X
X

Fact Check: SDM જ્યોતિ મૌર્યની માતાની નથી કરાઈ ધરપકડ, વાયરલ દાવો ફેક 

  • By: Jyoti Kumari
  • Published: Aug 10, 2023 at 04:06 PM
  • Updated: Aug 10, 2023 at 04:20 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): SDM જ્યોતિ મૌર્ય અને તેમના પતિ વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દરરોજ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જ્યોતિ મૌર્યને લઈને અનેક પ્રકારના જુઠ્ઠાણા અને ભ્રામક દાવા વાયરલ કરવામાં આવી રહ્યા છે. હવે એક વીડિયોને વાયરલ કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યોતિ મૌર્યની માતાની પોલીસે ધરપકડ કરી છે.

વિશ્વાસ ન્યૂઝે આ દાવાની વિગતવાર તપાસ કરી. સત્ય કંઈક બીજું જ સામે આવ્યું. જ્યોતિ મૌર્યની માતાની ધરપકડ કરવામાં આવી હોવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો અલગ-અલગ વીડિયોને જોડીને બનાવવામાં આવ્યો છે. વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક પેજ ‘ઈન્ડિયા 24‘ (આર્કાઈવ વર્ઝન)એ 18 જુલાઈના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, “SDM જ્યોતિ મૌર્યની માતાની મહિલા પોલીસે કરી ધરપકડ.”

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ માટે સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કર્યું. અમને આવા કોઈ સમાચાર નથી મળ્યા, જેમાં કહેવામાં આવ્યું હોય કે, વહીવટી અધિકારી જ્યોતિ મૌર્યની માતાની ધરપકડ કરવામાં આવી છે.

તપાસને આગળ વધારતા અમે વાયરલ વીડિયોને લઈને સર્ચ કર્યું. અમે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલ પોલીસ અને મહિલા વચ્ચેની અથડામણના વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ ઈમેજીસ પર અપલોડ કર્યો. અમને વાયરલ વીડિયો ‘LatestLY’ની વેરિફાઈડ YouTube ચેનલ પર  20 મે 2021ના રોજ અપલોડ મળ્યો. વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “કોવિડ-19 મહામારીની વચ્ચે માસ્ક ન પહેરવા બદલ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પોલીસકર્મઓના એક જૂથે એક મહિલાને લાત-મુક્કા માર્યા અને રસ્તા પર ઘસેડી.” NDTVના રિર્પોટ અનુસાર, મહિલા અને તેમની દીકરી કોરોનાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોની વચ્ચે કરિયાણાની વસ્તુઓ ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી, જેને મોબાઈલ પર શૂટ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલાને પોલીસ દ્વારા માર મારતા જોઈ શકાય છે જ્યારે તે મહિલા પોતાને છોડાવવાનો પ્રયાસ કરી રહી છે.

વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચારને ANIની વેબસાઈટ પર પણ 20 જુલાઈ 2021ના રોજ શેર કરાયા હતા. 

તપાસને આગળ વધારતા અમે વાયરલ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલા અન્ય વીડિયોને સર્ચ કર્યા. અમને વીડિયોની ઉપર ABP Live લખેલું જોવા મળ્યું. અમને વીડિયોને ABPની યુટ્યુબ ચેનલ પર શોધ્યો. આ દરમિયાન અમને આ વીડિયો 15 નવેમ્બર 2022ના રોજ વીડિયો અપલોડ થયેલો મળ્યો. આપવામાં આવેલી માહિતી મુજબ, વાયરલ વીડિયો શ્રદ્ધા મર્ડર કેસનો છે, જ્યારે પોલીસ આફતાબને લઈને મહેરૌલીના જંગલમાં પહોંચી હતી. આ વીડિયોને એડિટ કરી અન્ય એક વીડિયોની સાથે જોડીને જ્યોતિ મૌર્યની માતાની ધરપકડનો જણાવવા આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં અસલી વીડિયોના  શરૂઆતના ભાગને લેવામાં આવ્યો છે.

પહેલા પણ જ્યોતિ મૌર્ય સાથે જોડીને ઘણા નકલી અને ભ્રામક દાવા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ દાવાઓની તપાસ કરીને વિશ્વાસ ન્યૂઝે સત્ય સામે રાખ્યું છે. તમે અમારી તે ફેક્ટ-ચેક સ્ટોરીઓને અહીં વાંચી શકો છો.

વધુ માહિતી માટે અમે બરેલી દૈનિક જાગરણના બ્યુરો ચીફ અશોક કુમાર સાથે સંપર્ક કર્યો. તેમનું કહવું છે, “આવું કંઈ થયું નથી. વાયરલ દાવો ખોટો છે.” તેઓએ જણાવ્યું કે જ્યોતિ મૌર્યએ કહ્યું છે કે તેઓ તેમની રીલ્સ અને મીમ્સના બનાવનારા સામે  FIR પણ કરશે.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર પેજને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે આ પેજના લગભગ 11,000 ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જ્યોતિ મૌર્યની માતાની ધરપકડના દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો એડિટેડ છે. અલગ-અલગ વીડિયોને જોડીને આ વીડિયોને તૈયાર કરવામાં આવ્યો છે. વાયરલ દાવો નકલી છે.

CLAIM REVIEW :

CLAIMED BY :

ફેસબુક પેજ – ઈન્ડિયા 24

FACT CHECK : False

#factcheck #administrative #officer #jyotimauryas #mother #arrested #viral #claimfake

  • Claim Review : SDM જ્યોતિ મૌર્યની માતાની મહિલા પોલીસે કરી ધરપકડ.
  • Claimed By : ફેસબુક પેજ - ઈન્ડિયા 24
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later