Fact Check: રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનવાની વાત કરી નથી, ફેક ક્લિપ થઈ વાયરલ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરતાં વીડિયો એડિટેડ હોવાનું જાણવા મળ્યું. અસલી ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “નરેન્દ્ર મોદી ફરીથી પીએમ નથી બની રહ્યા.”
- By: Pallavi Mishra
- Published: May 21, 2024 at 12:14 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તેમાં તેઓને ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની વાત કરતા જોઈ શકાય છે. આ ક્લિપ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ ક્લિપની તપાસ કરી. વાયરલ ક્લિપ તેમના ભાષણના એક ભાગ સાથે ચેડા કરીને તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અસલી ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરી પીએમ બનવાના નથી.
વાયરલ ક્લિપમાંથી ‘નથી’ શબ્દ હટાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. અમારી તપાસમાં વાયરલ ક્લિપ ફેક સાબિત થઈ.
શું થઈ રહ્યું છે વાયરલ?
વાયરલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ chindamjaganmohan ‘ચિંદમ જગન મોહન’ (આર્કાઇવ)એ 14 મેના રોજ એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી, જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે, ”નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના વડાપ્રધાન રહેશે. શરૂઆતમાં હું તમને કહી દઉં છે જે વાત સાચી છે. 4 જૂન 2024ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન રહેશે. તમે લેખિતમાં લઈ લો. નરેન્દ્ર મોદીજી ફરી ભારતના વડાપ્રધાન બની શકે છે. અમારે જે કરવાનું હતું. જે પણ કામ અને મહેનત કરવી પડવાની હતી, તે અમે કરી છે. હવે તમે જોઈ લેજો અમારા ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ મળવાની નથી. તેઓ મંદ મંદ હસી રહ્યા છે, તેઓ પણ જાણે છે કે રાહુલ ગાંધી જે કહી રહ્યા છે તે સાચું છે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની રહ્યા છે. ખતમ કહાની. જેમ તમે અંગ્રેજીમાં કહો છો, ગુડબાય, થેન્કયું.”
તપાસ
પોસ્ટની તપાસ કરવા માટે અમે આ ક્લિપના સ્ક્રીનશોટને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યો. અમને જાણવા મળ્યું કે વાયરલ ક્લિપ 10 મેના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં યોજાયેલી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની રેલી સાથે સંબંધિત છે.
અમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર આ ભાષણની 1-મિનિટની ઝલક મળી. તેમાં સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે રાહુલ ગાંધીએ કહ્યું, ”4 જૂન, 2024ના રોજ નરેન્દ્ર મોદી હવે હિન્દુસ્તાનના વડાપ્રધાન રહેશે નહીં. તમે લેખિતમાં લઈ લો. તમે તેને લેખિતમાં લો. નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન નહીં બની શકે. અમારે જે કરવાનું હતું. જે પણ મહેનત અને કામ કરવાનું હતું, તે અમે કર્યું છે. હવે તમે જોઈ લેજો અમારા ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં 50થી એક સીટ ઓછી મળવાની નથી અને બાકીના રાજ્યમાં અમે ભાજપને રોકી છે. આ જે મીડિયાવાળા છે, તે અદાણીના છે, તેઓ સત્ય નહીં કહે. આ આપણા ભાઈઓ છે, અમે તેમને પ્રેમ કરીએ છીએ, પરંતુ આ બિચારાઓને પગાર લેવાનો છે, તેથી તેઓ સત્ય નથી લખી શકતા. તેઓએ બાળકોને ઉછેરવાના છે. પરંતુ જો તમે હવે તેમના ચહેરા જુઓ તો તેઓ પણ હસી રહ્યા છે, કારણ કે તેઓ પણ સમજે છે કે રાહુલ ગાંધી જે કહી રહ્યા છે તે સાચું છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના નથી. ખતમ કહાની. જેમ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, ગુડબાય, થેન્કયુ”
અમને અસલી 1 મિનિટની ક્લિપ ડેઈલી સેલાર ડિજિટલની યુટ્યુબ ચેનલ પર 10 મેના રોજ અપલોડ મળી. અહીં એ પણ સાંભળી શકાય છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “4 જૂન, 2024ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન રહેશે નહીં. ,
રાહુલ ગાંધીનું આ આખું ભાષણ અમને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ 10 મેના રોજ લાઈવ સ્ટ્રીમ મળ્યું. અહીં 46 મિનિટના અંતરાલ પછી વાયરલ ક્લિપના તે ભાગને સાંભળી શકાય છે, જેને એડિટ કરવામાં આવ્યો છે.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ પ્રણવ ઝાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીની વાયરલ ક્લિપ એડિટેડ છે. અસલી વીડિયોમાં તેમણે કહ્યું હતું કે દેશમાં 4 જૂને નરેન્દ્ર મોદીની સરકાર બની રહી નથી.
તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. એવું જાણવા મળ્યું કે ઈન્સ્ટાગ્રામ યુઝર ‘ચિંદમ જગન મોહન’ના 7000થી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરતાં વીડિયો એડિટેડ હોવાનું જાણવા મળ્યું. અસલી ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “નરેન્દ્ર મોદી ફરીથી પીએમ નથી બની રહ્યા.”
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.