X
X

Fact Check: ઈન્ડિયાનું કોઈ ફૂલ ફોર્મ નથી, વાયરલ દાવો નિકળ્યો ખોટો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયાનું ફૂલ ફોર્મ ‘Independent Nation Declared In August’ છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ મેસેજમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ઈન્ડિયાનું કોઈ ફૂલ ફોર્મ નથી. આ નામ સંસ્કૃત અને ફારસી શબ્દ ‘ઇન્ડસ’ પરથી આવ્યું છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર મનોજ પાંડેએ 18 જુલાઈના રોજ વાયરલ પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું. INDIA નામ તો અંગ્રેજોની ભેટ છે જેનો અર્થ છે INDEPENDENT NATION DECLARED IN AUGUST

ફેસબુક પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચની મદદ લીધી. બ્રિટાનિકા ઇનસાયક્લોપીડિયાથી જાણવા મળ્યું કે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ 1947 પહેલા પણ ઘણા સત્તાવાર બ્રિટિશ દસ્તાવેજોમાં મળ્યો. અહીં સુધી કે આઝાદીના 89 વર્ષ પહેલા 1858માં આવેલ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટમાં પણ ઈન્ડિયા નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ગૂગલ પર કીવર્ડ સર્ચ કરવા પર પણ અમને ક્યાંય ઈન્ડિયાનું ફૂલ ફોર્મ નથી મળ્યું. હવે અમે શોધ્યું કે ઈન્ડિયા નામ ક્યાંથી લેવામાં આવ્યું છે. ગૂગલ સર્ચ દરમિયાન બાયજૂ (BYJU)ની વેબસાઇટ પર અમને એક સવાલ મળ્યો. તેમાં પૂછવામાં આવ્યું કે ઈન્ડિયા શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ. તેમાં જણાવવામાં આવ્યું કે ‘ઈન્ડિયા’ શબ્દ  ‘ઇન્ડસ’ શબ્દ પરથી આવ્યો છે, જેને સંસ્કૃતમાં ‘સિંધુ’ કહેવામાં આવે છે. ગ્રીક અને ઈરાનીઓ તેને ‘હિન્ડોસ’ અથવા ‘ઇન્ડોસ’ કહ્યું જેનો અર્થ સિંધુ નામની નદીની પૂર્વની જમીન છે. ભારત નામનો પ્રયોગ ઉત્તર-પશ્ચિમમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવતો હતો. બાદમાં તેનો પ્રયોગ ભારત દેશ માટે થવા લાગ્યો. તેને અહીં વાંચી શકાય છે.

જાગરણ જોશના એક લેખમાં જણાવવામાં આવ્યું કે ઈન્ડિયા નામ ઇન્ડસ પરથી લેવામાં આવ્યું છે, જે જૂના ફારસી શબ્દ હિંદુજ પરથી પડ્યું છે અને પછીનું સંસ્કૃત શબ્દ સિંધુ પરથી પડ્યું છે, જે સિંધુ નદી માટે હતું.

અમે એકવાર અગાઉ પણ આવા જ દાવાની તપાસ કરી હતી. તે સમયે અમે આ વિષય પર જાણીતા ઇતિહાસકાર અને લેખક અક્ષય જોગ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું, “આ પોસ્ટ બિલકુલ ખોટી છે. ઈન્ડિયા નામ સિંધુ ઘાટી (Indus) પરથી પડ્યું છે.”

અગાઉની તપાસને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતે વાયરલ દાવાને શેર કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક યુઝર મનોજ પાંડેના સોશિયલ સ્કેનિંગમાં જાણવા મળ્યું કે યુઝર કાનપુરનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. ઈન્ડિયાનું કોઈ ફૂલ ફોર્મ નથી. આ નામ સંસ્કૃત અને ફારસી શબ્દ ‘ઇન્ડસ’ પરથી લેવામાં આવ્યું છે.

  • Claim Review : INDIA નામ તો અંગ્રેજોની ભેટ છે જેનો અર્થ છે INDEPENDENT NATION DECLARED IN AUGUST
  • Claimed By : ફેસબુક યુઝર મનોજ પાંડે
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later