તથ્ય તપાસ: પાણીમાં જહાજોમાંથી આતશબાજી કરવાનો આ વીડિયો ભારતીય નૌકાદળ દ્વારા ઉજવવામાં આવતી દિવાળીનો નથી

નિષ્કર્ષ: જ્યારે આ વિડિયોની તપાસ કરવામાં આવી ત્યારે વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું કે આ વિડિયો દિવાળીનો નથી પરંતુ ફેબ્રુઆરી 2016 માં વિશાખાપટ્ટનમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષાની હતી.


નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ. ભારતીય નૌકાદળનો કહેવામાં આવતો એક વીડિયો આજે શેર કરવામાં આવી રહ્યો છે. કેટલાક જહાજોને વીડિયોમાં લાઇટથી સજ્જ જોઇ શકાય છે. વાયરલ વીડિયોમાં આ જહાજોની ઉપર આકાશમાં ફટાકડા પણ જોઇ શકાય છે. વીડિયોની સાથે લખેલા કેપ્શનમાં, એ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વીડિયો ભારતીય નૌકાદળ દ્વારા 2020 ની દિવાળીની ઉજવણી કરવાનો છે.

વિડિઓ જોવામાં ખૂબ જ રસપ્રદ લાગે છે અને ઘણા લોકોએ આ વિડિઓ શેર કર્યો છે. જ્યારે આ વિડિયોની તપાસ કરવામાં આવી ત્યારે વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું કે આ વિડિયો દિવાળીનો નહીં પરંતુ ફેબ્રુઆરી 2016 માં વિશાખાપટ્ટનમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષાનો હતો.

શું વાયરલ થઈ રહ્યું છે

કેટલાક વહાણોને વાયરલ વીડિયોમાં રોશનીથી સુસજ્જ જોઇ શકાય છે. વાયરલ વીડિયોમાં આ વહાણોની ઉપર આકાશમાં ફટાકડા પણ જોઇ શકાય છે. વિડિયોના વર્ણનમાં વાંચવા મળે છે કે, “ભારતીય નૌકાદળ દિવાળી 2020 ની ઉજવણી કરે છે.”

પોસ્ટની આર્કાઈવ કરેલી લિંક અહિંયા જોઈ શકાય છે.

તપાસ
આ વિડિયોની ચકાસણી માટે અમે ઇનવિડ ટૂલનો ઉપયોગ કર્યો છે. તેના લીધે અમને વિડિઓ માટે મહત્વપૂર્ણ કીફ્રેમ્સ મળ્યો. હવે અમે આ કીફ્રેમ્સને ગૂગલ રીવર્સ ઇમેજ ઉપર મુકયો અને સંશોધન કર્યુ.  અમને WildFilmsIndia નામની યુટ્યુબ ચેનલ પર એક વિડિયો મળ્યો. વાયરલ થયેલા વિડિયોની વિશેષતાઓ આ વિડિઓમાં જોઇ શકાય છે. 18 મી મે, 2016 ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોના, વર્ણનમાં આવું લખ્યું છે,“Illuminated waships and fire works on Eastern Naval Command during International Fleet Review organise by Indian Navy. “( ભારતીય નૌકાદળ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષા દરમ્યાન પૂર્વીય નેવલ કમાન્ડ પર પ્રકાશિત વહાણો અને આતશબાજી.")

અમને પીએમ નરેન્દ્ર મોદીના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂનો એક વીડિયો પણ મળ્યો, જેમાં આ વાયરલ વીડિયો જોઇ શકાય છે.

અમને ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ ઇવેન્ટમાં ઇકોનોમિક ટાઇમ્સ ગેલેરીમાં એક ચિત્ર પણ મળ્યુ, જે વાયરલ વીડિયો જેવું જ હતું.

ત્યારબાદ અમને જાણવા મળ્યું કે શું ભારતીય નૌકાદળમાં 2020 દિવાળી પર વાયરલ થયેલા વીડિયો જેવી કોઈ ઉજવણી કરવામાં આવી હતી કે નહિ. અમને દિવાળી પર ભારતીય નૌકાદળના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરેલો એક વિડિયો મળ્યો, એટલે કે 14 ફેબ્રુઆરી, જેમાં કેટલાક મિસાઇલ પરીક્ષણોની ક્લિપ્સ જોઇ શકાય છે. જો કે, આ વિડિયો વાયરલ વિડિયોથી સંપૂર્ણપણે જુદો હતો. વિડિયોની સાથે વર્ણનમાં લખ્યું હતુ, “Fireworks at Sea – the #IndianNavy Way” ( દરીયામાં આતશબાજી # ઈંડિયન નેવી વે)

https://twitter.com/indiannavy/status/1327651662421323776

અમને eurasiantimes.com પર આ પોસ્ટ પર એક સમાચાર પણ મળ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે આ મામલે વધુ ચોકસાઈ માટે ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલ સાથે વાત કરી હતી. તેમણે અમને કહ્યું, “આ વિડિયો તાજેતરનો નથી. આ વિડિયો દિવાળીનો નથી પણ જૂનો છે. “

ઘણા લોકો આ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેમાંથી એક ફેસબુક યુઝર છે જેનું નામ રાહુલ શર્મા છે. આ વપરાશકર્તાના ફેસબુક પર 4,957 ફોલોઅર્સ છે. વપરાશકર્તા ગુજરાતના વડોદરાનો છે.

निष्कर्ष: નિષ્કર્ષ: જ્યારે આ વિડિયોની તપાસ કરવામાં આવી ત્યારે વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું કે આ વિડિયો દિવાળીનો નથી પરંતુ ફેબ્રુઆરી 2016 માં વિશાખાપટ્ટનમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષાની હતી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ