નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): શાહરૂખ ખાન અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. એમાં એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘પઠાણ’ ફિલ્મ હિટ થયા બાદ શાહરૂખ અને સલમાન ખાન બાગેશ્વર ધામ પહોંચ્યા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ફેક છે. ખુદ બાગેશ્વર ધામે જ આ પોસ્ટને ફેક ગણાવી છે. શાહરૂખ અને સલમાન ખાન ત્યાં ગયા નથી.
ફેસબુક યુઝર Pratham Arora (આર્કાઇન લિંક)એ 11 ફેબ્રુઆરીએ યુટ્યુબની લિંક શેર કરતાં લખ્યું, પઠાણ હિટ થતાં જ બાગેશ્વર ધામ પહોંચ્યા શાહરૂખ અને સલમાન ખાન
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા YouTube વીડિયોને ધ્યાનથી જોયો. એમાં દાવો કરવામાં આવ્યો છે, ‘પઠાણ ફિલ્મ હિટ થયા બાદ શાહરૂખ ખાન બાગેશ્વર ધામ પહોંચ્યા. ત્યાં તેમણે બાલાજી મહારાજનો આભાર માન્યો. આ પહેલા અમિતાભ બચ્ચન પણ બાગેશ્વર ધામ ગયા હતા.’
વીડિયોના થંબનેલ ઈમેજને અમે ગૂગલ રિવર્સ ઈમેજ સાથે સર્ચ કર્યુ. આ ત્રણ તસવીરને મર્જ કરીને બનાવવામાં આવી છે. આમાં સલમાન ખાનની એક તસવીર બજરંગી ભાઈજાન ફિલ્મની છે. 18 જૂન 2015ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચારમાં આ તસવીર જોઈ શકાય છે. તેના કેપ્શનમાં લખ્યું છે, Salman Khan is seen matching steps with a number of children and professional dancers in the song (ગીતમાં સલમાન ખાન ઘણા બાળકો અને પ્રોફેશનલ ડાન્સર્સની સાથે સ્ટેપ્સ મેચ કરતા જોવા મળી રહ્યા છે). સમાચાર અનુસાર, સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ના ઓફિશિયલ ટ્રેલરને 18 જૂન 2015ના રોજ સાંજે 5 વાગ્યે સુપરસ્ટાર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. આ પછી ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે.
પૂજા કરતા સલમાન ખાનની તસવીર સાથે મળતો ફોટો અમને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા ઇન્ડિયન એક્સપ્રેસ પર મળ્યો. 19 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રકાશિત ફોટો ગેલેરીમાં જોઈ શકાય છે. તેના કેપ્શનમાં લખ્યું છે, સલમાન ખાન ભગવાન ગણપતિની આરતી કરી રહ્યા છે. થંબનેલમાં ત્રીજી તસવીર ધીરેન્દ્ર શાસ્ત્રીની છે.
આ પછી અમે કીવર્ડ્સ સાથે આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું, પરંતુ આવા કોઈ સમાચાર કોઈ પણ ભરોસાપાત્ર મીડિયા વેબસાઇટ પર નથી મળ્યા. જો સલમાન ખાન અને શાહરૂખ ખાન બાગેશ્વર ધામ ગયા હોત તો આ સમાચાર મીડિયામાં ચોક્કસ આવ્યા હોત.
અમે શાહરૂખ ખાનના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ્સ પણ તપાસ્યા, પરંતુ આવી કોઈ પોસ્ટ નથી મળી.
સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ , ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ્સ પર પણ અમને આવી કોઈ પોસ્ટ નથી મળી, જેનાથી આ દાવાની પુષ્ટી થઈ શકે.
તેની વધુ પુષ્ટિ માટે અમે બાગેશ્વર ધામના પીઆરઓ અંકુર યાદવ સાથે વાત કરી. તેમનું કહેવું છે, ‘આ બધું ફેક છે. સલમાન અને શાહરૂખ ખાન અહીં નથી આવ્યા.’
આ પહેલા પીએમ મોદીના બાગેશ્વર ધામ જવાનો દાવો પણ વાયરલ થયો હતો. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો હતો. સંપૂર્ણ રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝર ‘પ્રથમ અરોરા’ની પ્રોફાઈલને અમે સ્કેન કરી. તે અનુસાર યુઝર કેલિફોર્નિયામાં રહે છે. તે મે 2022થી ફેસબુક પર સક્રિય છે.
નિષ્કર્ષઃ ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ થયા બાદ શાહરૂખ અને સલમાન ખાનના બાગેશ્વર ધામ પહોંચ્યા હોવાનો દાવો ફેક છે. ખુદ બાગેશ્વર ધામે જ આ દાવાને ખોટો ગણાવ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923