Fact Check: રક્ષા મંત્રી રાજનાથ સિંહની એડિટેડ તસવીર ફરી ખોટા દાવાની સાથે કરાઈ રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ લીંબુ અને મરચાં બાંધતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીરનો ઉપયોગ રાજનાથ સિંહ પર તંજ કસવા માટે કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રક્ષા મંત્રીએ ભારત-ચીન સરહદ પર લીંબુ અને મરચાં લટકાવ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થયો. તપાસમાં જાણવા મળ્યું કે રાજનાથ સિંહની જૂની તસવીરની સાથે છેડછાડ કરી ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી છે. અસલી તસવીરમાં રાજનાથ સિંહ રાફેલ ફાઈટર જેટની પૂજા કરી રહ્યા હતા.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે 14 માર્ચે વાયરલ તસવીરને શેર કરતાની સાથે અંગ્રેજીમાં લખ્યું છે, જેનું ગુજરાતી અનુવાદ છે , “ભારત હવે સુરક્ષિત છે. ભારતીય રક્ષા મંત્રીએ ભારત-ચીન સરહદ પર લીંબુ મરચાંનું લોકાર્પણ કર્યું.”

સોશિયલ મીડિયા પર કેટલાક અન્ય યુઝર્સે આ જ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે. વાયરલ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. આ દરમિયાન અમને વાયરલ તસવીર સાથે મળતી તસવીર રક્ષા મંત્રી રાજનાથ સિંહના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી 8 ઓક્ટોબર, 2019ના રોજ કરવામાં આવેલ ટ્વિટમાં મળી. તસવીરમાં તેઓને રાફેલ વિમાનની પૂજા કરતા જોઈ શકાય છે. આ તસવીરને શેર કરી લખવામાં આવ્યું હતું, “વિજયાદશમીના અવસરે આજે ફ્રાન્સમાં કર્યું રાફેલનું શસ્ત્ર પૂજન. દશમીના અવસર પર શસ્ત્રોનું પૂજન ભારતની પ્રાચીન પરંપરા રહી છે.”

અહીંથી અમે અમારી તપાસને આગળ વધારી અને સંબંધિત કીવર્ડ્સ સાથે વાયરલ તસવીર સાથે સંબંધિત સમાચારને સર્ચ કર્યા. અમને Siasat.com વેબસાઈટ પર વાયરલ તસવીર સાથે સંબંધિત સમાચાર પ્રકાશિત મળ્યા. 9 ઓક્ટોબર 2019ના આ રિર્પોટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, અસલ તસવીરમાં રાજનાથ સિંહ રાફેલ ફાઈટર જેટની પૂજા કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ સમાચારને અહીં જોઈ શકાય છે.

સર્ચ દરમિયાન દૈનિક જાગરણ પર 8 ઓક્ટોબર 2019ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટમાં પણ વાયરલ તસવીર મળી. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “વિમાન મળ્યા બાદ રાજનાથ સિંહે શાસ્ત્ર પૂજન કર્યું અને તેના પછી ફ્રાંસની કંપની પાસેથી ખરીદેલા ફાઇટર જેટ રાફેલ પર ‘ઓમ’ લખ્યું. આ સિવાય રાફેલ વિમાનના પૈડા નીચે લીંબુ પણ મૂકવામાં આવ્યા હતા.” સમાચારને અહીં વાંચી શકાય છે.

અમને ‘વન ઈન્ડિયા હિન્દી’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ તસવીર સાથે જોડાયેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો. 9 ઓક્ટોબર 2019ના રોજ અપલોડ વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફ્રાન્સમાં રાફેલ વિમાન ઉડાવ્યું અને ભારત માટે તેને રિસીવ પણ કર્યું. આવું પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ મોટા ફાઈટર વિમાન ભારતીય છાવણીમાં એન્ટ્રી આ રીતે થઈ, જ્યારે આખી દુનિયા ભારતની શસ્ત્રપૂજાને જોઈ રહી હતી. આ દરમિયાન ફ્રાન્સમાં ભારતના ધાર્મિક રિવાજોની એક સુંદર ઝલક જોવા મળી.” વીડિયોને અહીં જોઈ શકાય છે.

નીચે બંને તસવીરો વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અગાઉ પણ આ એડિટેડ તસવીર સમાન દાવા સાથે વાયરલ થઈ હતી. તે સમયે પણ અમે દાવાની ફેક્ટ ચેક કરી સત્યતા સામે રાખ્યું હતું.

વધુ માહિતી માટે અમે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ ફોટોને શેર કર્યો. તેમણે અમને કહ્યું, “તસવીર એડિટેડ છે અને પહેલા પણ ઘણી વખત વાયરલ કરવામાં આવી ચૂકી છે.”

તપાસના અંતે અમે એડિટેડ તસવીરને શેર કરનાર યૂઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના 2.6 હજાર ફ્રેન્ડ છે. તો યુઝરને 145 લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર એડિટેડ છે. અસલ તસવીર 8 ઓક્ટોબર, 2019ની છે, જેમાં રાજનાથ સિંહને નવા ફાઈટર વિમાનની પૂજા કરતા જોઈ શકાય છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ