ફેક્ટ ચેકઃ ગુજરાત રેલીમાં રાહુલના અનુવાદકે પરેશાન થઈને સ્ટેજ છોડ્યું નહોતું, વાયરલ દાવો ખોટો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક ફોટો અને વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ શેર કરવામાં આવતા હોય છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સોશિયલ મીડિયા પર તેને લગતા રાજકીય પ્રચારે જોર પકડ્યું છે. આ દરમિયાન થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ રેલી કરવા ગુજરાત પહોંચ્યા હતા. આ રેલી સંબંધિત તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને યૂઝર્સ દ્વારા શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં રેલી દરમિયાન તેમના ભાષણથી પરેશાન થઈને તેમના ટ્રાન્સલેટર સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા.

વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને વાયરલ દાવો ભ્રામક હોવાનું જણાયું. લોકોએ રાહુલ ગાંધીને હિન્દીમાં જ ભાષણ ચાલુ રાખવા કહ્યું જેથી તેનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી રહેલા ટ્રાન્સલેટર સ્ટેજ પરથી ચાલ્યા જાય છે અને લોકોની વિનંતી પર રાહુલ ગાંધી હિન્દીમાં પોતાનું ભાષણ ચાલુ રાખે છે. રાહુલ ગાંધીનો વીડિયો ખોટી માહિતી ફેલાવવાના ઈરાદા સાથે ભ્રામક દાવો કરી શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં ?

વાયરલ વીડિયોને શેર કરતા ફેસબુક યુઝર વંશરાજ દુબેએ કેપ્શનમાં લખ્યું છે કે, “ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને છોડો, અહિંયા તો રાહુલ ગાંધીના ટ્રાન્સલેટર પણ તેમના ભાષણ દરમિયાન સ્ટેજ પરથી ભાગી રહ્યા છે. #GujaratElections2022

પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને 21 નવેમ્બર 2022 ના રોજ લાઇવ મિન્ટની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા દાવા સંબંધિત અહેવાલ મળી આવ્યો હતો. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા હતા. એટલા માટે લોકોએ રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ ચાલુ રાખવા કહ્યું. જે બાદ ભરતસિંહ સોલંકી સ્ટેજ પરથી ચાલ્યા જાય છે અને રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ કરે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ સહિત અન્ય ઘણી ન્યૂઝ વેબસાઈટ્સે પણ આ સમાચાર પ્રકાશિત કર્યા છે.

વધુ તપાસ માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ રેલીનો સંપૂર્ણ વીડિયો મળી આવ્યો. આ વીડિયો 21 નવેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ વીડિયો સુરત જિલ્લાના મહુવા ખાતે યોજાયેલી રેલીનો છે. વાયરલ વીડિયોનો ભાગ વીડિયોમાં 38 મિનિટ 7 સેકન્ડથી જોઈ શકાય છે. રાહુલ ગાંધી લોકોને તેમના બાળપણની એક ઘટના કહી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ કરી રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી તેનું ગુજરાતીમાં ટાન્સલેટ કરી રહ્યા છે. તે સમયે તેમને હિન્દીમાં ભાષણ ચાલુ રાખવાનું કહે છે. પછી ભરતસિંહ પણ રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ ચાલુ રાખવા કહે છે. ભરતસિંહ કહે છે કે લોકો સમજી જશે, તમારી હિન્દી સમજમાં આવી જશે. આના પર રાહુલ ગાંધી કહે છે, ખરેખર હિન્દી સમજાશે. આ પછી ભરતસિંહ સોલંકી સ્ટેજ પરથી ચાલ્યા જાય છે.

વધુ તપાસ દરમિયાન અમને ભરતસિંહ સોલંકીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા વાયરલ દાવા સંબંધિત એક વીડિયો મળ્યો. ભરતસિંહ સોલંકીએ 21 નવેમ્બર 2022ના રોજ પોતાનો એક વીડિયો શેર કરતા જણાવ્યું છે કે લોકોએ રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ ચાલુ રાખવાની વિનંતી કરી હતી. લોકો તેમનું ભાષણ હિન્દીમાં સાંભળવા માંગતા હતા. એટલે મેં અનુવાદ કરવાનું બંધ કર્યું અને મારી સીટ પર જઈને બેસી ગયો. લોકો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવાઓ સાથે વીડિયોને શેર કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણ ગુજરાતીના એસોસિયેટ એડિટર જીવન કપુરિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું કે ગુજરાત દૈનિક જાગરણના એક રિપોર્ટરે આ રેલીને કવર કરી હતી. હાલમાં જે વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. ભરતસિંહ સોલંકી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા હતા. ત્યારે લોકોએ રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ કરવા માટે કહ્યું. લોકોની વિનંતી પર રાહુલ ગાંધીએ હિન્દીમાં ભાષણ શરૂ રાખ્યું અને ટ્રાન્સલેટ કરી રહેલા નેતા ફરી પાછા તેમની સિટ પર જઈને બેસી ગયા.જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.

તપાસના અંતે અમે ફેસબુક યુઝર વંશરાજ દુબેની તપાસ કરી જેણે ખોટા દાવા સાથે રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને રાહુલ ગાંધીના વીડિયો અંગેનો દાવો ભ્રામક હોવાનું જણાયું છે. ભરતસિંહ સોલંકી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા હતા. ત્યારે લોકોએ રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ કરવા માટે કહ્યું. લોકોની વિનંતી પર રાહુલ ગાંધીએ હિન્દીમાં ભાષણ શરૂ રાખ્યું અને ટ્રાન્સલેટ કરી રહેલા નેતા ફરી પાછા તેમની સિટ પર જઈને બેસી ગયા.જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.રાહુલ ગાંધીનો વીડિયો ખોટી માહિતી ફેલાવવાના ઈરાદા સાથે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ