Fact Check: મુસ્લિમ નહીં, હિન્દુ છે યોગેન્દ્ર યાદવ, એડિટેડ વીડિયો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે તેમના પરિવારના સભ્યો અને બાળપણના મિત્રો તેમને ‘સલીમ’ કહીને બોલાવે છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે યોગેન્દ્ર યાદવે પોતાની ઓળખ છુપાવી છે. તેઓ મુસ્લિમ છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. વાસ્તવમાં યોગેન્દ્ર યાદવના ઇન્ટરવ્યુના એક ભાગને કટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આખો વીડિયો સાંભળ્યા પછી ખબર પડે છે કે તેમના નામ પાછળની કહાની કંઈક જુદી જ છે અને તેને તેમના ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. યોગેન્દ્ર યાદવનો આખો પરિવાર હિન્દુ જ છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર લક્ષ્મણ પાઈએ 1 જૂનના રોજ પોતાના એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો અને લખ્યું, “BE CAREFUL* God know how many jihadis in between us using Hindu names*Guess no one knew him as Salim. See how from the last 2 decades we’ve been fooled to know him as Yogendra Yadav.”

આનું ગુજરાતી અનુવાદ કંઈક આવું હશે કે ”સતર્ક રહો, ભગવાન જાણે આપણી વચ્ચે કેટલા જેહાદીઓ હિન્દુ નામોનો ઉપયોગ કરી રહ્યા હશે. તેને લાગે છે કે કોઈ પણ તેને સલીમ તરીકે નથી ઓળખતું. જુઓ કેવી રીતે છેલ્લા 2 દાયકાથી યોગેન્દ્ર યાદવ આપણને મૂર્ખ બનાવી રહ્યા છે.”

વીડિયોને સાચો માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. વાયરલ વીડિયોમાં ઉપર JIST લખેલું જોઈ શકાય છે. અમે યોગેન્દ્ર યાદવ જીસ્ટ ઇન્ટરવ્યુ જેવા કીવર્ડ્સને ટાઈપ કરીને સર્ચ કર્યું. અમને મીડિયા કંપની જીસ્ટના વેરિફાઈડ ફેસબુક પેજ પર આખો વીડિયો મળ્યો. આખા વીડિયોમાં તેઓ તેમના બાળપણના નામ ‘સલીમ’ પાછળની “કહાની” જણાવતા કહે છે કે તેમના દાદા રામ સિંહ હિસારની એક હોસ્ટેલમાં શિક્ષક અને વોર્ડન હતા. એક દિવસ મુસ્લિમોનું ટોળું આવ્યું અને તેમને હોસ્ટેલમાંથી કેટલાક છોકરાઓને બહાર કાઢવા કહ્યું, કારણ કે વિદ્યાર્થીઓએ મસ્જિદમાં કથિત રીતે કંઈક ખોટું કામ કર્યું. તેમના દાદાએ બાળકોને બહાર બોલાવવાની ના પાડી, જેના કારણે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની હત્યા કરી નાખી.

વીડિયોમાં આગળ યોગેન્દ્ર યાદવે કહ્યું કે તેમના પિતા આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે તેમના બાળકોને મુસ્લિમ નામ આપવાનું નક્કી કર્યું. તેથી જ તેમનું નામ ‘સલીમ’ રાખવામાં આવ્યું, કારણ કે તેઓ વધારે બોલતા ન હોતા, તેથી તેમણે ક્યારેય આની પાછળનું કારણ જણાવ્યું નહીં. જોકે, જ્યારે તેમનું સ્કૂલિંગ શરૂ થયું, ત્યારે નામના કારણે તેમને અસુવિધાનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ તેમનું નામ બદલીને યોગેન્દ્ર કરવામાં આવ્યું.

વાયરલ વીડિયોમાં જે પત્રકાર યોગેન્દ્ર યાદવનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે, તેમનું નામ અનિલ શારદા છે. અમે આ વિષયમાં સીધો તેમનો સંપર્ક કર્યો. અમારા મેલનો જવાબ આપતા તેમણે કહ્યું, “યોગેન્દ્ર યાદવનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અધૂરો છે અને તેને ભ્રામક રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. યોગેન્દ્ર યાદવનો આખો પરિવાર હિન્દુ છે. તેમના ‘સલીમ’ નામ પાછળ એક કહાની છે, જે તેમણે મને એક ઈન્ટરવ્યુમાં સંભળાવી હતી.” અનિલ શરાદાએ વિશ્વાસ ન્યૂઝ સાથે તે ઈન્ટરવ્યુની લિંક પણ શેર કરી. તેને નીચે જોઈ શકાય છે.

જે બાદ વિશ્વાસ ન્યૂઝે ભ્રામક પોસ્ટ કરનાર યુઝર વિશે માહિતી એકઠી કરી. ફેસબુક યુઝર લક્ષ્ણણ પાઇને 1200થી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો ભ્રામક સાબિત થયો. યોગેન્દ્ર યાદવનો આ વીડિયો અડધો અધૂરો છે. આખા વીડિયોને સાંભળ્યા પછી ખબર પડે છે કે તેમના નામ પાછળની કહાની કંઈક બીજી જ છે અને તેને તેમના ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ