X
X

Fact Check: રાહુલ ગાંધીએ બેજ નંબર 420 નહીં 756 પહેર્યો હતો, વાયરલ તસવીર છે એડિટેડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે તેમને બેજ નંબર 756 પહેરાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એડિટ કરેલી તસવીરને શેર કરીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર પહોંચીને કુલીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાં તેમણે કુલીના કપડા પણ પહેર્યા હતા. ત્યારબાદ કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર લાલ કલરના શર્ટ પહેરેલ રાહુલ ગાંધીની એક કથિત તસવીર શેર કરી રહ્યા છે, જેમાં તેમના બેજ પર 420 નંબર લખેલો છે. તેને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ 420 નંબરનો બેજ પહેર્યો હતો.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટેડ છે અને તેના આધારે ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ જ્યારે કુલીના કપડા પહેર્યા હતા, ત્યારે તેમના બેજનો નંબર 756 હતો. આ તસવીરને એડિટીંગ ટૂલ્સની મદદથી એડિટ કરી શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘વિનોદ તિવારી’ (આર્કાઇવ લિંક)એ 24 સપ્ટેમ્બરે વાયરલ તસવીરને શેર કરીને લખ્યું છે, ”વ્યક્તિએ બિલકુલ બરાબર નંબર પહેર્યો છે, કુલી નંબર 420”

એક્સ (અગાઉ ટ્વિટર) યુઝર ‘નરેન્દ્ર મોદી ફેન’ (આર્કાઇવ લિંક)એ પણ 25 સપ્ટેમ્બરે આવી જ તસવીરને શેર કરી છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે કીવર્ડ્સનો ઉપયોગ કર્યો. ગૂગલ પર ઓપન સર્ચ કરવા પર અમને દૈનિક જાગરણની યુટ્યુબ ચેનલ પર આનાથી સંબંધિત સમાચાર મળ્યા. 21 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરાયેલા આ વીડિયો ન્યૂઝમાં જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચીને કુલીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી. તેનું ટાઈટલ છે, “રાહુલ ગાંધી બન્યા કુલી નંબર 756, આનંદ વિહાર રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઉપાડ્યો સામાન”.

21 સપ્ટેમ્બરે આજતકની વેબસાઈટ પર પણ આ અંગેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં રાહુલ ગાંધીની તસવીરોને પણ જોઈ શકાય છે. તે મુજબ, રાહુલ ગાંધીએ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર કુલીઓ સાથે મુલાકાત કરી. ત્યાં તેઓ કુલીના કપડા પહેરીને સૂટકેસ ઉપાડતા પણ જોવા મળ્યા હતા. ત્યાં રાહુલ ગાંધીના હાથ પર કુલીનો બેજ પણ બાંધ્યો, જેના પર 756 લખેલું હતું, એટલે કે રાહુલ ગાંધી કુલી નંબર 756 બન્યા.

રાહુલ ગાંધીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને જોઈ શકાય છે. તેને 21 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરવામાં આવી છે. આમાંની એક તસવીરને ઝૂમ કરીને એડિટ કરીને શેર કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા શોર્ટ્સમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેજનો નંબર 756 છે.

વાયરલ અને ઓરિજિનલ તસવીરને ધ્યાનથી જોવા પર જાણવા મળે છે કે શેર કરવામાં આવી રહેલી તસવીરમાં 420 અલગથી લખેલું છે.

આ અંગે યુપી કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગીનું કહેવું છે, “રાહુલ ગાંધીને 756  નંબરનો બેજ પહેરાવવામાં આવ્યો હતો. વાયરલ તસવીર એડિટેડ છે. તેઓ કુલીઓની સમસ્યાઓ જાણવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.”

છેલ્લે અમે એડિટેડ તસવીરને શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને સ્કેન કરી. ઉત્તર પ્રદેશના ગોંડામાં રહેતા યુઝરના 5 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે એક વિચારધારાથી પ્રભાવિત છે.

निष्कर्ष: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે તેમને બેજ નંબર 756 પહેરાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એડિટ કરેલી તસવીરને શેર કરીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : રાહુલ ગાંધીએ 420 નંબરનો બેજ પહેર્યો હતો.
  • Claimed By : FB User - વિનોદ તિવારી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later