Fact Check: 2024 લોકસભા ચૂંટણીના કારણે રદ નથી થઈ રાજસ્થાન અને UP બોર્ડની પરીક્ષા, વાયરલ દાવો ખોટો
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી નથી. યુપી બોર્ડ દ્વારા પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરવામાં આવી છે. યુપીમાં ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જ્યારે રાજસ્થાનમાં ટૂંક સમયમાં પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનની પરીક્ષાઓને લઈને ટીવી9નો બે વર્ષ જૂનો વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ થઈ રહ્યો છે.
- By: Pragya Shukla
- Published: Dec 15, 2023 at 11:30 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેબિનેટની બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી નથી. યુપી બોર્ડ દ્વારા પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરવામાં આવી છે. યુપીમાં ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જ્યારે રાજસ્થાનમાં ટૂંક સમયમાં પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનની પરીક્ષાઓને લઈને ટીવી9નો બે વર્ષ જૂનો વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ થઈ રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ઈન્સ્ટાગ્રામ યુઝર ‘bachalalyadav25192’એ 11 ડિસેમ્બર 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, ”બોર્ડની પરીક્ષા રદ 2024…બ્રેકિંગ ન્યૂઝ યુપી બોર્ડ 2024 પરીક્ષ રદ, વિદ્યાર્થીઓ થઈ ગયા પ્રમોટ…2024 ચૂંટણીને કારણે પરીક્ષા થઈ રદ..ધોરણ 10, 12 વાળા જરૂર જુઓ…જલ્દીથી આ વીડિયો તમારા મિત્રોને મોકલો”
પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.
ઇન્સ્ટાગ્રામ યુઝર ‘bhojpuriquen_’ એ વાયરલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં વીડિયોમાં લખ્યું છે કે, ”કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. રાજસ્થાનની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.”
પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.
તપાસ
યુપી બોર્ડની પરીક્ષાઓ વિશે જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આજતકની વેબસાઈટ પર દાવા સંબંધિત રિપોર્ટ મળ્યો. આ રિપોર્ટને 7 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, UP બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરવામાં આવી છે. આ વખતે પરીક્ષા ફેબ્રુઆરીથી શરૂ થશે અને માર્ચ સુધી ચાલશે.
તપાસને આગળ વધારતા અમે ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદની સત્તાવાર વેબસાઇટ પર શોધવાનું શરૂ કર્યું. અમને વેબસાઈટ પર ધોરણ 10 અને 12 માટે જાહેર કરાયેલ ડેટશીટ મળી. બંને વર્ગોની પરીક્ષા 22 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 9 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે.
તપાસ દરમિયાન અમને 2024ની લોકસભા ચૂંટણીને કારણે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી હોવાના દાવા સંબંધિત કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યા નથી.
રાજસ્થાનની પરીક્ષાઓને લઈને વાયરલ વીડિયો વિશે જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ વીડિયો TV9 Bharatvarshaની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. આ વીડિયોને 2 જૂન 2021ના રોજ શેર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટની બેઠકમાં રાજસ્થાન બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ન્યૂઝ 18 ની વેબસાઈટ પર 12 ડિસેમ્બર, 2023ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, “રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જાન્યુઆરીના અંતમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે. જ્યારે બોર્ડની પરીક્ષા 10 ફેબ્રુઆરીથી 15 એપ્રિલની વચ્ચે લેવામાં આવશે. બોર્ડે હજુ સુધી પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ જાહેર કર્યું નથી. તે ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.”
વધુ જાણકારી માટે અમે લખનઉમાં એજ્યુકેશન સેક્શનને જોતા ડેપ્યુટી ચીફ રિપોર્ટર વિવેક રાવ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, વાયરલ દાવો ખોટો છે. ઉત્તર પ્રદેશ બોર્ડ દ્વારા ડેટશીટ પણ બહાર પાડવામાં આવી છે અને તેમના દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. આ વખતે યુપી બોર્ડની પરીક્ષા 12 દિવસમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં જો માર્ચમાં ચૂંટણી થાય છે, તો તે પહેલાં પરીક્ષાઓ સમાપ્ત થઈ શકે છે.
અમે દૈનિક જાગરણ જયપુરના વરિષ્ઠ સંવાદદાતા નરેન્દ્ર શર્માનો પણ સંપર્ક કર્યો. તેમણે વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે.
અંતે અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 135 લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી નથી. યુપી બોર્ડ દ્વારા પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરવામાં આવી છે. યુપીમાં ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જ્યારે રાજસ્થાનમાં ટૂંક સમયમાં પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનની પરીક્ષાઓને લઈને ટીવી9નો બે વર્ષ જૂનો વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ થઈ રહ્યો છે.
- Claim Review : લોકસભા 2024 ચૂંટણીના કારણે રાજસ્થાન અને યુપી બોર્ડની પરીક્ષાઓ રદ
- Claimed By : ઈન્સ્ટાગ્રામ યુઝર ‘bachalalyadav25192’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.