Fact Check : સુનિધિ ચૌહાણના 8 મહિના જૂના વીડિયોને ‘ભારત જોડો’ યાત્રા સાથે જોડીને કરાયો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા ચાલુ છે. આ સાથે તેને લઈને સોશિયલ મીડિયા પર જૂઠ્ઠાણા અને દુષ્પ્રચાર સાથે જોડાયેલી પોસ્ટો પણ વાયરલ થઈ રહી છે. હવે બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ ‘બીડી જલાઈલે જીગર સે પિયા’ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો ‘ભારત જોડો’ યાત્રા દરમિયાન જયપુરમાં યોજાયેલા સુનિધિના કોન્સર્ટનો છે. વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ પોસ્ટની ઝીણવટ પૂર્વક તપાસ કરી. આ ભ્રામક હોવાનું બહાર આવ્યું. વાસ્તવમાં આ વીડિયો આઠ મહિના જૂનો છે. દિલ્હીની IITના એક ફેસ્ટના વીડિયોને કેટલાક લોકો જયપુરમાં ‘ભારત જોડો’ યાત્રાના 100 દિવસ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમનો ગણાવી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર આરતી ભાકરેએ એક વીડિયોને અપલોડ કરીને લખ્યું, ‘સુનિધિ ચૌહાણ..ભારત જોડો યાત્રા આલ્બર્ટ હોલ, જયપુર.’

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખેલ છે. તેને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર પણ વાયરલ કરવામાં આવ્યો રહ્યો છે .

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા સંબંધિત કીવર્ડ્સ ટાઈપ કરીને યુટ્યુબ પર સર્ચ કર્યું. અમને લાઇવ આર્ટિસ્ટ નામની YouTube ચેનલ પર ઓરિજનલ વીડિયો મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો IIT દિલ્હીના કાર્યક્રમનો છે. 25 એપ્રિલ 2022ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો દિલ્હી IITના કલ્ચર ફેસ્ટ દરમિયાનનો છે. જેમાં સુનિધિ ચૌહાણે ‘બીડી જલાઈલે’ ગીત ગાયું હતું.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે સુનિધિ ચૌહાણના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સ્કેન કર્યા. અમને તેમના ફેસબુક પેજ પર 25 એપ્રિલ 2022ના રોજ અપલોડ કરવામાં આવેલી કેટલીક તસવીરો મળી. આ તસવીરોમાં સુનિધિ ચૌહાણને એ જ કપડામાં જોઈ શકાય છે, જે વાયરલ વીડિયો અને IIT દિલ્હીના વીડિયોમાં તેમણે પહેરેલા છે. આ પોસ્ટની સાથે સુનિધિ ચૌહાણે IIT દિલ્હી વિશે લખ્યું છે.

તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી કે ‘ભારત જોડો’ યાત્રાના 100 દિવસ પૂરા થવાના અવસર પર જયપુરમાં 16 ડિસેમ્બરે એક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુનિધિ ચૌહાણને બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉપરાંત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી (કોમ્યુનિકેશન) લોકેશ શર્મા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, વાયરલ વીડિયો આલ્બર્ટ હોલમાં આયોજિત સુનિધિ ચૌહાણના કોન્સર્ટનો નથી.

આ પહેલા પણ સુનિધિ ચૌહાણના એક વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ પણ વિશ્વાસ ન્યુઝ દ્વારા કરવામાં આવી હતી. તેને અહીં વાંચી શકાય છે.

તપાસના અંતે ફેસબુક યુઝર આરતી ભાકરેનું સોશિયલ સ્કેનીંગ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે યુઝરે જુલાઈ 2012માં પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટને છ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર હૈદરાબાદમાં રહે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે સુનિધિ ચૌહાણનો જે વીડિયો ‘ભારત જોડો’ યાત્રાના નામે વાયરલ થઈ રહ્યો છે તે આઠ મહિના પહેલા દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે. જયપુરના કોન્સર્ટ સાથે તેને કોઈ લેવાદેવા નથી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ