ફેક્ટ ચેકઃ PM મોદીએ એકનાથ શિંદેને કેમેરા સામેથી નથી હટાવ્યા, અધૂરી ક્લિપ વાયરલ
- By: Pragya Shukla
- Published: Dec 17, 2022 at 04:35 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમનો પાંચ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે પીએમ મોદી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો હાથ પકડીને પાછળ ખેંચી રહ્યા છે. આ વીડિયોને એ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ એકનાથ શિંદેને કેમેરા સામેથી હટી જવા માટે મજબૂર કર્યા.
વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં આ દાવો ખોટો અને દુષ્પ્રચાર હોવાનું જણાયું હતું. વાયરલ વીડિયો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમની ટૂંકી વિડિયો ક્લિપ છે, જેને પીએમ મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. સમગ્ર વીડિયોનો એક ભાગ એવી રીતે ઉઠાવવામાં આવ્યો છે કે એવું લાગે છે કે તેઓ સીએમ એકનાથ શિંદેને પાછળ ધકેલી રહ્યા છે. જ્યારે હકીકતમાં તેઓ પોતે પાછળ ગયા હતા.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ વીડિયોને શેર કરતા ફેસબુક યુઝર શશિ પ્રકાશ સિંહે અંગ્રેજીમાં લખ્યું, “યે ફોટોજીવી હી આગે રહેગા ઘનઘોર બેઇજ્જત….પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એકનાથ શિંદે કો બેઈજ્જત કર દિયા.”
આ વીડિયોને સમાન દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટની આર્કાઇવ કરેલી લિંક અહીં જોઈ શકો છો.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. જેમાં અમને PM નરેન્દ્ર મોદીની ઑફિશિયલ YouTube ચૅનલ પર અપલોડ કરવામાં આવેલ સંપૂર્ણ વીડિયો મળી આવ્યો હતો. આ વીડિયો 11 ડિસેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અમે 6 મિનિટ 25 સેકન્ડનો આ વીડિયો પૂરો જોયો. અમને જાણવા મળ્યું કે સીએમ એકનાથ શિંદે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સાથે હતા.
4 મિનિટ 46 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી પહેલા ટ્રેનને લીલી ઝંડી બતાવે છે પછી લોકોનું અભિવાદન કરવા માટે હાથ લહેરાવે છે. ત્યારે જ સીએમ એકનાથ શિંદે પાછળ હટે છે, પછી તરત જ પીએમ મોદી પાછળ ફરે છે અને તેમની સાથે હાથ મિલાવે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક ન્યૂઝ ચેનલોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો શેર કરવામાં આવેલો જોવા મળ્યો છે.
નવભારત ટાઈમ્સ પર પ્રકાશિત અહેવાલ મુજબ પીએમ મોદીએ 11 ડિસેમ્બરે નાગપુરમાં દેશની 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સીએમ એકનાથ શિંદેની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી હાજર હતા. અન્ય ઘણી ન્યૂઝ વેબસાઈટ્સે પણ આ સમાચાર પ્રકાશિત કર્યા છે.
વધુ વિગતો માટે અમે નાગપુર સ્થિત પત્રકાર રજત દેશમુખનો સંપર્ક કર્યો. જેમણે આ કાર્યક્રમને કવર કર્યો હતો. અમે તેની સાથે વાયરલ દાવો શેર કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ભ્રામક છે.
તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે નકલી દાવો શેર કરનાર યુઝર શશિ પ્રકાશ સિંહના હેન્ડલનું સોશિયલ સ્કેનીંગ કર્યું. સ્કેનિંગથી અમને ખબર પડી કે યુઝરના 4,300 થી વધુ ફ્રેન્ડ્સ છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર યુઝર ફરીદાબાદનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદી અને સીએમ એકનાથ શિંદેના વીડિયો અંગે કરવામાં આવેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમની એક ટૂંકી વીડિયો ક્લિપ છે, જેને પીએમ મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. આખા વીડિયોનો એક ભાગ એવી રીતે ઉઠાવવામાં આવ્યો છે કે એવું લાગે છે કે તેઓ સીએમ એકનાથ શિંદેને પાછળ ધકેલી રહ્યા છે. જ્યારે હકીકતમાં તેઓ પોતે પાછળ ગયા હતા.
- Claim Review : પીએમ મોદીને કેમેરા સામેથી એકનાત શિંદેને હટાવ્યા
- Claimed By : શશિ પ્રકાશ સિંહ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.