Fact Check : ઓમ બિરલાની પુત્રી અંજલીને લઈને ફરીથી વાયરલ થઈ નકલી પોસ્ટ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલીને લઈને એકવાર ફરી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અંજલી બિરલા પરીક્ષા આપ્યા વગર જ IAS બની ગઈ. સાથે જ મેસેજના માધ્યમથી એ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ઓમ બિરલાના લોકસભા સ્પીકર પદનો ફાયદો તેમની દીકરીને મળ્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. તપાસમાં જાણવા મળ્યું કે અંજલીએ UPSCની બંને પરીક્ષાઓને પ્રથમ જ પ્રયાસમાં પાસ કરી હતી. સાથે ઇન્ટરવ્યુ પણ ક્લિયર કર્યું હતું. વિશ્વાસ ન્યૂઝે આ દાવાની પહેલાં પણ એકવાર તપાસ કરી છે.

શું થઈ રહ્યું છે વાયરલ

ફેસબુક યુઝર અભિષેક સિંહ કુશવાહાએ 1 એપ્રિલના રોજ એક પોસ્ટ કરતા લખ્યું, “અભિનંદન મોદી છે તો બધુ શક્ય છે તમારા બાળકોને ગમે એટલા ભણાવો અને ઘરે બેસાડો જય જય શ્રી મહાકાલ.”

આ પોસ્ટમાં ઓમ બિરલા અને તેમની પુત્રીની તસવીરનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે, “લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીની પુત્રી અંજલી કોઈપણ પરીક્ષા વિના IAS બની ગઈ. અભિનંદન. લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલા પ્રથમ પ્રયાસમાં જ બની IAS (તે પણ પરીક્ષા આપ્યા વિના.) 90 બેઠકો જે બેક ડોર એન્ટ્રી માટે રાખવામાં આવી હતી. ટ્રેન્ડ શરૂ થયો છે. દેશની સૌથી ભરોસાપાત્ર UPSC પરીક્ષામાં બેક ડોર એન્ટ્રીએ દેશના સખત મહેનત કરનાર સ્પર્ધક વિદ્યાર્થીઓ, ગરીબો અને ગ્રામીણ લોકોના બાળકો માટે UPSCનો પ્રવેશ દ્વાર બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે તમે માત્ર તમારા બાળકોને અધિકારી નહીં, નોકર બનાવવા તૈયાર રહો.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. જેમાં અંજલી બિરલા વિશે સર્ચ કરવા પર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર મળ્યા. 5 જાન્યુઆરી 2021ના ​​રોજ પ્રકાશિત આ સમાચારમાં જણાવવામાં આવ્યું કે UPSC દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષાને લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ પ્રથમ જ પ્રયાસમાં પાસ કરી લીધી છે. આ સમાચારને અહીં વાંચો.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા UPSCની વેબસાઈટ સ્કેન કરી. અહીં અમને 4 જાન્યુઆરી 2021ના ​​રોજ એક નોટિફિકેશન મળ્યું. તેમાં કહેવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા 2019નું પરિણામ 4 ઓગસ્ટ 2020ના રોજ જ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 829 ઉમેદવારોના નામ હતા. જોકે, કુલ ખાલી જગ્યાઓ 927 હતી, જેના કારણે કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા નિયમોના નિયમ નંબર 16(4) અને (5) હેઠળ કંસોલિડેટિડ રિઝર્વ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ લિસ્ટને સ્કેન કરતાં 67માં નંબર પર અંજલી બિરલાનું નામ અમને જોવા મળ્યું. તેમનો રોલ નંબર 0851876 હતો.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા UPSCની પ્રિલિમિનરી પરીક્ષા 2019ના પરિણામને ચેક કર્યું તો તેમાં અંજલીનો રોલ નંબર મળ્યો. મતલબ સ્પષ્ટ હતો કે તેમણે આ પરીક્ષા પાસ કરી છે. તપાસને આગળ વધારતા અંજલીનો રોલ નંબરને UPSC મેઇન પરીક્ષા 2019ના પરિણામમાં પણ શોધ્યો. અહીં પણ અમને આ રોલ નંબર મળ્યો.

વિશ્વાસ ન્યૂઝે તપાસ દરમિયાન અંજલી બિરલાનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે માહિતી આપતા કહ્યું, “મેં 2 જૂન 2019ના રોજ પ્રિલિમ્સ અને 20 સપ્ટેમ્બરે મેઇન પરીક્ષા આપી હતી. આ પછી 20 માર્ચ 2020ના રોજ ઇન્ટરવ્યું આપ્યો હતો. મેઇન પરીક્ષા અટલ આદર્શ વિદ્યાલય નવી દિલ્હીમાં આપી હતી. અભ્યાસમાં મારી માતા અને બહેનનો ઘણો સહકાર મળ્યો હતો.”

અંજલિ બિરલાએ વિશ્વાસ ન્યૂઝ સાથે અરજી ફોર્મની વિગતો અને એડમિટ કાર્ડની નકલ પણ શેર કરી હતી. વિશ્વાસ ન્યૂઝની અગાઉની તપાસને વિગતવારથી અહીં વાંચી શકાય છે .

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર અભિષેક સિંહ કુશવાહાના સોશિયલ સ્કેનીંગમાં જાણવા મળ્યું કે આ એકાઉન્ટ જાન્યુઆરી 2011માં બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ નકલી સાબિત થઈ. આ દાવો સંપૂર્ણ રીતે પાયાવિહોણો છે કે અંજલી બિરલાએ કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યુ આપ્યા વિના UPSCની પરીક્ષા પાસ કરી હતી. તપાસમાં સાબિત થયું કે અંજલીએ પ્રિલિમ અને મેઇનની પરીક્ષા પાસ કર્યા પછી ઈન્ટરવ્યૂ પણ ક્લિયર કર્યો હતો.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ