Fact Check: સૂટકેસમાંથી મળી આવેલા મહિલાના મૃતદેહના જૂના વીડિયોને ભ્રામક અને સાંપ્રદાયિક દાવા સાથે કરાયો વાયરલ
- By: Ashish Maharishi
- Published: May 11, 2023 at 06:30 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સૂટકેસમાં મહિલાના મૃતદેહને જોઈ શકાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને સાંપ્રદાયિક દાવાની સાથે વાયરલ કરી હત્યારાને એક ધર્મ વિશેષ સાથે જોડી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જેમાં આ દાવો ભ્રામક સાબિત થયો. વાસ્તવમાં બંને એક જ ધર્મના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ હત્યામાં કોઈ હિંદુ-મુસ્લિમ એંગલ નહોતો. વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ આ દાવાની તપાસ કરી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર કટ્ટર હિંદુએ 2 મેના રોજ એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “ઉનકા ભી અબ્દુલ સૂટકેસ વાલા નિકલા. એક ઔર સૂટકેસ મે બંધ હિંદુ લડકી, જીસે અપને અબ્દુલ પર પૂરા ભરોસા થા! ગુરુગ્રામ ઇફ્કો ચોક અભી મિલી, જાંચ જારી પર મર ગઇ બેચારી”
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. વીડિયોને સાંપ્રદાયિક દાવાની સાથે અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા દાવાના આધારે જ કેટલાક કીવર્ડ બનાવ્યા. પછી તેને ગૂગલ ઓપન સર્ચ ટૂલના માધ્યમથી શોધવાનું શરૂ કર્યું. આ ઘટના સાથે સંબંધિત ઘણા સમાચાર મળ્યા. amarujala.com પર 20 ઓક્ટોબર, 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, “ગુરુગ્રામના ઈફ્કો ચોક પાસે સુટકેસમાંથી મળેલા એક મહિલાના મૃતદેહ મામલે પોલીસે સનસનીખેજ ખુલાસા કર્યા. મહિલાના મૃતદેહની ઓળખ કરીને પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. પત્નીની હત્યા કર્યા બાદ હત્યારા પતિ રાહુલે તેના મૃતદેહને છુપાવવા માટે બજારમાંથી 1100 રૂપિયામાં સૂટકેસ ખરીદી હતી. આરોપીએ જે સમયે હત્યા કરી તે સમયે તેની એક વર્ષની પુત્રી પણ રૂમમાં સૂતી હતી. મહિલાની ઓળખ 20 વર્ષીય પ્રિયંકા તરીકે થઈ છે, જે યુપીના સુલતાનપુરની રહેવાસી છે.” આ સમાચારને અહીં વાંચો.
આ ઘટના સાથે સંબંધિત સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ મળ્યા. 19 ઑક્ટોબર 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું. આ સમાચારમાં ક્યાંય હિંદુ-મુસ્લિમ એંગલ જોવા મળ્યો નથી. આ સમાચારને અહીં વાંચી શકાય છે.
bhaskar.com પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, “હરિયાણાના ગુરુગ્રામમાં એક યુવતીની હત્યાનું રહસ્ય ખુલ્યું છે. પતિએ જ પત્નીની હત્યા કરી. જે બાદ મૃતદેહને સૂટકેસમાં મુકીને ઈફકો ચોક પાસે ઝાડીઓમાં ફેંકી દીધો હતો. પોલીસે પતિની ધરપકડ કરી છે. તેણે કબૂલ્યું છે કે દોઢ વર્ષ પહેલાં તેણે ઘરેથી ભાગીને લવ-મેરેજ કર્યા હતા. ત્યારબાદ ઝઘડો થતાં તેણે ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.” આ સમાચારને અહીં વિગતવાર વાંચો.
સર્ચને આગળ વધારતા યુટ્યુબ પર ઘટના સંબંધિત સમાચાર શોધવાનું શરૂ કર્યું. 19 ઓક્ટોબર, 2022ના રોજ ગુરુગ્રામ ન્યૂઝે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે પોલીસે 24 કલાકની અંદર કેસ ઉકેલી લીધો હતો. આમાં અમને વાયરલ દાવાવાળી ફૂટેજ પણ જોવા મળી.
વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં ગુરુગ્રામના દૈનિક જાગરણના સંપાદકીય પ્રભારી આદિત્ય રાજનો સંપર્ક કર્યો. તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, વાયરલ વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. પત્નીની હત્યા કરનાર પણ હિંદુ હતો. આમાં કોઈ હિંદુ-મુસ્લિમ એંગલ નહોતો.
જે બાદ અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝર વિશે માહિતી એકઠી કરી. ફેસબુક પેજ કટ્ટર હિન્દુ ગુજરાતથી ઓપરેટ થાય છે. આ પેજને ચાર હજારથી વધુ લોકો લાઈક કરે છે, જ્યારે ફોલોઅર્સની સંખ્યા 4.1 હજાર છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. તપાસમાં સામે આવ્યું છે કે ઓક્ટોબર 2022ના રોજ ગુરુગ્રામમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી અને તેના મૃતદેહને સૂટકેસમાં નાખીને રસ્તાના કિનારે ફેંકી દીધો હતો. હવે આ જ ઘટનાના વીડિયોને સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : મુસ્લિમ પતિએ હિન્દુ પત્નીની હત્યા કરી સૂટકેસમાં મૂક્યો મૃતદેહ
- Claimed By : ફેસબુક પેજ કટ્ટર હિન્દુ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.