X
X

Fact Check: દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી વાયરલ કરવામાં આવી રહી છે રાહુલ ગાંધીની જુની તસવીર

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાહુલ ગાંધી સાથે જોડાયેલ વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ભારત જોડો યાત્રા દરમિયાન ડિસેમ્બર 2022માં રાહુલ ગાંધીએ કેટલાક બાળકોને હેલિકોપ્ટરની સવારી કરાવી હતી. તે સમયની તસવીરને હવે કેટલાક લોકો ફેક દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એક તસવીર વાયરલ કરવામાં આવી રહી છે. આમાં તેમને બાળકોની સાથે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીરને ફેક દાવાની સાથે વાયરલ કરીને ગાંધી પરિવાર પર નિશાન સાધી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી પરિણીત છે. તેમને ત્રણ બાળકો છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની વિગતવાર તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધી સાથે જોડાયેલી પોસ્ટ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. એક તસવીરને ફેક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર રાજેશ ગોયલે 29 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની એક તસવીરને પોસ્ટ કરતા લખ્યું કે, ”અબ કોઈ યહ મત કહના કી હમારી શાદી નહીં હુઈ હૈ, હમારે તીન બચ્ચે ભી હૈ. જબ તક સુરજ ચાંદ રહેગા, ગાંધી પરિવાર અમર રહેગા.’

તસવીરની સાથે કરવામાં આવી રહેલા દાવાને સાચો માનીને અન્ય યુઝર્સ પણ તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે રાહુલ ગાંધીની તસવીર સાથે જોડાયેલ સત્ય જાણવા માટે સૌથી પહેલા ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલ વડે ફોટાને સર્ચ કરતાં અમને આ તસવીર ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પરના સમાચારોમાં મળી. 10 ડિસેમ્બર 2022ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ તસવીરનો ઉપયોગ કરીને સમાચારમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન મધ્યપ્રદેશની ત્રણ છોકરીઓને હેલિકોપ્ટર સવારી કરાવી. 29 નવેમ્બર 2022ના રોજ ઉજ્જૈનમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ ત્રણ છોકરીઓને હેલિકોપ્ટર સવારીનું વચન આપ્યું હતું. આ સમાચારને અહીં વાંચો.

તપાસ દરમિયાન અમને રાજસ્થાન તક નામની વેબસાઈટ પર ન્યૂઝ સ્ટોરીના ફોર્મેટમાં વાયરલ તસવીર સિવાય પણ ઘણી તસવીરો મળી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતાનો 14મો જન્મદિવસ મનાવી રહેલી કામાક્ષીએ જ્યારે રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, તો રાહુલ ગાંધી તેને મળ્યા. આ ઉપરાંત નંદવાના પરિવારના ચારેય બાળકોને હેલિકોપ્ટરમાં બેસાડ્યા.

સર્ચ દરમિયાન કનક ન્યૂઝ નામની એક યુટ્યુબ ચેનલ પર એક વીડિયો રિપોર્ટ મળ્યો. તેમાં વાયરલ તસવીરમાં જોવા મળી રહેલી યુવતી અને તેની માતાનો ઈન્ટરવ્યૂ હતો. આ વીડિયો 10 ડિસેમ્બર 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના સભ્ય ગિરીશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે ગાંધી પરિવારને બદનામ કરવા માટે ટ્રોલ આર્મી ઘણીવાર આ પ્રકારી ખોટી પોસ્ટ વાયરલ કરતી રહે છે.

છેલ્લે અમે ફેક પોસ્ટ કરના યુઝરની તપાસ કરી. રાજેશ ગોયલના એકાઉન્ટ પર 800થી વધુ ફેસબુક ફ્રેન્ડ્સ છે. યુઝર જયપુરનો રહેવાસી છે. આ એકાઉન્ટ માર્ચ 2011માં બનાવવામાં આવ્યું હતું.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાહુલ ગાંધી સાથે જોડાયેલ વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ભારત જોડો યાત્રા દરમિયાન ડિસેમ્બર 2022માં રાહુલ ગાંધીએ કેટલાક બાળકોને હેલિકોપ્ટરની સવારી કરાવી હતી. તે સમયની તસવીરને હવે કેટલાક લોકો ફેક દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે.

  • Claim Review : રાહુલ ગાંધીના બાળકોની તસવીર
  • Claimed By : ફેસબુક યુઝર રાજેશ ગોયલ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later