Fact Check : આર્મી વેલ્ફેરના એકાઉન્ટની માહિતીને નકલી દાવાઓ સાથે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે શેર
- By: Pragya Shukla
- Published: Feb 8, 2023 at 08:48 PM
નવી દિલ્હી, વિશ્વાસ ન્યૂઝ: સોશિયલ મીડિયા પર એક બેંક એકાઉન્ટની વિગતો ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને શેર કરી લોકોને દરરોજ એક રૂપિયો દાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારના સૂચન પર ગઈકાલની કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ભારતીય સેના માટે આ બેંક ખાતું ખોલાવ્યું છે. આ ખાતામાં આવનાર પૈસાનો ઉપયોગ અર્ધલશ્કરી દળો માટે શસ્ત્રો ખરીદવામાં કરવામાં આવશે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. આ પોસ્ટ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવાઓ સાથે વાયરલ થઈ રહી છે. અમે ભૂતકાળમાં પણ સમાન દાવાઓની હકીકત તપાસી છે. આ બેંક એકાઉન્ટ તાજેતરમાં ખોલવામાં આવ્યું નથી, સરકારે ઘણા વર્ષો પહેલા જવાનોના પરિવારની મદદ કરવા માટે ખોલ્યું હતું. તેને અક્ષય કુમાર સાથે કોઈ સંબંધ નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર પ્રદીપ ભુટોરિયાએ વાયરલ પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે- સુપરસ્ટાર અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારનો વધુ એક સારો નિર્ણયઃ *…….. માત્ર એક રૂપિયાનું દૈનિક યોગદાન, તે પણ ભારતીય સેના માટે. ગઈકાલે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ભારતીય સેનાના આધુનિકીકરણ અને યુદ્ધમાં ઈજાગ્રસ્ત અથવા શહીદ થયેલા સૈનિકો માટે બેંક ખાતું ખોલાવ્યું હતું. જેમાં દરેક ભારતીય પોતાની પસંદગીની કોઈપણ રકમ દાન કરી શકે છે. જે રૂ.1 થી શરૂ થાય છે અને અમર્યાદિત છે. આ પૈસાનો ઉપયોગ સેના અને અર્ધલશ્કરી દળો માટે હથિયાર ખરીદવા માટે પણ કરવામાં આવશે. મન કી બાત અને ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ પરના લોકોના સૂચનો અને આજની જ્વલંત પરિસ્થિતિ અંગે અંતિમ નિર્ણય લેતા, મોદી સરકારે નવી દિલ્હીમાં આર્મી વેલ્ફેર ફંડ બેટલ કેઝ્યુઅલ ફંડ એકાઉન્ટ *કેનરા બેંક* ખોલ્યું છે. આ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારનો માસ્ટર સ્ટ્રોક છે. જ્યાંથી ભારતને સુપર પાવર બનતા કોઈ રોકી નહીં શકે. જો ભારતની 130 કરોડની વસ્તીના 70% લોકો પણ દરરોજ આ ફંડમાં માત્ર એક રૂપિયો ફાળો આપે તો તે એક રૂપિયો એક દિવસમાં 100 કરોડ થઈ જશે. 30 દિવસમાં 3000 કરોડ અને એક વર્ષમાં 36000 કરોડ. 36,000 કરોડ પાકિસ્તાનનું વાર્ષિક સંરક્ષણ બજેટ પણ નથી. આપણે મોજશોખ માટે રોજના 100 કે 1000 રૂપિયા ખર્ચીએ છીએ, પરંતુ જો આપણે સેના માટે એક રૂપિયો આપીશું તો ભારત ચોક્કસ સુપર પાવર બની જશે. તમારા પૈસા સીધા જ સંરક્ષણ મંત્રાલયના આર્મી રિલીફ અને બેટલ કેઝ્યુઅલ્ટી ફંડમાં જમા કરવામાં આવશે. જે લશ્કરી સામગ્રી અને લશ્કરના જવાનો માટે ઉપયોગી થશે. તો મોદીજીના આ અભિયાનમાં જોડાઓ અને સેનાને સીધી મદદ કરો. હાય હાય પાકિસ્તાન, રસ્તા રોકો અને બયાનબાજી કરવાથી કંઈ નહીં થાય. પીએમ મોદી અને દેશની જનતાની વિચારસરણી પર અમલ કરો અને દેશની સેનાને મજબૂત કરો. જેથી પાકિસ્તાન અને ચીન જેવા દેશો અન્ય કોઈ દેશની મદદ વગર પોતાની સ્થિતિ જણાવી શકે. બેંક વિગતો નીચે આપેલ છે. બેંક વિગતો: કેનેરા બેંક* ખાતાનું નામ: આર્મી વેલ્ફેર ફંડ વોર કેઝ્યુઅલ્ટી એસી નંબર: * 90552010165915 IFSC કોડ:: SYNB0009055 સાઉથ એક્સટેન્શ બ્રાન્ચ, નવી દિલ્હી *આ મેસેજને દરેક જગ્યાએ ફેલાવો જેથી તમામ 130 કરોડ ભારતીયો તેમની ફરજો વિશે જાણી શકે. તમામ જૂથ અને વ્યક્તિગત નંબર પર પણ મોકલો. જય હિન્દ, વંદે માતરમ, જય જય શ્રી રામ.
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ. આ પોસ્ટને સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ સમાન દાવાની સાથે શેર કરી રહ્યાં છે.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને દાવા સાથે જોડાયેલ કોઈ વિશ્વસનીય સમાચાર પ્રાપ્ત નથી થયા. તપાસને આગળ વધારતા અમે અન્ય કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને દાવા સંબંધિત એક ટ્વિટ ભારતીય સેનાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મળ્યું. ભારતીય સેનાએ 2 સપ્ટેમ્બર 2016ના રોજ સ્પષ્ટતા જારી કરીને જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલી બેંક વિગતો આર્મી વેલ્ફેર બેટલ કેઝ્યુઅલ્ટી નામના બેંક ખાતાની છે. સરકારે આ બેંક ખાતાને ભારતીય સેનાના જવાનો માટે દાન એકત્ર કરવા માટે ખોલ્યું છે.
આના દ્વારા સરકાર યુદ્ધમાં ઈજાગ્રસ્ત અથવા શહીદ થયેલ સૈનિકોના પરિવારની મદદ કરશે.
તપાસ દરમિયાન અમને 17 ઓકટોમ્બર 2016ના રોજ સરકાર દ્વારા જારી એક પ્રેસ રિલીઝ મળી. પ્રેસ રિલીઝમાં પણ બેંક ડિટેલને લઈને આ જ જાણકારી આપવામાં આવી છે.
વધુ માહિતી માટે અને આર્મી PRO સુધીર ચમોલીનો સંપર્ક કર્યો. તેઓએ અમને વાયરલ દાવો ભ્રામક જણાવ્યો.
અમે પહેલા પણ આ દાવાનો ફેક્ટ ચેક કર્યો છે. આ ફેક્ટ ચેક તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યૂઝર્સની પ્રોફાઈલને અમે સ્કેન કરી. અમને જાણવા મળ્યું કે યૂઝરને ફેસબુક પર 1000થી વધારે ફોલો કરે છે. યૂઝર ફેસબુક પર મે 2011થી સક્રિય છે. યૂઝરની પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર ગ્રેટર નોઈડાનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં ભારતીય સેનાના નામે વાયરલ થયેલો દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ દાવાઓ સાથે વાયરલ થઈ રહી છે. અમે અગાઉ પણ આવા જ દાવાઓની હકીકત તપાસ કરી હતી. આ બેંક એકાઉન્ટ તાજેતરમાં ખોલવામાં આવ્યું નથી, સરકારે ઘણા વર્ષો પહેલા આર્મીના પરિવારની મદદ માટે ખોલ્યું હતું. તેનું અક્ષય કુમાર સાથે કોઈ લેવાદેવા નથી.
- Claim Review : અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારે ભારતીય સેના માટે બેંક ખાતું ખોલાવ્યું છે.
- Claimed By : ફેસબુક યુઝર અશોક સક્સેના
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.