્મ 13 ઓગસ્ટ 1929ના રોજ થયો હતો. તેને 5 ભાઈઓ અને એક બહેન હતી. માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે આધ્યાત્મિક જીવન માટે પોતાનું ઘર છોડી દીધું. તેમણે માઉન્ટ આબુ સહિત મહાબળેશ્વર ખાતે તપસ્યા કરી હતી. એક વર્ષ સુધી તેઓ માતા અંબેની ભક્તિમાં ડૂબેલા રહ્યા. ત્યારબાદ તેમણે સાડી, સિંદૂર અને નાકમાં નથ પહેરવાનું શરૂ કર્યું. તે સંપૂર્ણપણે સ્ત્રીની જેમ મેકઅપ કરતા હતા. છેલ્લા 50 વર્ષથી જાની અમદાવાદ, ગુજરાતથી 180 કિમી દૂર ટેકરી પર અંબાજી મંદિરની શેષનાગ આકારની ગુફા પાસે રહેતા હતા. અહીં સંપૂર્ણ સમાચાર વાંચો.
વિશ્વાસ ન્યૂઝે તપાસ આગળ વધારવા માટે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે સંત પ્રહલાદ જાનીનું 2020માં જ અવસાન થયું હતું.
તપાસના અંતે ગેરમાર્ગે દોરનારી પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર આશિષ પાંડેના સોશિયલ સ્કેનીંગમાં જાણવા મળ્યું કે યુઝરને 10 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર યુપીના પ્રયાગરાજનો રહેવાસી છે. આ એકાઉન્ટ જુલાઈ 2020 ના રોજ બનાવવામાં આવ્યું હતું.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે સંત પ્રહલાદ જાનીનું નિધન વર્ષ 2020માં જ થયું હતું. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેમના મૃત્યુ અંગે ભ્રામક પોસ્ટ કરી રહ્યા છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923