Fact Check : PM મોદીના ભાઈના પત્ની ભગવતીબેનનું વર્ષ 2019માં જ થઈ ચૂક્યું છે નિધન, ભ્રામક પોસ્ટ વાયરલ
વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ આ દાવાની તપાસ કરી હતી. વાસ્તવમાં પીએમ મોદીના ભાઈના પત્નીનું નિધન 2019માં જ થઈ ચૂક્યું છે. વર્ષ 2019માં અમદાવાદમાં હાર્ટ એટેકથી ભગવતીબેનનું નિધન થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ ભ્રામક છે.
- By: Ashish Maharishi
- Published: May 21, 2024 at 12:08 PM
નવી દિલ્હી (Vishvas News)દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ ભગવતીબેનનું અમદાવાદમાં નિધન થયું છે.
વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ આ દાવાની તપાસ કરી હતી. વાસ્તવમાં પીએમ મોદીના ભાઈના પત્નીનું નિધન 2019માં જ થઈ ચૂક્યું છે. વર્ષ 2019માં અમદાવાદમાં હાર્ટ એટેકથી ભગવતીબેનનું નિધન થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ ભ્રામક છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર જગદીશ પટેલ અવધેશે 15 મેના રોજ એક ફોટો પોસ્ટ કરતા દાવો કર્યો કે, “માનનીય વડાપ્રધાન મોદી જીના ભાઈ શ્રી પ્રહલાદ મોદીજીના ધર્મપત્ની શ્રીમતી ભગવતીબેન મોદીનું ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીમારીના કારણે અવસાન થયું. દિયર વડાપ્રધાન છે અને ભાભીની બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આવો દેશભક્ત પરિવાર ક્યાં મળશે? ભગવાન તેમના આત્માને શાંતિ આપે: ઓમ શાંતિ:
ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર તેને વાયરલ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝ વર્ષ 2020માં વાયરલ દાવાની તપાસ કરી ચૂક્યું છે. આ માટે અમે સૌથી પહેલા ‘નરેન્દ્ર મોદીના ભાભીનું નિધન’ કીવર્ડ ટાઈપ કર્યો અને ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. સર્ચ દરમિયાન અમને પીએમ મોદીના ભાભી ભગવતી બેનના નિધનના ઘણા જૂના સમાચાર મળ્યા.
Patrika.com પર 1 મે 2019ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનનું નિધન થયું છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. બેચેની બાદ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને પહેલેથી જ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિતની અન્ય બીમારીઓ હતી. તમે આ સમાચારને અહીં વાંચી શકો છો.
સર્ચ દરમિયાન Jagran.com પર પણ એક સમાચાર મળ્યા. 9 મે 2019ના રોજ પ્રકાશિત આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ભગવતી બેનની અસ્થિને ધાર્મિક વિધિઓ બાદ ગંગામાં વિસર્જિત કરવામાં આવી. મેહુલ મોદીએ બ્રહ્મકુંડમાં માતાની અસ્થિઓનું વિસર્જન કર્યું. તમે અહીં આ સમાચાર વાંચી શકો છો.
વિશ્વાસ ન્યૂઝે અગાઉની તપાસ દરમિયાન પ્રહલાદ મોદી સાથે વાત કરી હતી. જાણકારી આપતાં તેમણે કહ્યું હતું કે તેમના પત્નીનું વર્ષ 2019માં જ નિધન ચૂક્યું છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતે ફેસબુક યુઝર્સનું સોશિયલ સ્કેનીંગ કર્યું. જગદીશ પટેલ અવધેશને ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર મધ્ય પ્રદેશમાં રહે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ આ દાવાની તપાસ કરી હતી. વાસ્તવમાં પીએમ મોદીના ભાઈના પત્નીનું નિધન 2019માં જ થઈ ચૂક્યું છે. વર્ષ 2019માં અમદાવાદમાં હાર્ટ એટેકથી ભગવતીબેનનું નિધન થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ ભ્રામક છે.
- Claim Review : માનનીય વડાપ્રધાન મોદીજીના ભાઈ શ્રી પ્રહલાદ મોદીજીના પત્ની શ્રીમતી ભગવતીબેન મોદીનું ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીમારીથી અવસાન થયું.
- Claimed By : FB User- jagdish patel jagdish
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.