Fact Check: બાબા રામદેવને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે જૂની તસવીર, ફેક છે પોસ્ટ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બાબા રામદેવની છબીને બદનામ કરવાના ઈરાદાથી એક તસવીર વાયરલ કરવામાં આવી રહી છે. આ તસવીરમાં બાબા રામદેવની સાથે એક મહિલાને જોઈ શકાય છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ તસવીરને વાયરલ કરીને બાબા રામદેવની વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝ દ્વારા આ પહેલા પણ આ અંગે તપાસ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે બાબા રામદેવની જૂની તસવીરને જાણીજોઈને વાંધાજનક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ તસવીરને લઈને બાબા રામદેવ પહેલા જ સત્ય જણાવી ચૂક્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સંજય સિંહ સિંઘાનિયાએ 13 મેના રોજ બાબા રામદેવની એક તસવીરને પોસ્ટ કરતા લખ્યું કે, “બાબા રામદેવની અસલી તસવીર થઈ બેનકાબ, જોતાની સાથે શેર કરો અને આગળ મોકલો જય ભીમ.”

વાયરલ તસવીરની સાથે લખવામાં આવેલી પંક્તિઓને અહીં જેમ છે તેમ જ લખવામાં આવી છે. પોસ્ટને સાચી માનીને બીજા અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ. વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +91 9599299372 પર પણ ઘણા યુઝર્સે આ તસવીરની સત્યતા જણાવવા માટે વિનંતી કરી.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે સૌપ્રથમ બાબા રામદેવના ટ્વિટર હેન્ડલ પર સર્ચ કર્યું. ટ્વિટર એડવાન્સ સર્ચ ટૂલની મદદથી સર્ચ કરવા પર બાબા રામદેવના હેન્ડલ પર 26 નવેમ્બર, 2014ની એક પોસ્ટ મળી. તેમાં બાબા રામદેવે સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, “આ બહેન, જેમનું નામ પ્રીતિ છે, વર્ષ 27 વર્ષ છે, કેન્સરથી પીડિત છે, જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. પતંજલિ યોગપીઠના સ્થાપક સભ્યના પરિવારની આ બહેનને વેદાંતા હોસ્પિટલમાં મળીને આશીર્વાદ આપ્યા, પ્રાણાયામ શીખવ્યા અને આયુર્વેદિક દવાઓ આપી. આવા દર્દીઓ વિશે દુષ્પ્રચાર કરનારાઓ કાંઈક તો શરમ કરો. જો આ મહિલા તમારી માતા, બહેન, દીકરી હોત તો શું તમે આવી જ અભદ્ર ટિપ્પણીઓ કરેત.”

https://twitter.com/yogrishiramdev/status/537546589632352258

સર્ચના દરમિયાન બાબા રામદેવના પ્રવક્તા એસ.કે તિજારાવાલાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ મળ્યું. આમાં તેમણે 20 સપ્ટેમ્બર 2019ના રોજ એક ટ્વિટના માધ્યમથી સમગ્ર સત્યને સામે રાખતા લખ્યું હતું, “આ દીકરી પ્રીતિ ગુપ્તા મારા મિત્રની દીકરી અને મારી ભત્રીજી છે. છેલ્લા 6 વર્ષથી કેન્સરની ક્રૂર પકડમાં છે. પૂજ્ય સ્વામી રામદેવે આ દીકરીને પ્રેરણા-સંજીવની અને યોગ અને પ્રાણાયામ દ્વારા જીવનદાન આપ્યું છે. આ અંગે દ્વેષપૂર્ણ ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.”

https://twitter.com/tijarawala/status/1175021471439015937

વાયરલ તસવીરને લઈને બાબા રામદેવના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ માહિતી આપતા જણાવ્યું કે, આ તસવીર ઘણી વખત પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે. સ્વામી રામદેવને બદનામ કરવા માટે કેટલાક લોકો આવું કૃત્ય કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ વાયરલ પોસ્ટની તપાસ કરી હતી. તે તપાસને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે .

તપાસના અંતે ફેસબુક યુઝર સંજયસિંહ સિંઘાનિયાના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. યુઝર યુપીના ઓરાઈના રહેવાસી છે. તેમના એકાઉન્ટ પર ઘણી ફેક પોસ્ટ મળી.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં બાબા રામદેવ સાથે જોડાયેલી વાયરલ પોસ્ટ તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર હોવાનું સામે આવ્યું. બાબા રામદેવની સાથે જોવા મળી રહેલ મહિલા કેન્સરના દર્દી છે. બાબા રામદેવે તેમને મળી તેમના સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ