વિશ્વાસ સમાચાર (નવી દિલ્હી): આ વર્ષે જાપાનના હિરોશિમા શહેરમાં G7 સમિટ યોજાઈ હતી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર આ શિખર સંમેલન સાથે સંબંધિત એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપચાપ ઉભા છે, જ્યારે અન્ય નેતાઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાં હાજર નેતાઓ દ્વારા પીએમ મોદીની અવગણના કરવામાં આવી.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે. વીડિયોના એક ભાગને કાપીને દુષ્પ્રચારના ઈરાદાથી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. અસલી વીડિયોમાં નેતાઓને તેમની સાથે વાત કરતા અને હાથ મિલાવતા જોઈ શકાય છે.
ફેસબુક યુઝર ‘સાજિદ હશમત’એ 22 મે 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ”ગો* મીડિયા તો કંઈક બીજું જ બતાવી રહ્યું હતું અને અહીં તો કંઈક બીજો જ સીન ચાલી રહ્યો છે. ક્વોડ લીડર્સ સમિટ 2023માં તમામ રાષ્ટ્રધ્યક્ષની વચ્ચે વિશ્વ ગુરુનું આ અપમાન અત્યંત નિંદનીય છે.” #QuadLeadersSummit2023
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. આ દરમિયાન અમને અસલી વીડિયો PM મોદીની સત્તાવાર YouTube ચેનલ પર મળ્યો, જેને 20 માર્ચ, 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં 13 સેકેન્ડ પર જોઈ શકાય છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે, પછી તેઓ તેમની સાથે વાત કરતા કરતા આગળ વધે છે. વીડિયોના અંતમાં 2 મિનિટ 27 સેકન્ડમાં જોઈ શકાય છે કે જાપાનના પીએમ ફુમિયો કિશિદા પીએમ મોદી સાથે હાથ મિલાવે છે અને તેમની સાથે વાત કરતા આગળ વધે છે.
તપાસને આગળ વધારતા અમે એકવાર ફરીથી G7 શિખર સંમેલનની સત્તાવાર વેબસાઈટ ચેક કરી. અમને અહીં વીડિયોથી સંબંધિત ઘણી તસવીરો મળી. આ તસવીરોમાં પીએમ મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા નેતાઓ સાથે વાત કરતા જોઈ શકાય છે.
તપાસ દરમિયાન અમને આ સંમેલન સાથે સંબંધિત ઘણી તસવીર ગેટ્ટી ઈમેજીસની વેબસાઈટ પર મળી. આ તસવીરોમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને સ્ટેજ પર પીએમ મોદી સાથે વાત કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.
વધુ જાણકારી માટે અમે દૈનિક જાગરણ દિલ્હીમાં નેશનલ ન્યૂઝ કવર કરતા સંવાદદાતા જેપી રંજન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું, “વાયરલ દાવો ખોટો છે. વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. G7 સમિટમાં પીએમ મોદીની અવગણના કરવામાં આવી નથી.”
આ વાયરલ દાવા અંગે વિશ્વાસ ન્યૂઝે ભાજપના પ્રવક્તા વિજય સોનકર સાથે પણ વાત કરી. તેમણે અમને જણાવ્યું કે, “વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીની છબી ખરાબ કરવા માટે આવા એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા કરે છે. આવી કોઈ ઘટના બની નથી.”
તપાસના અંતે અમે વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરનાર યુઝરના પેજને સ્કેન કર્યું. અમે જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે. યુઝરને 69 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે G7 સમિટનો વાયરલ વીડિયો એડિટેડ છે. વીડિયોના એકભાગને કાપીને દુષ્પ્રચારના ઈરાદાથી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. અસલી વીડિયોમાં નેતાઓને તેમની સાથે વાત કરતા અને હાથ મિલાવતા જોઈ શકાય છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923