Fact Check: સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરવા પર સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહીનો નિર્દેશ પંજાબમાં નહીં જમ્મુ-કાશ્મીરમાં આપવામાં આવ્યો છે
- By: Sharad Prakash Asthana
- Published: Mar 7, 2023 at 11:10 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક સર્ક્યુલરની અડધી કોપી વાયરલ થઈ રહી છે. તેમાં લખ્યું છે, મુખ્ય સચિવે તમામ વહીવટી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવામાં આવે અને જે પણ સરકારી યોજનાઓ અથવા ઉપલબ્ધિઓની ટીકા કરતા પકડાય, તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ આદેશને શેર કરીને દાવો કરી રહ્યા છે કે આ પંજાબ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવા અને કાર્યવાહી કરવાને લઈને આદેશ પંજાબ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો નથી. આ સર્ક્યુલર જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા જારી કરવામાં આવ્યું છે.
શું છે વાયરલ પોસ્ટ
ફેસબુક યુઝર Gautam Mittal (આર્કાઇવ લિંક)એ 20 ફેબ્રુઆરીના રોજ સર્ક્યુલરની અડધી કોપી પોસ્ટ કરતા લખ્યું,
……ની સરમુખત્યારશાહી શરૂ
(પોસ્ટમાં એક વાંધાજનક શબ્દ હોવાના કારણથી તેને લખવામાં આવ્યો નથી.)
પોસ્ટ પર લખ્યું છે,
કેજરીવાલ સરકારનો આદેશ, સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરવાનું બંધ કરો.
પંજાબમાં સરકારની ટીકા કરનારા સરકારી કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવશે.
(ગુજરાતી અનુવાદ)
બીજેપી ગુજરાતના પદાધિકારી Zubin Ashara (આર્કાઇવ લિંક )એ પણ આ સરકારી આદેશને પંજાબનો ગણાવીને પોસ્ટ કર્યો છે.
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સથી આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. આ અંગેના આઉટલુક પર 19 ફેબ્રુઆરીએ સમાચાર પ્રકાશિત થયા છે, પરંતુ તેમાં જમ્મુ-કાશ્મીરમાં આ પ્રકારના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાચાર મુજબ, જમ્મુ-કાશ્મીર પ્રશાસનને તમામ વહીવટી સચિવોને સૂચના આપ્યો છે કે તેઓ સરકારી નીતિઓ પર ટીકા કરતા કર્મચારીઓને ઓળખ કરે અને તેમને નોટિસ આપવા માટે સોશિયલ મીડિયા નેટવર્ક પર નજર રાખે. સૂત્રોએ કહ્યું કે મુખ્ય સચિવ A.K મહેતાએ શુક્રવારે જમ્મુમાં એક બેઠકમાં જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ (GAD)ને આ અંગે એક જરૂરી પરિપત્ર જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે કેટલાક સરકારી કર્મચારીઓ સરકારની નીતિઓ અને ઉપલબ્ધિઓ ટીકા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિપ્પણી કરી રહ્યા છે.
ભાસ્કરમાં પણ આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા છે. આ મુજબ ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં સરકારી યોજનાઓની ટીકા કરનારા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાસને આવા કર્મચારીઓની ઓળખ કરવા સૂચના આપી છે. 17 ફેબ્રુઆરીએ એક બેઠક પછી મુખ્ય સચિવે આ આદેશ આપ્યો હતો.
AAP પંજાબના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પણ આ સંદર્ભમાં એક પોસ્ટ (આર્કાઇવ લિંક) કરી છે. 21 ફેબ્રુઆરીએ કરેલ આ ટ્વીટમાં આ વાયરલ દાવાને ફેક ગણાવ્યો છે. તેમાં લખ્યું છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસનના એક નોટિફિકેશનને ખોટી રીતથી પંજાબ સરકારનું કહીને વાયરલ કરવામાં આવી રહ્યું છે.
આ વિશે વધુ માહિતી માટે અમે જમ્મુમાં દૈનિક જાગરણના બ્યુરો ચીફ નવીન નવાઝનો સંપર્ક કરી તેમને વાયરલ પોસ્ટ મોકલી. તેમનું કહેવું છે, “થોડા દિવસો પહેલા આ પ્રકારનો આદેશ જમ્મુ-કાશ્મીરમાં આપવામાં આવ્યો છે. પહેલા પણ આવો જ આદેશ આવ્યો હતો. ”
ખોટી પોસ્ટ કરનાર ફેસબુક યુઝર Gautam Mittalની પ્રોફાઈલને અમે સ્કેન કરી. એ મુજબ, તેઓ ચંદીગઢમાં રહે છે અને એક વિચારધારાથી પ્રભાવિત છે.
નિષ્કર્ષ: સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓની ટીકા કરનારા સરકારી અધિકારીઓ સામે પગલાં લેવાનો નિર્દેશ જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક દરમિયાન આપવામાં આવ્યો છે. તેને પંજાબ સરકાર સાથે કોઈ સંબંધ નથી.
- Claim Review : પંજાબમાં સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓની ટીકા કરનારા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
- Claimed By : FB User- Gautam Mittal
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.