Fact Check: રિલાયન્સે લૉન્ચ નથી કર્યો Jio 3 5G મોબાઈલ, ફેક છે મેસેજ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Reliance Jio 3, 5G ફોન લૉન્ચ થઈ ગયો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. Jioએ હજુ સુધી આ ફોનને લૉન્ચ કર્યો નથી. તેને લઈને કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સોનમ રાજપૂતે 5 ફેબ્રુઆરીના રોજ એક પોસ્ટમાં દાવો કર્યો કે Jio Phone 3 લૉન્ચ થઈ ગયો છે. પોસ્ટમાં બે તસવીરોનો ઉપયોગ કરી અંગ્રેજીમાં લખ્યું છે, ‘Jio phone 3 5G ₹1500 price online booking karna hai to call me 7073339335’

આ તસવીરને સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ સમાન દાવાની સાથે શેર કરી રહ્યાં છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા જિયોની વેબસાઇટ પર આ મોબાઈલ ફોન વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે Jio એ અત્યાર સુધી ફક્ત બે જ મોબાઈલ લૉન્ચ કર્યા છે. આ ફોનના નામ Jio Phone અને Jio Phone Next છે. અમને વેબસાઈટ પર Jio Phone 3 અથવા 5G ફોન વિશે કોઈ માહિતી નથી મળી .

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રાન્કો વિલિયમ સાથે વાત કરી. તેમણે વિશ્વાસ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે Jioના નામે આવા મેસેજ ઘણા વાયરલ થતા રહે છે. આમાં કોઈ સત્યતા નથી. Jioનો 5G ફોન હજુ સુધી લૉન્ચ નથી થયો.

તપાસના અંતિમ તબક્કામાં ફેસબુક યુઝર સોનમ રાજપૂતનું સોશિયલ સ્કેનીંગ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. તેના એકાઉન્ટને 800થી વધુ લોકો ફોલો કરે છે.

Jioને લઈને પહેલા પણ ઘણી વખત ફેક પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે Jio દ્વારા 10,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવી રહ્યું છે. તેની તપાસને અહીં વાંચો.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે Jio 3, 5G લૉન્ચના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે. કંપનીએ હજુ સુધી આ ફોન લૉન્ચ કર્યો નથી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ