નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): હાલમાં સોશિયલ મીડિયા એપ્સ પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. ત્યારે કેટલાક એવા પણ ફોટો અને વીડિયો હોય છે કે જેને ખોટી રીતે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ પોસ્ટ ખોટી હોવાની જાણવા મળ્યું છે. હકિકતમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ફેસબુક યુઝર પ્રાઇમ મહારાષ્ટ્રે 30 ઓક્ટોબરે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશના ઈન્દોરથી આઠ વખત સાંસદ રહી ચૂકેલા સુમિત્રા મહાજનને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
વાયરલ પોસ્ટનો દાવો અહીં જેવો છે તે રીતે લખવામાં આવ્યો છે. આ વાત સાચી હોવાનું માની અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો..
આ વાયરલ દાવાના તપાસ કરવા માટે વિશ્વાસ ન્યૂઝે ગૂગલ ઓપન સર્ચથી તપાસ શરૂ કરી હતી. જો સુમિત્રા મહાજનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હોત તો આનાથી સંબંધિત સમાચાર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોત. પરંતુ અમને કોઈ સમાચાર મળ્યા નથી. જો કે એક સમાચાર ચોક્કસપણે પ્રાપ્ત થયા હતા. જેમાં સુમિત્રા મહાજને આ વાત ખોટી કહી હતી અને તેને અફવા ગણાવી હતી. 20 ઓક્ટોબરે Amar Ujala.com પરથી મળી આવલે સમાચાર મુજબ સુમિત્રા મહાજને આ વાતને ખોટી ગણાવી હતી. અહીં સંપૂર્ણ સમાચાર વાંચો..
આ મામલાની વધારે તપાસ કરતા અમને ભાસ્કરહિન્દી.કોમ પર આને લગતા સમાચાર પણ મળી આવ્યા હતા. જેમાં સુમિત્રા મહાજન અને રાજ્યપાલ કાર્યાલયે સમગ્ર મામલાને ખોટો ગણાવ્યો હતો. સુમિત્રા મહાજને કહ્યું કે હજુ સુધી આવો કોઈ આદેશ તેમની પાસે આવ્યો નથી.
વધુ તપાસ કરવા માટે મહારાષ્ટ્રના રાજકારણને કવર કરતા ANIના પત્રકાર સૌરભ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સુમિત્રા મહાજનને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા નથી. આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વાયરલ પોસ્ટ ફેક છે.
ફેક પોસ્ટ કરનાર યુઝરના સોશિયલ સ્કેનીંગથી જાણવા મળ્યું કે આ પેજને 11 લાખ લોકો ફોલો કરે છે. આ પેજનું સંચાલન પિંપરી, મહારાષ્ટ્રથી થાય છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સુમિત્રા મહાજનની મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પર નિમણૂક સંબંધિત પોસ્ટ ખોટી સાબિત થઈ. અત્યાર સુધીમાં આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. આ પોસ્ટને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી હતી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923