Fact Check: PM મોદીના ભાષણની સાથે છેડછાડ કરીને કરાયું વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે, પીએમ મોદીના ભાષણની સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયોને બનાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે. તેમાંથી કોંગ્રેસ શબ્દને હટાવીને ભાજપ ઉમેરીને વાયરલ વીડિયો તૈયાર કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
- By: Ashish Maharishi
- Published: Apr 29, 2024 at 02:53 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભા ચૂંટણી માટે પહેલા અને બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓને એવું કહેતા સાંભળી શકાય છે કે ભાજપ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે.
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી. આ ફેક સાબિત થયો. રાજસ્થાનની એક સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે. તે જ વીડિયોની સાથે છેડછાડ કરીને વાયરલ ક્લિપ બનાવવામાં આવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
એક્સ હેન્ડલ ‘મંગલારામ બિશ્નોઈ’એ 21 એપ્રિલે એક વીડિયોને પોસ્ટ કરતા દાવો કર્યો કે, “ભાજપ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે: મોદી .”
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરવાનું શરૂ કર્યું. અસલી વીડિયો અમને નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. તેને 21 એપ્રિલે લાઈવ કરવામાં આવ્યો હતો. તે સમયે પીએમ મોદી રાજસ્થાનના જાલોરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. વીડિયોના 17:40 મિનિટ પર પીએમ મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “દેશભક્તિમાં ડૂબેલા રાજસ્થાનને ખબર છે કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત બનાવી જ નહીં શકે.”
આ વીડિયોમાંથી 14 સેકન્ડની ક્લિપ એડિટ કરીને કોંગ્રેસને બદલે ભાજપને ઉમેરવામાં આવ્યું છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં ગૂગલ ઓપન સર્ચ ટૂલની મદદ લીધી. સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરતા અમને NDTVની વેબસાઇટ પર એક સમાચાર મળ્યા. તેને 21 એપ્રિલે અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં પીએમ મોદીના ભાષણને સાંભળી શકાય છે. તેમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત બનાવી જ નહીં શકે. આ સમાચાર અહીં વાંચો.
સર્ચ દરમિયાન ઓરિજનલ વીડિયો અમને ‘આજ તક’ની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. તેને શોર્ટ વીડિયો તરીકે અપલોડ કરવામાં આવ્યો હતો. 21 એપ્રિલના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં પીએમ મોદીને એમ કહેતા સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા રાજસ્થાનના દૈનિક જાગરણના વરિષ્ઠ સંવાદદાતા નરેન્દ્ર શર્મા સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટની લિંક શેર કરી. તેમણે જણાવ્યું કે, “PM મોદીએ જાલોરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે. તે જ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ ફેક છે.”
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે, પીએમ મોદીના ભાષણની સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયોને બનાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે. તેમાંથી કોંગ્રેસ શબ્દને હટાવીને ભાજપ ઉમેરીને વાયરલ વીડિયો તૈયાર કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
- Claim Review : પીએમ મોદીએ કહ્યું કે ભાજપ ક્યારેય પણ મજબૂત ભારત નહીં બનાવી શકે.
- Claimed By : એક્સ હેન્ડલ મંગલરામ બિશ્નોઈ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.