ફેક્ટ ચેક: અમદાવાદ એરપોર્ટ પર ગરબા રમતા એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોનો જૂનો વીડિયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝે અમદાવાદ એરપોર્ટ પર ગરબા કરતા લોકોના વાયરલ વીડિયોની તપાસ કરી અને જાણવા મળ્યું કે વીડિયો તાજેતરનો નથી પણ જૂનો છે. 2019માં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઈન સ્ટાફ સાથેના મુસાફરો ગરબા કરે છે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો હાલનો હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ગરબા રમતા જોઈ શકાય છે. 58 સેકન્ડનો વાયરલ વીડિયો હાલના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે એરપોર્ટ સ્ટાફ અમદાવાદ એરપોર્ટ પર લોકો સાથે ગરબા રમ્યો હતો. વિશ્વાસ ન્યુઝે વાયરલ વિડીયો તપાસતા જાણવા મળ્યું કે આ વિડીયો તાજેતરનો નથી પરંતુ જુનો છે. 2019માં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઈન સ્ટાફ સાથેના મુસાફરો ગરબા રમે છે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો હાલનો હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વાયરલ વીડિયોને શેર કરતા ફેસબુક યુઝર મહેશ નારાયણે અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું કે, “એરપોર્ટ સ્ટાફ અને મુસાફરો નવરાત્રીના અવસર પર અમદાવાદ એરપોર્ટ પર ગરબા રમતા જોવા મળ્યા હતા. જો નામ અમદાવાદ છે, તો શું અહીં વકફ બોર્ડની જમીન ન હોવી જોઈએ અને તેથી એરપોર્ટ પર મસ્જિદ હોવી જોઈએ? બેકગ્રાઉન્ડમાં મંદિર કેમ છે?”

વાયરલ પોસ્ટનો દાવો અહીં જેવો છે તે રીતે લખવામાં આવ્યો છે. આ વાત સાચી હોવાનું માની અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો. અવલોકન કરતાં, અમને જાણવા મળ્યું કે ANIનો લોગો વીડિયો પર છે. તે પછી અમે ANIની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ચેક કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને 8 ઓક્ટોબર 2019ના રોજ અપલોડ કરાયેલા વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો મળ્યો. વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘નવરાત્રિના નવમા દિવસે અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કર્મચારીઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા, જેમાં તેમની સાથે વિવિધ એરલાઈન્સના કર્મચારીઓ અને મુસાફરો પણ હાજર રહ્યા હતા. ‘ સંપૂર્ણ વિડિયો અહીં જુઓ.

અમે તપાસને આગળ વધારતા ANIના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અને વેબસાઇટને પણ સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, અમને 7 ઑક્ટોબર 2019ના રોજ પ્રકાશિત થયેલા વાયરલ વીડિયોથી સંબંધિત એક રિપોર્ટ મળ્યો. અમને ANI ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 7મી ઑક્ટોબર 2019ના રોજ શેર કરવામાં આવેલો આ ચોક્કસ વીડિયો મળ્યો. કેપ્શન મુજબ આ વીડિયો અમદાવાદ એરપોર્ટનો છે.

અમને 8 ઑક્ટોબર 2019ના રોજ અમર ઉજાલા અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ઑફિશિયલ YouTube ચૅનલ પર અપલોડ કરવામાં આવેલો વાયરલ વીડિયો પણ મળ્યો. અહીં પણ આ વીડિયો સાથે એ જ માહિતી આપવામાં આવી છે, જે ANI દ્વારા શેર કરવામાં આવી છે.

અમે સંપૂર્ણ પુષ્ટિ માટે ગુજરાત જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરીયાનો સંપર્ક કર્યો. અમે તેમની સાથે વાયરલ દાવો શેર કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. નવરાત્રિ દરમિયાન અહીં આવા કાર્યક્રમો થતા રહે છે, પરંતુ આ વીડિયો લગભગ ત્રણ વર્ષ જૂનો છે. આ કાર્યક્રમનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

તપાસના અંતે પોસ્ટ વાયરલ કરનાર યુઝર મહેશ નારાયણની તપાસ કરવામાં આવી હતી. સ્કેનિંગથી અમને ખબર પડી કે યુઝર બેંગ્લોરનો રહેવાસી છે. યુઝરને 15,326 લોકો ફોલો કરે છે. મહેશ નારાયણ ઓક્ટોબર 2011થી ફેસબુક પર સક્રિય છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે અમદાવાદ એરપોર્ટ પર ગરબા કરતા લોકોના વાયરલ વીડિયોની તપાસ કરી અને જાણવા મળ્યું કે વીડિયો તાજેતરનો નથી પણ જૂનો છે. 2019માં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઈન સ્ટાફ સાથેના મુસાફરો ગરબા કરે છે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો હાલનો હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ