Fact Check: રિહાનાની સાથે બેઠેલા PM મોદીની આ તસવીર છે ફેક, એડિટિંગની મદદથી કરાઈ છે તૈયાર
- By: Pragya Shukla
- Published: Jul 15, 2023 at 01:08 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) : પીએમ મોદીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન એલન મસ્ક સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત કરી. તેમના અમેરિકાના પ્રવાસની સાથે જોડીને પોપ સ્ટાર રિહાનાની તરફ જોઈ રહેલા પીએમ મોદીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ તસવીરને સાચી માનીને શેર કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને એડિટ કરવામાં આવી છે. પીએમ મોદીની અસલી તસવીર દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા વેપારીઓના એક કાર્યક્રમની છે. અસલી તસવીરમાં પીએમ મોદી રિહાનાને નહીં, પરંતુ એક ખાલી ખુરશીની તરફ જોઈ રહ્યા છે. પીએમ મોદી અને રિહાનાએ એક મંચ શેર નથી કર્યું. બે અલગ-અલગ ઘટનાઓની તસવીરોને એડિટિંગની મદદથી એક સાથે જોડીને બનાવવામાં આવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર ‘તાન્યા ઘોષ’એ 20 જૂન, 2023ના રોજ વાયરલ તસવીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “એટલા માટે જ ભક્તોને કહ્યું હતું… RSS શાખામાં ન જાઓ જ્યાં જીવન એક મજાકમાં ફેરવાઈ જાય છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ફોટોને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યો. અમને ગેટ્ટી ઈમેજીસની વેબસાઈટ પર રિહાનાની વાયરલ તસવીર મળી. આ તસવીરને 28 ફેબ્રુઆરી 2017ના રોજ શેર કરવામાં આવી હતી. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, રિહાનાને હાર્વર્ડ યુનિવર્સિટીમાં હ્યુમેનિટેરિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, જેમાં તે ગ્રે ડ્રેસ પહેરીને આવી હતી.
અમને બીજી ઘણી વેબસાઈટ પર રિહાનાની તસવીરો મળી.
પીએમ મોદીની તસવીરનું સત્ય જાણવા માટે અમે તેમના ફોટોને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યો. અમને વાયરલ તસવીર જેવી જ ઘણી તસવીરો ગેટ્ટી ઈમેજીસ, પ્રો કેરલ અને ધ પ્રિન્ટની વેબસાઈટ પર મળી. રિપોર્ટને 19 એપ્રિલ 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પીએમ મોદીએ તત્કાલીન કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ સાથે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વેપારીઓના એક સંમેલનમાં હાજરી આપી હતી.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પણ અસલી તસવીરને શેર કરી છે.
બંને તસવીરોની વચ્ચેની સરખામણીને તમે અહીં જોઈ શકો છો. પીએમ મોદીના કપડા બંને તસવીરોમાં સરખા જ છે. સાથે જ પીએમ મોદી જે ખુરશી પર બેઠા છે તે ખુરશી પણ આવી જ છે.
વધું જાણકારી માટે અમે ભાજપના પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો, જેઓએ દાવાને ખોટો અને તસવીરને એડિટેડ જણાવી છે.
અંતમાં અમે તસવીરને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર ઓક્ટોબર 2021થી સક્રિય છે. યુઝરને 4881 લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદી અને રિહાનાની વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. પીએમ મોદીની અસલી તસવીર દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા વેપારીઓના એક કાર્યક્રમની છે. અસલી તસવીરમાં પીએમ મોદી રિહાનાને નહીં, પણ ખાલી ખુરશીની તરફ જોઈ રહ્યા છે. બે અલગ-અલગ ઘટનાઓની તસવીરોને એડિટિંગની મદદથી એક સાથે જોડીને બનાવવામાં આવી છે.
- Claim Review : રિહાના અને પીએમ મોદીની તસવીર
- Claimed By : ટ્વિટર યુઝર 'તાન્યા ઘોષ'
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.