X
X

Fact Check: હરિયાણાના 5 વર્ષ જૂના વીડિયોને ગુજરાતના દ્વારકા સાથે જોડી ભ્રામક દાવા સાથે કરાઈ રહ્યો છે શેર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતના દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી રહે છે. અત્યાર સુધીમાં ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આને જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખેતરમાં પાસપોર્ટ કચરાની જેમ વેરવિખેર પડ્યા છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ગુજરાતના દ્વારકાનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ વર્ષ 2018નો છે. વર્ષ 2018માં હરિયાણાના સિરસા જિલ્લાના ચકેરિયાં ગામના લક્કડવાલી રોડ પરથી આ પાસપોર્ટ મળી આવ્યા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સનાતની શિવે 1 એપ્રિલ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો છે. યુઝરે વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “જે પ્રકારે ગુજરાતના બેટ દ્વારકા પાસે હજારો મુસ્લિમો ગેરકાયદેસર સ્થાયી થયા છે, તેના આધારે અંદાજો લગાવી શકાય છે કે દેશમાં હજારો કસાબ સ્થાયી થયા છે. ખેતરમાંથી મળી રહેલા આ પાસપોર્ટ, આધાર કાર્ડ અને દસ્તાવેજો જોઈને તમે પણ ચોંકી જશો.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો. અમને જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતા લોકો ગુજરાતી નહીં, પણ પંજાબી બોલે છે. આનાથી અમને દાવો ભ્રામક હોવાનો અંદાજો આવ્યો. તપાસને આગળ વધારતા અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. દરમિયાન દાવા સંબંધિત એક પોસ્ટ સુખજીત બાની નામના ફેસબુક એકાઉન્ટ પર 10 માર્ચ, 2018ના રોજ અપલોડ થયેલી મળી. આપેલી માહિતી અનુસાર, “સિરસા જિલ્લાના ચકેરિયાં ગામના લક્કરવાલી રોડ પર 250 પાસપોર્ટ મળ્યા.”

પ્રાપ્ત માહિતીના આધારે, અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન વીડિયો સાથે સંબંધિત એક રિપોર્ટ દૈનિક જાગરણની વેબસાઇટ પર મળ્યો, જેને 11 માર્ચ, 2018ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, “મોડી સાજે ચકેરિયાંના લક્કરવાલી રોડ પર ગ્રામજનોને રસ્તાની બાજુમાં એક ખેતરમાં સેંકડો પાસપોર્ટ કચરાની જેમ પડેલા મળ્યા. ગણતરી બાદ પાસપોર્ટની સંખ્યા 256 જણાવવામાં આવી. તમામ પાસપોર્ટ તદ્દન નવી કંડીશનમાં હતા. રસ્તા પર પાસપોર્ટના ઢગલા વેરવિખેર પડેલા જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી. આ પછી પોલીસે તમામ પાસપોર્ટ જપ્ત કર્યા હતા. શંકાસ્પદ રીતે વેરવિખેર મળી આવેલા આ પાસપોર્ટ ચંદીગઢ, અમૃતસર, જલંધર, પટના સાહિબ અને બિહારના રહેવાસીઓના હોવાનું કહેવાય છે.

અન્ય ન્યૂઝ રિપોર્ટ્સને અહીં જોઈ શકાય છે.

તપાસ દરમિયાન અમે વાયર વીડિયો સાથે સંબંધિત ઘણા વીડિયો રિપોર્ટ પણ મળ્યા. તમામમાં આ વીડિયોને સિરસાનો જણાવવામાં આવ્યો છે.

14 માર્ચ 2018ના રોજ અમર ઉજાલામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2018માં પણ આવી જ ઘટના બની હતી. જાન્યુઆરી 2018માં ચંદીગઢ પાસપોર્ટ ઓથોરિટી દ્વારા નવા જારી કરાયેલા 254 પાસપોર્ટવાળી બેગ ભટિંડા પોસ્ટ ઓફિસ પહોંચતા પહેલા ગુમ થઈ ગઈ હતી. આ પાસપોર્ટ 16 જાન્યુઆરીએ ભટિંડા પહોંચવાના હતા, પરંતુ રસ્તામાંથી બેગ ગાયબ થઈ ગઈ.

વધુ માહિતી માટે દૈનિક જાગરણ સિરસાના ચીફ રિપોર્ટર સુધીર આર્યની મદદથી અમે ચકેરિયાં ગામના સરપંચ ગુરમીત સિંહનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે, વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો સિરસામાં 5 વર્ષ પહેલા ખેતરમાંથી મળી આવેલા પાસપોર્ટનો છે. 10 માર્ચ, 2018ના રોજ સિરસાના ચકેરિયાં ગામમાં લક્કરવાલી રોડ પર 250થી વધુ પાસપોર્ટ મળી આવ્યા હતા. આમાંથી મોટાભાગના પાસપોર્ટ પંજાબના હતા.

તપાસના અંતે અમે ભ્રામક દાવા સાથે વાયરલ વીડિયો શેર કરનાર યુઝરના ફેસબુક એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે અને યુઝરને 21 લોકો ફેસબુક પર ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો અંગે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડિયો તાજેતરનો નથી પરંતુ વર્ષ 2018નો છે. વર્ષ 2018માં આ પાસપોર્ટ સિરસા જિલ્લાના ચકેરિયાં ગામના લક્કરવાલી રોડ પરથી મળી આવ્યા હતા.

  • Claim Review : ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા મુસ્લિમોના પાસપોર્ટ મેદાનમાં મળી આવ્યા હતા.
  • Claimed By : ફેસબુક યૂજર સનાતની શિવ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later