Fact Check: સાનિયા મિર્ઝાની જૂની તસવીરોને શોએબ મલિક સાથે છૂટાછેડા બાદની જણાવીને કરાઈ રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીરો વર્ષ 2019ની છે, જ્યારે સાનિયા મિર્ઝાનો પુત્ર 1 વર્ષનો હતો.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડા સાથે જોડાયેલા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં સાનિયાને તેના પુત્રની સાથે જોઈ શકાય છે. વાયરલ તસવીરોને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ તસવીરો તાજેતરની છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીરો તાજેતરની નહીં, વર્ષ 2019ની છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર પ્રિયા કુમારીએ વાયરલ તસવીરો 1 ફેબ્રુઆરીએ પોસ્ટ કરતા લખ્યું કે, ”સાનિયા મિર્ઝા તેના દીકરાને લઈને હવે મુંબઈ પરત આવી છે. હૈદરાબાદમાં તે તેના ઘરે જવાની છે, પરિવારના સભ્યો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. શોએબ મલિકથી અલગ થયા બાદ સાનિયા મિર્ઝા અંદરથી સાવ ભાંગી ગઈ છે અને હવે તેને સપોર્ટની જરૂર છે. આ જ કારણ છે કે તે તેના માતા-પિતા પાસે આવી છે. આ દરમિયાન એરપોર્ટથી સામે આવેલી તસવીરમાં સાનિયા મિર્ઝાના ખોળામાં તેનો પુત્ર પણ જોવા મળી રહ્યો હતો. જે કોઈએ સાનિયા મિર્ઝાને અહીં જોઈ તે દરેક વ્યક્તિ તેના માટે ખૂબ જ દુઃખી થઈ ગયા.”

પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે તસવીરોને Google લેન્સ પર સર્ચ કરી. અમને આ તસવીરો ન્યૂઝ પોર્ટલ મિડ-ડેની વેબસાઈટ પર 23 ઓક્ટોબર 2019ના એક સમાચારમાં મળી. સમાચાર અનુસાર, તસવીર મુંબઈ એરપોર્ટની છે, જ્યારે તેના પુત્રની ઉંમર માત્ર 1 વર્ષ હતી.

આ પછી અમે સર્ચ કર્યું કે શું સાનિયા મિર્ઝાની તેના પુત્ર સાથેની કોઈ તાજેતરની તસવીર સામે આવી છે. અમને સાનિયાના ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્ર સાથેની કેટલીક તાજેતરની તસવીરો મળી. આ તસવીરોમાં તેના પુત્રની ઉંમર લગભગ 5-6 વર્ષની લાગી રહી છે.

વાયરલ ફોટાની પુષ્ટિ માટે અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો અને તેમણે અમને જણાવ્યું કે, વાયરલ તસવીર તાજેતરની નહીં, 2019ની છે.

તમને જણાવી દઈએ કે શોએબ મલિકે 20 જાન્યુઆરી 2024ના રોજ પોતાના ત્રીજા લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે બાદ સાનિયા મિર્ઝાના પિતાએ ખુલાસો કર્યો હતો કે, સાનિયા અને શોએબના ખુલા અંતર્ગત થોડા મહિના પહેલા જ છૂટાછેડા થઈ ગયા છે.

તસવીરોને શેર કરનાર ફેસબુક યુઝર પ્રિયા કુમારીના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સાનિયા મિર્ઝાની તેના પુત્ર સાથેની વધુ એક તસવીર તાજેતરમાં ખોટા દાવાની સાથે વાયરલ થઈ હતી. તે દાવાના ફેક્ટ ચેક અહીં વાંચી શકાય છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીરો વર્ષ 2019ની છે, જ્યારે સાનિયા મિર્ઝાનો પુત્ર 1 વર્ષનો હતો.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ