Fact Check: PM મોદીએ નથી કર્યું રાષ્ટ્રપતિનું અપમાન, વીડિયોની સાથે કરવામાં આવી છે છેડછાડ

વિશ્વાસ ન્યૂઝે આ ક્લિપની તપાસ કરી. અમને જાણવા મળ્યું કે પીએમ મોદીના ભાષણની સાથે છેડછાડ કરીને વાયરલ ક્લિપ બનાવવામાં આવી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તેને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરીને તેમને આફ્રિકન કહી દીધા.

વિશ્વાસ ન્યૂઝે આ ક્લિપની તપાસ કરી. અમને જાણવા મળ્યું કે પીએમ મોદીના ભાષણની સાથે છેડછાડ કરીને વાયરલ ક્લિપ બનાવવામાં આવી છે. ખરેખર અસલી વીડિયોમાં પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સૈમ પિત્રોડા પર પ્રહાર કરતા પિત્રોડાના નિવેદનની ટીકા કરી હતી. તે જ ભાષણને ચૂંટણી માહોલમાં એડિટ કરીને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર Amardeep Sidharth Goutam એ 21 મેના રોજ પીએમ મોદીની એક વીડિયો ક્લિપ અપલોડ કરી. આ સાથે લખ્યું હતું કે, “દ્રૌપદી મુર્મુ જીબી આફ્રિકન છે દેશના આ વ્યક્તિએ રાષ્ટ્રપતિને આફ્રિકન કહી દીધા. 

વાયરલ ક્લિપમાં પીએમ મોદી એવું કહેતા જોવા મળી રહ્યા છે કે, ”જેમની ચામડીનો રંગ કાળો હોય છે, તે બધા આફ્રિકાના છે. દ્રૌપદી મુર્મુ પણ આફ્રિકન છે અને તેથી તેમની ચમડીનો રંગ કાળો છે. તેઓને હરાવવા જોઈએ.”

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટના કન્ટેન્ટટને અહીં જેમ છે તેમ જ લખ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ ક્લિપની તપાસ માટે ભાજપની યુટ્યુબ ચેનલને સર્ચ કરી. ત્યાં અમે તે વીડિયોને શોધવાનું શરૂ કર્યું, જેમાં પીએમ મોદીએ વાયરલ ક્લિપવાળા કપડાં પહેર્યા હતા. સર્ચ દરમિયાન અમને 8 મે 2024નો એક વીડિયો મળ્યો.

આ વીડિયોમાં 43:45ની ટાઈમલાઈન પછી પીએમ મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મને આજે ખબર પડી કે આ કોંગ્રેસ પાર્ટી દ્રૌપદી મુર્મુ, એક આદિવાસી દીકરી હતા, તેમને હરાવવા માટે શા માટે મેદાનમાં ઉતરી હતી. મને આજે ખબર પડી કે અમેરિકામાં આ શહેજાદાના એક અંકલ રહે છે. આ શહેજાદાના અંકલ તેમના ફિલોસોફર અને ગાઈડ છે.  અને જેવી રીતે ક્રિકેટમાં આજકાલ થર્ડ અમ્પાયર હોય છે, કોઈ કન્ફ્યૂઝન હોય તો થર્ડ અમ્પાયરને પૂછે છે. તેવી જ રીતે આ શહેજાદા થર્ડ પ્લેયર કન્ફ્યૂઝ થાય છે ત્યારે સંભાળી લે છે. આ શહેજાદાના ફિલોસોફર અને ગાઈડ અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું છે કે જેમની ચામડીનો રંગ કાળો હોય છે, તે બધા આફ્રિકી છે.  મતલબ, તમને બધાને, મારા દેશના અનેક લોકોની ચામડીના રંગને લઈને ઘણી મોટી ગાળો આપી દીધી. ત્યારે મને સમજાયું કે ચામડીનો રંગ જોઈને તેઓએ માની લીધું કે દ્રૌપદી મુર્મુ પણ આફ્રિકન છે અને તેથી તેઓને હરાવવી જોઈએ, કારણ કે તેમની ચામડીનો રંગ કાળો છે.”

વાસ્તવમાં, આ વીડિયોમાં પીએમ મોદી કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાના તે નિવેદનની ટીકા કરી રહ્યા હતા, જેમાં સૈમ પિત્રોડાએ ભારતીયોના રંગ રૂપને લઈને ટિપ્પણી કરી હતી.  જોકે, પછી કોંગ્રેસે તેમના નિવેદનથી દૂરી કરી લીધી હતી.

સર્ચ દરમિયાન નેટવર્ક 18ની વેબસાઈટ પર એક સમાચાર મળ્યા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સૈમ પિત્રોડાની ટિપ્પણીની ટીકા કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું મારા ભારતીયોનું અપમાન સહન નહીં કરું. હું આજે ખૂબ જ ગુસ્સામાં છું, મારા દેશને ગાળો આપી, તેથી મને ગુસ્સો આવી રહ્યો છે. સમાચારની અંદર તે ભાગને પણ વાંચી શકાય છે, જેને એડિટ કરીને વાયરલ ક્લિપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ભાજપના પ્રવક્તા ડૉ.વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેઓએ વિશ્વાસ ન્યૂઝ સાથેની વાતચીતમાં વાયરલ પોસ્ટને ફેક ગણાવી.

તપાસના અંતે ફેક ક્લિપ વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું ફેસબુક યુઝર અમરદીપ સિદ્ધાર્થ ગૌતમને 7000થી વધુ લોકો ફોલો કરે છે. યુઝર એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે. તે રૂડકીમાં રહે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે આ ક્લિપની તપાસ કરી. અમને જાણવા મળ્યું કે પીએમ મોદીના ભાષણની સાથે છેડછાડ કરીને વાયરલ ક્લિપ બનાવવામાં આવી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ