Fact Check: ગુસ્સામાં રણબીર કપૂરે ફેંકી દીધો ફેનનો મોબાઈલ? જાણો વાયરલ વીડિયોનું સત્ય
- By: Umam Noor
- Published: Feb 13, 2023 at 05:10 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની આસપાસ ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન એક યુવક રણબીરની સાથે સેલ્ફી લે છે અને ત્યાં રણબીર ફેનના હાથમાંથી ફોન લઈને ફેંકી દે છે. આ વીડિયોને અસલી માનીને યુઝર્સ શેર કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે રણબીરે ગુસ્સામાં ફેનનો ફોન ફેંકી દીધો. વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એક ફોન પ્રમોશનનો ભાગ હતો.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું , ‘Angry Ranbir Kapoor Throws Fan’s Phone As He Tries To Click Selfie’.
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે ન્યૂઝ સર્ચ કર્યા. સર્ચમાં એનડીટીવીનો 28મી જાન્યુઆરીના રોજ એક રિપોર્ટ મળ્યો. સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ, રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેન્સનો ફોન ફેંકતો જોવા મળી રહ્યો છે. જો કે, આ પ્રમોશનનો એક ભાગ છે.
આ સમાચારમાં અમને Oppoનું એક ટ્વીટ પણ મળ્યું, જેમાં વાયરલ વીડિયોથી જ મળતો એક વીડિયો મળ્યો.
આ વીડિયો સંબંધિત જાગરણ અંગ્રેજીની વેબસાઈટ પર પણ આ વીડિયોને લગતા સમાચાર મળ્યા અને અહીં પણ વાયરલ વીડિયોને ફોનનું પ્રમોશન ગણાવવામાં આવ્યો છે.
viralbhayania અને Oppo Indiaના Instagram પર વીડિયોનું ફુલ વર્ઝન મળ્યું, જેમાં રણબીર કપૂર પાછળથી તે યુવકને Oppoનો ફોન આપે છે. આપેલા કૅપ્શન મુજબ, આ Oppoના RENO 8Tનો પ્રમોશનલ વીડિયો છે.
આ અંગે વધુ પુષ્ટિ માટે અમે મુંબઈમાં દૈનિક જાગરણના સંવાદદાતા સ્મિતા શ્રીવાસ્તવ સાથે વાત કરી. શ્રીવાસ્તવે જણાવ્યું કે આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તે ફોનનો પ્રમોશનલ વીડિયો છે.
ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે પેજને 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષઃ વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફેનના ફોનને ફેંકતા રણબીર કપૂરનો વાયરલ વીડિયો પ્રમોશનનો એક ભાગ હતો.
- Claim Review : રણબીર કપૂરે ચાહકનો ફોન ફેક્યો
- Claimed By : In Goa 24x7
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.