Fact Check: Jio નથી આપી રહ્યું RS. 999, ફેક મેસેજ પર વિશ્વાસ ન કરતા

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ટેલિકોમ કંપનીઓની ઓફરના નામે ઘણા ફેક મેસેજ વાયરલ થતા રહે છે. હવે ફરી એકવાર Jioના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરતા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Jio કંપની સાત વર્ષ પૂરા થવા પર 999 રૂપિયા આપી રહી છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. Jioના નામે વાયરલ થઈ રહેલી આ પોસ્ટ ફેક છે. આ પોસ્ટ પહેલા પણ એક વખત વાયરલ થઈ ચૂકી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ Deco Logyએ 13 મેના રોજ એક પોસ્ટ કરતા લખ્યું, 7 વર્ષ પૂરા થવા પર રૂ.999 મફત.

પોસ્ટ પહેલા પણ ઘણી વખત વાયરલ થઈ ચૂકી છે. આને સાચું માનીને ઘણા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહી છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

અમે Jioના નામે ફ્રી રૂપિયા 999ની ઑફર વિશે જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સર્ચ દરમિયાન અમને એક પણ એવા સમાચાર નથી મળ્યા, જે આ દાવાની પુષ્ટિ કરી શકે. તપાસના આગળના તબક્કામાં Jioની સત્તાવાર વેબસાઇટને સ્કેન કરવામાં આવી. વેબસાઇટ પર વાયરલ ઓફર જેવી કોઈ જાણકારી જોવા ન મળી. Jio દ્વારા આવી કોઈ ઓફર આપવામાં આવી હોત તો ચોક્કસપણે વેબસાઈટ પર જોવા મળી હોત.

તપાસને આગળ વધારતા Jioના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં શોધવાનું શરૂ કર્યું. અહીં પણ વાયરલ પોસ્ટને સાચી સાબિત કરે એવી કોઈ માહિતી મળી નથી.

રિલાયન્સ Jio ઈન્ફોકોમ લિમિટેડના કોર્પોરેટ કોમ્યુનિકેશનના વાઇસ પ્રેસિડેન્ટે વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું કે વાયરલ પોસ્ટમાં કોઈ સત્યતા નથી. ગ્રાહકો આવા મેસેજ પર વિશ્વાસ ન કરે.

સાવચેત રહો, આવી લિંક્સ પર ક્લિક ન કરો
વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ ઘણી વખત આવા ફેક મેસેજની તપાસ કરી ચૂક્યું છે. આ મેસેજનો મુખ્ય હેતુ તમારી માહિતી ચોરી કરવાનો હોય છે. સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલનું કહેવું છે કે, સાયબર ક્રાઈમ કરનાર છેતરપિંડી કરવા માટે નવા-નવા રસ્તા શોધી રહ્યા છે. તેઓ લોકોને ઓફર્સની લાલચ આપે છે અને તેમનો પર્સનલ ડેટા ચોરી લે છે. આપણે આ રીતે ઉતાવળમાં કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આપણી સેફ્ટી આપણા હાથમાં છે. જો કોઈ કંપની આવી ઑફર્સ આપશે, તો તે તેના સોશિયલ મીડિયા અથવા વેબસાઇટ પર તેના વિશેની માહિતી ચોક્કસપણે આપશે. આપણે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ. કોઈપણ જગ્યાએ તમારી માહિતી ન આપો. તેનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે. આવી પોસ્ટની ફરિયાદ કરો.

અંતે જ્યારે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ એકાઉન્ટ જ ફેક છે. ફેસબુક પેજ Deco Logy પર ઓસ્ટ્રેલિયાનું લોકેશન આપવામાં આવ્યું છે. તેને 50 લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ 2 ડિસેમ્બર 2021ના રોજ બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: Jioના નામે વાયરલ મેસેજ ફેક નીકળ્યો. Jio દ્વારા આવી કોઈ ઓફર આપવામાં આવી રહી નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ