Fact Check: શત્રુઘ્ન સિન્હાના પેરોડી એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટને અસલી સમજી રહ્યા છે લોકો
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ સ્ક્રીનશોટ પેરોડી એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટનો છે. તેનું યુઝર નેમ @shatruparody છે. તેમ છતાં કેટલાક યુઝર્સ તેને સાંસદના અસલી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ સમજી રહ્યા છે.
- By: Sharad Prakash Asthana
- Published: Jul 18, 2024 at 12:55 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)અભિનેતા અને TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. ત્યાર બાદથી શત્રુઘ્ન સિન્હાના નામે બનાવવામાં આવેલા એકાઉન્ટની પોસ્ટના સ્ક્રીનશોટને શેર કરવામાં આવી રહ્યો છે. આ એકાઉન્ટના પ્રોફાઈલમાં શત્રુઘ્ન સિન્હાનો ફોટો લગાવવામાં આવ્યો છે અને યુઝર નેમ @shatruparody છે. જોકે, એકાઉન્ટનું નામ ShatruGhan Sinha લખેલું છે. કેટલાક યુઝર્સ આ સ્ક્રીનશૉટને શત્રુઘ્ન સિન્હાના અસલી એકાઉન્ટનો સમજીને શેર કરી રહ્યાં છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે સ્ક્રીનશોટ પેરોડી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટનો છે. તેનું યુઝર નેમ @shatruparody છે. છતાં કેટલાક યુઝર્સ તેને સાંસદના અસલી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ સમજી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Citizen Awazએ સ્ક્રીનશોટને પોસ્ટ કરતા લખ્યું કે, “શત્રુઘ્ન સિન્હાએ સોનાક્ષીના લગ્ન પર કહ્યું કે દીકરી ખુશ રહે એ દરેક પિતાની ઈચ્છા હોય છે.”
તપાસ
વાયરલ સ્ક્રીનશોટને ચેક કરવા માટે અમે એક્સ હેન્ડલની પોસ્ટને ચેક કરી. આ પોસ્ટ 7 જુલાઈના રોજ @shatruparody (આર્કાઇવ લિંક) નામના એકાઉન્ટ પરથી કરવામાં આવી છે. તેના યુઝર નેમમાં પેરોડી લખેલું છે. જોકે, તેની કમેન્ટ્સ જોયા બાદ ખબર પડી કે કેટલાક યુઝર્સ તેને શત્રુઘ્ન સિન્હાનું અસલી એકાઉન્ટ સમજી રહ્યા છે.
આ એકાઉન્ટના બાયોમાં લખવામાં આવ્યું છે કે આ બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હાનું સ્ટેન એકાઉન્ટ છે. મતલબ કે આ અસલી એકાઉન્ટ નથી.
શત્રુઘ્ન સિન્હાના અસલી હેન્ડલનું યુઝર નેમ @ShatruganSinha છે અને એકાઉન્ટ નેમ (એકાઉન્ટનું નામ) Shatrughan Sinha છે. આ એકાઉન્ટમાંથી આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
અસલી એકાઉન્ટમાં પણ પેરોડી એકાઉન્ટમાં લગેલી જ પ્રોફાઈલ તસવીર છે. જોકે, બંનેની બેનર તસવીરો અલગ-અલગ છે અને અસલી એકાઉન્ટના બાયોમાં આસનસોલથી સાંસદ લખેલું છે.
આ અંગે આસનસોલમાં દૈનિક જાગરણના રિપોર્ટર રાકેશ ઉપાધ્યાયનું કહેવું છે કે વાયરલ થયેલ સ્ક્રીનશોટ પેરોડી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટનો છે.
અમે પેરોડી એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી છે. યુઝરના લગભગ 13 હજાર ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ સ્ક્રીનશોટ પેરોડી એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટનો છે. તેનું યુઝર નેમ @shatruparody છે. તેમ છતાં કેટલાક યુઝર્સ તેને સાંસદના અસલી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ સમજી રહ્યા છે.
- Claim Review : શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે મેં કંઈપણ ગેરકાયદે કે ગેરબંધારણીય કર્યું નથી
- Claimed By : FB User- Citizen Awaz
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.