નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): PUBG દ્વારા પ્રેમ થયા બાદ પાકિસ્તાનથી પોતાના બાળકોની સાથે ગેરકાયદેસર રીતે ભારત પહોંચેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર પર ઘણા યુઝર્સે સીમા હૈદર અને એક અન્ય મહિલાનો કોલાજ મોકલીને તેનું સત્ય જણાવવાની વિનંતી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સીમા હૈદર વાસ્તવમાં પાકિસ્તાની સેનામાં કામ કરી ચૂકી છે. વાયરલ કોલાજમાં જોવા મળી રહેલી મહિલા પાકિસ્તાની સેનાની વર્દીમાં જોવા મળી રહી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાયરલ કોલાજમાં જે પાકિસ્તાની મહિલા સેના અધિકારીના સીમા હૈદર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે પાકિસ્તાની સેનાના મેજર સામિયા રહેમાનની તસવીર છે અને તે પાકિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના હેઠળ વિશ્વના ઘણા દેશોમાં શાંતિ અભિયાનનો એક ભાગ રહી ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના (united nations peacekeeping force)હેઠળ સામિયાનો કાર્યકાળ 2020માં ખતમ થઈ ચૂક્યો છે.
વિશ્વાસ ન્યૂઝના Whatsapp ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ તસવીરને મોકલી છે અને તેનું સત્ય જણાવવા વિનંતી કરી છે.
વાયરલ તસવીરમાં સીમા હૈદરની સાથે સેનાની વર્દીમાં એક મહિલા જોવા મળી રહી છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સીમા હૈદર જ છે, જે પાકિસ્તાની સેનાની અધિકારી રહી ચૂકી છે. તસવીરના ઓરિજનલ સોર્સને શોધવા માટે અમે રિવર્સ ઇમેજ સર્ચની મદદ લીધી. સર્ચમાં અમને આ તસવીર પાકિસ્તાની વેબસાઇટ ostpk.com પરના એક રિર્પોટમાં લાગેલી મળી, જેને 16 જાન્યુઆરી 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી અનુસાર આ તસવીર પાકિસ્તાની મેજર સામિયા રહેમાનની છે. ઘણા અન્ય રિર્પોટમાં પણ સેનાની વર્દીમાં સામિયા રહેમાનની તસવીરોને જોઈ શકાય છે.
સર્ચમાં ‘Pakilinks News’ નામની યુટ્યુબ ચેનલ પર લગભગ એક વર્ષ પહેલા અપલોડ કરેલો વીડિયો મળ્યો, જેમાં આ જ તસવીર જોવા મળી રહી છે. આપવામાં આવેલી માહિતી મુજબ આ તસવીર મેજર સામિયા રહેમાનની છે, જેણે સંયુક્ત રાષ્ટ્રમાં સેવા આપી હતી.
સામિયા રહેમાનની તસવીરોને જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે, તેઓ અને સીમા હૈદર બે અલગ-અલગ વ્યક્તિ છે. નીચે દર્શાવામાં આવેલા કોલાજમાં તેને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
‘મેજર સામિયા રહેમાન’ કીવર્ડ્સથી સર્ચ કરવા પર અમને www.thenews.com.pk પર 12 મે 2020ના રોજ પ્રકાશિત રિર્પોટ મળ્યો. રિર્પોટ અનુસાર પાકિસ્તાનના પુરસ્કાર વિજેતા મેજર સામિયા રહેમાન સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની સાથે તેમનો કાર્યકાળ પૂરો થયા પછી કોવિડના કારણે તેમના ઘરે પરત ફરી શક્યા નથી. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની સાથે તેમના છેલ્લા મિશનના ભાગરૂપે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં પોસ્ટેડ હતા.
thenews.com.pkની વેબસાઇટ પર 12 મે 2020ના રોજ પ્રકાશિત રિર્પોટ જેમાં સામિયા રહેમાનનો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની સાથે કાર્યકાળ ખતમ થયો હોવાની જાણકારી આપવામાં આવી છે.
યુએન પીસકીપિંગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ 6 એપ્રિલ, 2020ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થવાની માહિતી આપવામાં આવી છે.
વાયરલ તસવીર અંગે અમે પાકિસ્તાની પત્રકાર અને ફેક્ટ ચેકર લુબ્ના ઝરાર નકવી સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, વાયરલ તસવીરમાં સેનાની વર્દીમાં જોવા મળી રહેલી મહિલા પાકિસ્તાની સૈન્ય અધિકારી સામિયા રહેમાન છે. તેમણે કહ્યું સામિયા રહેમાન યુએન પીસકીપીંગ ફોર્સ સાથેના તેમના અભિયાનોને કારણે પ્રખ્યાત થયા અને 2020માં સંયુક્ત રાષ્ટ્રમાં તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો.
જાગરણના રિર્પોટ મુજબ, ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે પાકિસ્તાનના કરાચીની સીમા હૈદર રબુપુરાના રહેવાસી સચિનના સંપર્કમાં આવી ગઈ હતી. બંને મોડી રાત સુધી ગેમ રમતા હતા. આ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો. સીમા હૈદર સચિન માટે પાકિસ્તાનથી દુબઈ થઈને નેપાળના રસ્તાથી વિઝા વગર જ તેમના ચાર બાળકોની સાથે ભારતીય સરહદને પાર કરીને 13 મેના રોજ રબુપુરા આવી ગઈ હતી. લગભગ દોઢ મહિના સુધી અહીં રહ્યા બાદ પોલીસે સીમા હૈદર અને સચિનની 5 જુલાઈએ ધરપકડ કરી હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ બંને રબુપુરામાં રહે છે.
અમારી તપાસથી એ સ્પષ્ટ છે કે પાકિસ્તાનથી ભારત પહોંચેલી સીમા હૈદરને પાકિસ્તાની સેના અધિકારી જણાવેલ દાવાની સાથે વાયરલ થઈ રહેલી તસવીર અન્ય મહિલાની છે, જે પાકિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં કામ કરી ચૂકી છે.
વિશ્વાસ ન્યૂઝનો આ ફેક્ટ ચેક રિપોર્ટ માત્ર આ વાયરલ કોલાજની તપાસ પૂરતો સીમિત છે, જેમાં સેનાની વર્દી પહેરેલી એક મહિલાની તસવીર દ્વારા એવું જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સીમા હૈદર ભૂતકાળમાં પાકિસ્તાનની સેનામાં ફરજ બજાવી ચૂકી છે.
નિષ્કર્ષ: પાકિસ્તાનથી પોતાના પ્રેમ માટે ભારત પહોંચેલી સીમા હૈદરને પાકિસ્તાની સેનાના અધિકારી હોવાના દાવાની સાથે વાયરલ તસવીરમાં દેખાઈ રહેલી મહિલા પાકિસ્તાની મેજર સામિયા રહેમાન છે, જે પાકિસ્તાન તરફથી યુએન પીસકીપિંગ મિશન માટે કામ કરી ચૂકેલી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923