ફેક્ટ ચેક: નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તા સાથે જોડીને હવે ઉત્તરાખંડનો જૂનો વીડિયો વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાને લઈને કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ વીડિયો ઉત્તરાખંડના રાનીખેતમાં દીપડા દ્વારા ગાયનો શિકાર કરવાનો છે, જેને નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- By: Jyoti Kumari
- Published: Sep 23, 2022 at 05:13 PM
- Updated: Sep 23, 2022 at 05:21 PM
નવી દિલ્હી: નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે ત્યારથી તેને લઈને અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હવે ફરી તેની સાથે જોડીને એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક દીપડાને રસ્તાના કિનારે ગાયનો શિકાર કરતા જોઈ શકાય છે. યૂઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, નામીબિયાથી ભારત લાવવમાં આવેલા ચિત્તાનો આ વીડિયો છે. જ્યારે અમે આ વીડિયોની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે, આ દાવો ખોટો છે. વાયરલ વીડિયો ઓગસ્ટ મહિનાથી સોશિયલ મીડિયા પર છે, જ્યારે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ચિત્તાને નામીબિયાથી લાવવામાં આવ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
ફેસબૂક યૂઝર કવરરામ જેના બાડમેરે 19 સપ્ટેમ્બરના રોજ 26 સેકન્ડનો એક વીડિયો શેર કરતા લખ્યું, હરણ પછી ગાય બની આહાર
મોદી જી ચિત્તાનું ભોજન ગાય બાદ માનવનું થશે તો કોઈ અતિયોશયોક્તિ નહીં થાય, આખરે શું ઈચ્છો છો Narendra Modi.
ફેસબૂક પોસ્ટના કંન્ટેટને જેમનું તેમ લખવામાં આવ્યું છે. પોસ્ટને સાચી માનીને ઘણા યૂઝર શેર પણ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ માટે સ્નિપિંગ ટૂલની મદદથી સ્ક્રિનશોટ્સ લીધો અને પછી ગૂગલ ઈમેજમાં અપવોડ કરીને સર્ચ કરી. વાયરલ વીડિયો અમને અનુજ સિંહ નામની યૂટ્યુબ ચેનલ પર મળ્યો. તેને 16 ઓગસ્ટ 2022ના રોજ અપવોડ કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે લખવામાં આવ્યું હતું કે, Leopard Killed cow in Ranikhet Uttarakhand. ઉત્તરાખંડના રાનીખેતમાં દીપડાએ ગાયનો શિકાર કર્યો.
નેચર એન્ડ હેરિટેજ નામની યૂટ્યૂબ ચેનલ પર પણ આ વીડિયો જોઈ શકાય છે. 17 ઓગસ્ટ 2022ના રોજ વીડિયો અપલોડ કરીને લખવામાં આવ્યું હતું કે, દીપડાના જડબાની જબરદસ્ત તાકાત. વીડિયોને અહીં જુઓ.
અમને નવ ભારતની વેબસાઈટ પર 16 ઓગસ્ટ 2022ના રોજ પ્રકાશિત થયેલ એક રિપોર્ટ મળ્યો. રિપોર્ટમાં વીડિયોનો ઉપયોગ કરીને જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના ઉત્તરાખંડના રાનીખેતમાં બની છે. વીડિયોને ટ્વિટર પર ઈન્ડિયન ફોરેસ્ટ સેવા (IFS)ના અધિકારી સાકેત બડોલાએ શેર કર્યો છે. સમગ્ર અહેવાલ અહીં વાંચી શકો છો.
આઈએફએસ અધિકારી સાકેસ બડોલાએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયોને 15 ઓગસ્ટ 2022ના રોજ શેર કર્યો હતો.
આ કેસની વધુ તપાસ માટે અમે દૈનિક જાગરણના અલ્મોડા જિલ્લા પ્રભારી ચંદ્રશેખર દ્વિવેદીનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, આ ઘટના ગયા ઓગસ્ટ મહિનાની છે. અલ્મોડા જિલ્લાના રાનીખેત પાસે હાઈ વે પર એક દીપડો ગાયનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે જ રસ્તા પરથી પસાર થતી ગાડીના મુસાફરોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. આ વીડિયોને નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તા સાથે કોઈ સંબંધ નથી.
પહેલા પણ આ વીડિયો વાયરલ થયો હતો, ત્યારે તેની તપાસ વિશ્વાસ ન્યૂઝે ઉર્દૂ ભાષામાં કરી હતી. તમે અમારી જૂની તપાસને અહીં જોઈ શકો છો.
તપાસના અંતે અમે વીડિયો શેર કરનારનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સ્કેન કર્યું, સ્કેનિંગમાં જાણવા મળ્યું કે યૂઝર રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. ફેસબુક પર યૂઝરને 13,494 લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાને લઈને કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ વીડિયો ઉત્તરાખંડના રાનીખેતમાં દીપડા દ્વારા ગાયનો શિકાર કરવાનો છે, જેને નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : આ નામીબિયાથી ભારત લાવવમાં આવેલા ચિત્તાનો વીડિયો છે.
- Claimed By : Kavararam Gena Barmer
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.