Fact Check: કિયારા અડવાણીની મહેંદી સેરેમનીનો નથી આ વાયરલ ફોટો, વાયરલ દાવો ખોટો

નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેએ રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં સગા-સંબધીઓની વચ્ચે સાત ફેરા લીધા છે. આ દરમિયાન કિયારા અડવાણીની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તે દુલ્હનના ડ્રેસમાં હાથમાં મહેંદી લગાવેલી જોવા મળી રહી છે. આ તસવીરને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કિયારા અડવાણીની વાયરલ તસવીર લગભગ એક વર્ષ જૂની છે. વાસ્તવમાં કિયારા અડવાણીનો વાયરલ ફોટો એક જાહેરાતના શૂટિંગ વખતનો છે. જેને હવે કિયારા અડવાણીના લગ્ન સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ન્યૂઝ ગોસિપે વાયરલ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,“Sidharth Kiara Wedding: કિયારા અડવાણીની ‘મહેંદી’ લગાવતી ફોટો વાયરલ, દુલ્હનના આઉટફિટમાં સજ્જ અભિનેત્રી.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ. અન્ય યુઝર્સ પણ આ તસવીરોને સાચી માનીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

તપાસ

વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. આ દરમિયાન અમને પિંકવિલાના એક રિપોર્ટમાં વાયરલ તસવીર મળી. રિપોર્ટને 15 માર્ચ 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કિયારા અડવાણીની આ તસવીરોને મહેંદી આર્ટિસ્ટ વીણા નાગદા દ્વારા શેર કરવામાં આવી છે, જેના પછી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તપાસને આગળ વધારતા અમે મહેંદી આર્ટિસ્ટ વીણા નાગદાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ તસવીર મળી. તસવીરને 15 માર્ચ, 2022ના રોજ શેર કરવામાં આવી હતી. તેમણે આ તસવીરને જાહેરાતના શૂટિંગ દરમિયાનની ગણાવી છે.

પ્રાપ્ત માહિતીના આધારે અમે YouTube પર જાહેરાતના વીડિયોને શોધવાનું શરૂ કર્યું. સર્ચ દરમિયાન અમને એડનો વીડિયો ઝિંદગી ઝંડ હૈ નામની એક યુટ્યુબ ચેનલ પર અપલોડ મળ્યો. આ વીડિયોને 13 ઓક્ટોબર 2022ના રોજ શેર કરવામાં આવ્યો છે. જાહેરાતમાં કિયારા અડવાણીને વાયરલ તસવીરવાળા લુકમાં જોઈ શકાય છે.

સર્ચ દરમિયાન અમને એડ સબંધિત એક રિપોર્ટ બોલિવૂડ હંગામાની સત્તાવાર વેબસાઇટ પર 14 ઓક્ટોબર, 2022ના પ્રકાશિત મળ્યો. રિપોર્ટ અનુસાર, લોકોએ આ એડ પર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ કંપનીએ આ એડને પાછી ખેંચી લીધી હતી.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા મુંબઈમાં બોલિવૂડને કવર કરતા વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ તસવીર ગયા વર્ષે એક એડ શૂટ દરમિયાન લેવામાં આવી હતી.

તપાસના અંતે પોસ્ટને વાયરલ કરનાર યુઝર ન્યૂઝ ગોસિપની તપાસ કરવામાં આવી. યુઝરના સોશિયલ સ્કેનીંગમાં જાણવા મળ્યું કે 980 લોકો યુઝરને ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કિયારા અડવાણીનો વાયરલ ફોટો લગભગ એક વર્ષ જૂનો છે. વાસ્તવમાં કિયારા અડવાણીનો વાયરલ ફોટો એક જાહેરાતની શૂટિંગ વખતનો છે. જેને હવે કિયારા અડવાણીના લગ્ન સાથે જોઈને શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ