Fact Check: સુદર્શન સેતુથી દરિયામાં બોટ પર બેઠેલા લોકોનું અભિવાદન કરી રહ્યા હતા PM મોદી, વાયરલ વીડિયો એડિટેડ

ગુજરાતના પ્રવાસ દરમિયાન સુદર્શન સેતુથી દરિયાનું અભિવાદન કરવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો ક્લિપ એડિટેડ અને ઓલ્ટર્ડ છે, જેને ચૂંટણી દુષ્પ્રચારના ઈરાદાથી શેર કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં દ્વારકા અને રાજકોટના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવાની સાથે ઘણા અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમના આ પ્રવાસ સાથે સંબંધિત સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે સુદર્શન સેતુ પરથી દરિયા તરફ હાથ હલાવ્યો, જ્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતી.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે અને તેની સાથે વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ એડિટેડ છે, જેને એડિટ કરીને બ્લર કરી દેવામાં આવી છે. ઓરિજિનલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી દરિયામાં હાજર બોટ પર સવાર લોકોનું અભિવાદન કરી રહ્યાં છે અને બોટ પર સવાર લોકો પણ હાથ હલાવીને તેમના અભિવાદનનો જવાબ આપી રહ્યાં છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘Sartaz Aimim Jharkhand’એ વાયરલ વીડિયો ક્લિપ (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું કે, “સાહેબ જી કોને જોઈને હાથ હલાવી રહ્યા હતા?”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયો ક્લિપને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

વાયરલ વીડિયો ક્લિપ થોડી સેકન્ડ લાંબી અને અસ્પષ્ટ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરિયાની તરફ હાથ હલાવતા જોવા મળી રહ્યા છે. ન્યૂઝ સર્ચમાં મળેલા રિર્પોટ્સ અનુસાર, વડાપ્રધાન મોદીએ તેમના બે દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું.

વાયરલ વીડિયો ક્લિપ સુદર્શન સેતુના ઉદ્ઘાટનની છે. નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુ-ટ્યુબ ચેનલ પર પણ તેમની આ યાત્રાનો વીડિયો ઉપલબ્ધ છે. આમાં 0.53 સેકન્ડની ફ્રેમમાં જોવા મળી રહેલા વિઝ્યુલ વાયરલ વીડિયો ક્લિપ સાથે મેળ ખાય છે

સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, તેઓ ખાલી દરિયાની તરફ હાથ નથી દેખાડી રહ્યા, પરંતુ પુલની પાસે હાજર બોટ પર બેઠેલા લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને બદલામાં બોટ પર બેઠેલા લોકો પણ હાથ હલાવીને તેમના અભિવાદનનો જવાબ આપી રહ્યા છે.

ઘણા અન્ય વીડિયો રિપોર્ટ્સમાં પણ આ દ્રશ્યને જોઈ શકાય છે.

‘સુદર્શન સેતુ’ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે, જેની લંબાઈ 2.32 કિલોમીટર છે. આ પુલ ઓખાને બેટ દ્વારકા સાથે જોડે છે.

વાયરલ વીડિયોને લઈને અમે ગુજરાતી જાગરણના ડેપ્યુટી એડિટર રાજેન્દ્રસિંહ પરમાર સાથે સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે અને આ દાવો ખોટો છે કે પીએમ ખાલી દરિયા તરફ હાથ બતાવી રહ્યા હતા. વાસ્તવમાં ત્યાં બોટમાં લોકો હતા, જેમનું પીએમ મોદીએ અભિવાદન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર ખોટા દાવાની સાથે વીડિયોને શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ ત્રણ હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: ગુજરાતના પ્રવાસ દરમિયાન સુદર્શન સેતુથી દરિયાનું અભિવાદન કરવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો ક્લિપ એડિટેડ અને ઓલ્ટર્ડ છે, જેને ચૂંટણી દુષ્પ્રચારના ઈરાદાથી શેર કરવામાં આવી રહી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ