નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાંથી એક તસવીરમાં તેઓને ઘોડા પર સવારી કરતા જોઈ શકાય છે. વડાપ્રધાન મોદી આ તસવીરમાં કાઉબોય લુક કે હેટ લુકમાં જોવા મળી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ તસવીર નકલી હોવાનું જાણવા મળ્યું, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવી છે. આ પહેલા પણ તેમની આવી જ એક તસવીર વાયરલ થઈ હતી, જેને લઈને પણ અમે તપાસ કરી હતી. અમારી તપાસમાં આ તસવીર ફેક હોવાનું સામે આવ્યું હતું.
સોશિયલ મીડિયા યુઝર ‘રણજીત ઠાકુર’ સહિત કેટલાક અન્ય યુઝર્સ (આર્કાઇવ્ડ લિંક)એ આ તસવીરને શેર કરી છે. ટ્વિટર પર પણ કેટલાક યુઝર્સે આ તસવીરને સમાન દાવા સાથે શરે કરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક ગયા હતા અને આ દરમિયાન તેમણે રાજ્યના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલ પરથી તેમની મુલાકાતના વીડિયોને શેર કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન એક અલગ જ પોશાકમાં જોવા મળી રહ્યા છે.
તેમની આ મુલાકાત દરમિયાન તેમણે વાઘની સંખ્યાના આંકડા પણ જાહેર કર્યા હતા.
આ જ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્કર એવોર્ડ મેળવનાર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ’ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના અભિનેતા બોમન અને બેલીની સાથે તે હાથીને પણ મળ્યા હતા.
કોઈ પણ રિપોર્ટમાં અમને વડાપ્રધાન એવા પોશાકમાં જોવા મળ્યા નથી, જેવા કે વાયરલ તસવીરમાં જોવા મળી રહ્યા છે. વાયરલ તસવીરને નજીકથી જોતાં તેમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી. તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથની આંગળીઓ વિચિત્ર જોવા મળી રહી છે અને સાથે જ તસવીરના ઘણા એલિમેન્ટ મશીની પરફેક્શનની સાથે જોવા મળી રહ્યા છે, જેમ કે સામાન્ય રીતે AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવેલી તસવીરોની સાથે હોય છે. મિડજર્ની જેવા ટૂલ્સની મદદથી આવી તસવીરો બનાવવામાં આવે છે.
બીજા કોઈ પણ રિર્પોટમાં અમને વડાપ્રધાન નરેન્દ્રની આ તસવીર મળી નથી. જો વડાપ્રધાન આવા કોઈ કપડામાં જોવા મળ્યા હોત તો આ તસવીર નેશનલ અને સ્થાનિક બંને મીડિયાની હેડલાઈન્સમાં હોત. વાયરલ તસવીરને લઈને અમે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું, “આ તસવીર એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવેલી ફેક તસવીર છે.”
તસવીરને લઈને અમે AI એક્સપર્ટ અંકિત વેંગુર્લેકર સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું, “આ તસવીર AIની મદદથી બનાવવામાં આવી છે.” તેમણે કહ્યું કે તસવીરમાં આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી જોવા મળી રહી છે અને આ AI જનરેટેડ ઈમેજીસની ઓળખ છે.
આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની AI નિર્મિત તસવીરો વાયરલ થઈ હતી, જે વિશ્વાસ ન્યૂઝની તપાસ નકલી હોવાનું સામે આવ્યું હતું, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
વાયરલ તસવીરને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરની પ્રોફાઇલ વિચારધારા વિશેષથી પ્રેરિત છે.
નિષ્કર્ષઃ કાઉબોય કે હેટ લુકમાં જોવા મળી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીર ફેક છે, જેને AI ટૂલની મદદથી દુષ્પ્રચારના ઇરાદાથી તૈયાર કરવામાં આવી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923