Fact Check: રાહુલ ગાંધીએ પાકિસ્તાનને લઈને નથી આપ્યું આ નિવેદન, ફરીથી વાયરલ થયું ફેક ગ્રાફિક્સ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ કરવામાં આવી રહેલું નિવેદન અને ગ્રાફિક્સ બંને જ ફેક છે. ન તો રાહુલ ગાંધીએ આવું કોઈ નિવેદન આપ્યું છે કે ન તો એબીપી ન્યૂઝે આ સમાચાર પ્રકાશિત કર્યા છે. આ ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર 2019માં થયેલી લોકસભા ચૂંટણી પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ઝડપથી વાયરલ થવા લાગ્યા છે. આ કડીમાં ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કથિત રીતે એક નિવેદન વાયરલ કરવામાં આવી રહ્યું છે. વાયરલ કરવામાં આવી રહેલા ગ્રાફિક્સ અનુસાર, રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર નિવેદન આપતા કહ્યું છે કે, જો તેમની સરકાર બનશે તો તેઓ પાકિસ્તાનની મદદ કરવા માટે 5 હજાર કરોડ રૂપિયાની લોન આપશે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ કરવામાં આવી રહેલું નિવેદન અને ગ્રાફિક્સ બંને જ ફેક છે. ન તો રાહુલ ગાંધીએ આવું કોઈ નિવેદન આપ્યું છે કે ન તો એબીપી ન્યૂઝે આ સમાચાર પ્રકાશિત કર્યા છે. આ ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર 2019માં થયેલી લોકસભા ચૂંટણી પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને 21 માર્ચ 2024ના રોજ શેર કરી, આ ગ્રાફિક્સ પર એબીપી ન્યૂઝનો લોગો છે. તો ગ્રાફિક્સ પ્લેટ પર રાહુલ ગાંધીને ટાંકીને લખ્યું છે કે, ”પાકિસ્તાનની મદદ કરવી જરૂરી છે અને અમે તે જરુર કરીશું- રાહુલ ગાંધી. આ મેસેજની નીચે એક અન્ય મેસેજ છે, જેમાં લખ્યું છે કે, “અમારી સરકાર બનતા જ પાકિસ્તાનને 50 વર્ષ માટે વગર વ્યાજે 5,000 કરોડ રૂપિયાની લોન આપીશું- રાહુલ ગાંધી.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે કીવર્ડની સાથે ન્યૂઝ સર્ચ કર્યા, અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું રાહુલ ગાંધીએ પાકિસ્તાનને લઈને આવું કોઈ નિવેદન આપ્યું છે. ન્યૂઝ સર્ચમાં અમને આવા કોઈ સમાચાર ન મળ્યા. જોકે, જો રાહુલ ગાંધીએ વાયરલ પોસ્ટ જેવું નિવેદન આપ્યું હોત, તો તે હેડલાઇન્સમાં હોત.

તપાસને આગળ વધારતા અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસના એક્સ અને Facebook પેજને સ્કેન કર્યું, પરંતુ અમને ત્યાં પણ આ નિવેદન સાથે જોડાયેલી કોઈ માહિતી ન મળી.

વાયરલ કરવામાં આવી રહેલા ગ્રાફિક્સમાં એબીપી ન્યૂઝના જૂના લોગાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આના આધારે અમે એડવાન્સ સર્ચ કરતા, એક્સ પર એબીપી ન્યૂઝના વેરિફાઈડ હેન્ડલ પર આ ગ્રાફિકને શોધવાનો પ્રયાસ કર્યો. સર્ચ દરમિયાન અમને 12 નવેમ્બર 2018ના રોજ અપલોડ કરાયેલી એક પોસ્ટ મળી. જેમાં વાયરલ પોસ્ટ અને તેના જેવા ચાર અલગ-અલગ ગ્રાફિક્સને શેર કરીને ફેક ગણાવવામાં આવ્યા છે. આ પોસ્ટને નીચે જોઈ શકાય છે.

આ પહેલા જ્યારે અમે આ વાયરલ દાવાની તપાસ કરી હતી, ત્યારે તે સમયે ગ્રાફિક્સને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગના સ્ટેટ કો-ઓર્ડિનેટર રનીશ ​​જૈન સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવા માટે વર્ષોથી ફેક ન્યૂઝ મશીનરી કામ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારના ઈતિહાસ અને વર્તમાન સાથે જોડાયેલી દરેક વસ્તુ સત્તાવાર સ્ત્રોતોમાં ઉપલબ્ધ છે.

ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનીંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરે પોતાની કોઈ માહિતી શેર કરી નથી. તેમજ, આ પ્રોફાઇલમાંથી મોટાભાગે રાજકારણ સંબંધિત પોસ્ટ શેર કરવામાં આવે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ કરવામાં આવી રહેલું નિવેદન અને ગ્રાફિક્સ બંને જ ફેક છે. ન તો રાહુલ ગાંધીએ આવું કોઈ નિવેદન આપ્યું છે કે ન તો એબીપી ન્યૂઝે આ સમાચાર પ્રકાશિત કર્યા છે. આ ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર 2019માં થયેલી લોકસભા ચૂંટણી પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ