X
X

Fact Check: હૈદરાબાદના જૂના વીડિયોને મુંબઈનો જણાવી કરાઈ રહ્યો છે વાયરલ

હૈદરાબાદમાં દોઢ વર્ષ પહેલા થયેલી પોલીસની કાર્યવાહીના વીડિયોને મુંબઈનો જાણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોનો મુંબઈના મીરા રોડ કેસ સાથે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મુંબઈના મીરા રોડ પર થયેલી હિંસા સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસને કેટલાક લોકોની ધરપકડ કરતા જોઈ શકાય છે. વીડિયોને મીરા રોડ હેશટેગની સાથે શેર કરીને કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અથડામણ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મુંબઈના મીરા રોડ પર થયેલી અથડામણના આરોપીઓની ધરપકડ કરવાના નામે હૈદરાબાદનો એક જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં, ઓગસ્ટ 2022માં જ્યારે ભાજપ નેતા રાજા સિંહને જામીન મળ્યા ત્યારે હૈદરાબાદમાં ઘણી જગ્યાએ પ્રદર્શન થયા હતા. આ મામલે પોલીસે પથ્થરમારાના આરોપમાં કેટલાક યુવકોની અટકાયત કરી હતી. વાયરલ વીડિયો હૈદરાબાદનો ઓગસ્ટ 2022નો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

એક્સ યુઝર ‘હમ લોગ We The People’એ  24 જાન્યુઆરીએ આ વીડિયોને મીરા રોડ હેશટેગની સાથે પોસ્ટ કર્યો.

ફેસબુક યુઝર Namo Warriors Puneએ પણ આ વીડિયોને મીરા રોડ કેસ સાથે જોડીને શેર કર્યો છે. 

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા મુંબઈ મીરા રોડ પર થયેલી અથડામણ વિશે કીવર્ડ્સથી સર્ચ કર્યું. 24 જાન્યુઆરી 2024ના રોજ એબીપી લાઈવની વેબસાઈટ પર સમાચાર એજન્સી પીટીઆઈને ટાંકીને લખવામાં આવ્યું છે કે, ”મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ રવિવારે રાતે મુંબઈ મીરા રોડ પર એક કાર રેલી કાઢવામાં આવી હતી. કાર રેલીમાં સામેલ લોકો પર એક જૂથ દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 13 લોકોની અટકાયત કરવામાં આવી છે.” 

આ પછી અમે વાયરલ વીડિયોની કીફ્રેમ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. વાયરલ ક્લિપ 26 ઓગસ્ટ, 2022ના રોજ Bh News (આર્કાઇવ લિંક) નામના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે. જેમાં આ વીડિયો હૈદરાબાદના શાલીબંદા વિસ્તારનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

25 ઓગસ્ટ 2022ના રોજ ધ ન્યૂઝ મિનિટની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાને લગતા વીડિયો ન્યૂઝને જોઈ શકાય છે. તેમાં વાયરલ વીડિયોના કેટલાક અંશો પણ બતાવવામાં આવ્યા છે. વીડિયો ન્યૂઝમાં કહેવામાં આવ્યું છે કે પૈગમ્બર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ ભાજપ નેતા રાજા સિંહની 22 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે તેમને જામીન મળી ગયા હતા. આ પછી હૈદરાબાદના જૂના શહેરમાં પ્રદર્શન શરૂ થયા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પથ્થરમારો કરતા કેટલાક યુવકોની અટકાયત કરી હતી.

આ પહેલા આ વીડિયોને ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહી જણાવીને શેર કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ દરમિયાન વાયરલ વીડિયો TV9 હૈદરાબાદના ક્રાઈમ રિપોર્ટર મોહમ્મદ નૂરને મોકલ્યો હતો. તેમણે તેને હૈદરાબાદમાં કરાયેલી પોલીસ કાર્યવાહી ગણાવી હતી.

વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર એક્સ યુઝર પહેલા પણ ઘણી ભ્રામક અને ફેક પોસ્ટ શેર કરી ચૂક્યો છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. 

निष्कर्ष: હૈદરાબાદમાં દોઢ વર્ષ પહેલા થયેલી પોલીસની કાર્યવાહીના વીડિયોને મુંબઈનો જાણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોનો મુંબઈના મીરા રોડ કેસ સાથે કોઈ સંબંધ નથી.

  • Claim Review : મુંબઈ મીરા રોડ હિંસાના આરોપીઓની ધરપકડ
  • Claimed By : X User- હમ લોગ We The People
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later