Fact Check: અંબાલામાં મગરના ખોટા દાવાની સાથે ગુજરાતનો જૂનો વીડિયો વાયરલ
- By: Ashish Maharishi
- Published: Jul 31, 2023 at 01:09 PM
- Updated: Jul 31, 2023 at 02:24 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનો કહેર યથાવત છે. ચોમાસાના વરસાદ બાદ આવેલા પૂરને કારણે જાનમાલનું પણ નુકસાન થયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર જુઠ્ઠાણું ફેલાવવાનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. હવે 20 સેકન્ડના એક વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે હરિયાણાના અંબાલા ખાતે આવેલા ગીતા નગરમાં પાણીમાં મગર જોવા મળ્યો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. વાસ્તવમાં ગુજરાતના એક જૂના વીડિયોને અંબાલાનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો એક વખત પહેલા પણ બિહારના નામે વાયરલ થઈ ચૂક્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો ગુજરાતના વડોદરાનો હોવાનું સાબિત થયું. આ જુનો વીડિયો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર દીપક પ્રભાકરે 10 જુલાઈના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, “અંબાલાના ગીતા નગર અને બલદેવ નગરમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ગીતા નગરમાં પાણીની સાથે આવ્યો મગર. આ આફતમાં દરેક એકબીજાને સહકાર આપો.”
વાયરલ પોસ્ટના કન્ટેટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે અંબાલાના નામે વાયરલ થયેલા વીડિયોની તપાસ માટે સૌથી પહેલા તેના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી ગૂગલ લેન્સ દ્વારા તેને સર્ચ કરવાનું શરૂ કર્યું. NDTVની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 4 ઓગસ્ટ 2019ના રોજ અપલોડ કરવામાં આવેલ એક ન્યૂઝ વીડિયોમાં 10મી સેકન્ડે એવો જ સીન જોવા મળ્યો, જે વાયરલ વીડિયોના જોવા મળી રહ્યો હતો. આ સમાચારમાં જણાવવાામાં આવ્યું હતું કે ગુજરાતના વડોદરામાં ભારે વરસાદની વચ્ચે એક મગર જોવા મળ્યો.
તપાસ દરમિયાન ઈન્ડિયા ટુડેની વેબસાઈટ પર સંબંધિત સમાચાર મળ્યા. 4 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરાના વડસરમાં રહેણાંક વિસ્તારમાંથી NDRFની ટીમે એક મગરનું રેસ્ક્યૂ કર્યું. સમાચારમાં અમને એક ટ્વિટ પણ મળ્યું. આમાં ઉપયોગ કરવામાં આવેલ વીડિયો બીજા એંગલથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આસપાસનું લોકશન અને તેમાં રહેલા લોકોના કપડા જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે આ વાયરલ વીડિયો ઘટના સાથે જોડાયેલો જ વીડિયો છે.
આ વીડિયો એક વખત પહેલા પણ વાયરલ થઈ ચુક્યો છે. ત્યારે વિશ્વાસ ન્યૂઝે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓ સુમન.કે.રાઠવા સાથે વાત કરી હતી. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે વાયરલ થયેલો વીડિયો વડોદરાનો જ છે. તે પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા અંબાલાના દૈનિક જાગરણના બ્યુરો ચીફ દીપક બહલ સાથે સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વાયરલ વીડિયોને અંબાલા સાથે કોઈ લેવાદેવા નથી. અંબાલામાં આવી કોઈ ઘટના બની નથી.
તપાસના અંતિમ તબક્કામાં ફેસબુક યુઝર દીપક પ્રભાકરનું સોશિયલ સ્કેનિંગ કરવામાં આવ્યું. આ એકાઉન્ટમાંથી ફેક પોસ્ટ કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે યુઝર પંજાબના અમૃતસરનો રહેવાસી છે. એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા આ યુઝરના એકાઉન્ટને 1000થી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ જાન્યુઆરી 2011ના રોજ બનાવવામાં આવ્યું હતું.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતના જૂના વીડિયોને કેટલાક લોકો અંબાલાનો સમજીને વાયરલ કરી રહ્યા છે. વીડિયોને અંબાલા સાથે કોઈ લેવાદેવા નથી.
- Claim Review : અંબાલાના ગીતા નગરમાં પાણીની સાથે આવ્યો મગર
- Claimed By : ફેસબુક યુઝર દીપક પ્રભાકર
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.