વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફિલ્મ ઈમરજન્સીના નામે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ વીડિયો વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નો છે, જેની એક ક્લિપને કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીના દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) સોશિયલ મીડિયા પર એક વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર છે. વીડિયોમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતી જોવા મળી રહી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ વીડિયો વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નો છે, જેની એક ક્લિપને કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીના દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
ફેસબુક યુઝર ‘વિશાલ ફોજદાર સુનસુનવાલ’એ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “કોંગ્રેસ પાર્ટી કે કારનામો પર બની ફિલ્મ ઇમરજન્સી કા ટ્રેલર જારી હુઆ જબ પુરે દેશ કો બંધક બના લિયા ગયા થા જો આજકલ કોંગ્રેસ પાર્ટી કહતે ફિર રહી હૈ લોકતંત્ર ખતરે મેં હૈ.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ વીડિયો ક્લિપ 7 મિનિટની છે, જ્યારે સામાન્ય રીતે કોઈ ફિલ્મનું ટ્રેલર 3થી 4 મિનિટનું હોય છે. વાયરલ વીડિયોમાં એક જ સીનને દેખાડવામાં આવ્યો છે, જ્યારે ટ્રેલરમાં સામાન્ય રીતે શરૂઆતથી લઈને અંત સુધી ફિલ્મના કેટલાક ભાગને બતાવવામાં આવે છે. આના પરથી લાગે છે કે વાયરલ ક્લિપ કોઈ ફિલ્મનું ટ્રેલરની નથી.
તપાસને આગળ વધારતા અમે વીડિયોના ઘણા કીફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઈમેજીસ દ્વારા સર્ચ કર્યા. આ સમય દરમિયાન અમને આખો વીડિયો ઓલ ઇન વન મૂવી નામની એક YouTube ચેનલ પર મળ્યો. વીડિયોને 22મે 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, “વીડિયો વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનો છે.” વાયરલ વીડિયોવાળા ભાગને 25.43 મિનિટથી જોઈ શકાય છે.
ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ વિશે જાણવા માટે અમે મૂવીઝ રેટિંગ અને રિવ્યૂની વેબસાઈટ ‘IMDB’ પર જઈને તેના વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, “આ ફિલ્મ 24મે 2019ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા વિવેક ઓબેરોયે ભજવી હતી.”
સોશિયલ મીડિયા સર્ચ દરમિયાન અમને મણિકર્ણિકા નામની એક યુટ્યુબ ચેનલ પર કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનું ટીઝર મળ્યું. વીડિયોને 24 જૂન 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં અમને આ સીન જોવા ન મળ્યો.
વધુ જાણકારી માટે અમે વરિષ્ઠ પત્રકાર (Senior Entertainment Journalist) પરાગ છાપેકર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “વીડિયો વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’નો છે.”
છેલ્લે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર દિલ્હીનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફિલ્મ ઈમરજન્સીના નામે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ વીડિયો વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નો છે, જેની એક ક્લિપને કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીના દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923