Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો આસામનો છે તમિલનાડુનો નહીં, ખોટા દાવા સાથે કરાઈ રહ્યો છે શેર
- By: Sharad Prakash Asthana
- Published: Apr 11, 2023 at 09:58 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): તમિલનાડુમાં હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકો સાથે હિંસાના આરોપો વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે. જેમાં ઘણા યુવકો બાઇક પર તલવાર લઈને ફરતા જોવા મળે છે. પોલીસ કેટલાક લોકોને પકડી લે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને તમિલનાડુના કોઈમ્બતુરનો જણાવીને શેર કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો આસામનો છે, તમિલનાડુનો નહીં. યુઝરે તેને ખોટા દાવા સાથે શેર કર્યો છે.
તમિલનાડુમાં ટ્રેનમાં કેટલાક પરપ્રાંતિય શ્રમિકો સાથે મારપીટનો મામલો સામે આવ્યા બાદ હિન્દીભાષી શ્રમિકો પર હુમલાના નામે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી છે. આમાં મોટાભાગના વીડિયો દેશના અલગ-અલગ રાજ્યો અથવા ગેગવોર માટે નીકળ્યા હતા. ફેક્ટ ચેટ રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘હર્ષ કુમાર બેહેરા ન્યૂ ન્યૂઝ’ (આર્કાઇવ લિંક)એ 4 માર્ચે 3.50 મિનિટનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, તમિલનાડુ કોઈમ્બતુર
કેટલાક અન્ય યૂઝર્સે પણ આ વીડિયોને શેર કરીને કહ્યું છે કે તે તમિલનાડુનો છે.
તપાસ
સોશિયલ મીડિયા યુઝરે શેર કરેલા વીડિયોની તપાસ માટે અમે સૌથી પહેલા તેને ધ્યાનથી જોયો. આમાં આસામ તિનસુકિયા લખેલું છે. વીડિયોની સાથે જાણકારી આપવામાં આવી છે કે, “બાઈક રેલી દરમિયાન યુવાનો તલવારો અને છરીઓ લહેરાવતા નીકળ્યા હતા. આ ઘટના આસામના તિનસુકિયા જિલ્લામાં બની છે. આ રેલી ચરિયાલીથી હિજુગુરી સુધી કાઢવામાં આવી હતી. આ રેલી શસ્ત્ર પૂજનના અવસર પર કાઢવામાં આવી હતી. રેલી માટે વહીવટીતંત્રની પરવાનગી લેવામાં આવી ન હતી. આમાંથી એકે બજરંગ દળનો સભ્ય હોવાનો સ્વીકાર કર્યો છે.” વીડિયોમાં દેખાતા બોર્ડ પર પણ તિનસુકિયા મ્યુનિસિપલ લખેલું છે. મતલબ કે આ વીડિયો તમિલનાડુનો નથી.
આ પછી અમે તેને કીવર્ડ વડે ગૂગલ પર સર્ચ કર્યું. 27 ઓક્ટોબર 2020ના ઈસ્ટો મોજો પર વીજિયો સંબંધિત સમાચારને જોઈ શકાય છે. આમાં વાયરલ વીડિયોને પણ અપલોડ કરવામાં આવ્યો છે. સમાચાર અનુસાર, “લગભગ 70 લોકોના એક જૂથે હાથમાં તલવારો સાથે તિનસુકિયામાં બાઇક રેલી કાઢી હતી. આરોપ છે કે, બજરંગ દળ દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ રેલી શસ્ત્ર પૂજાનો એક ભાગ હતી. પોલીસનું કહેવું છે કે મોટરસાઈકલ પર સવાર 20-25 યુવકો હાથમાં તલવારો લઈને નીકળ્યા હતા. તેમણે ચારલીથી હિજુગુરી તરફ રેલી કાઢી હતી. પોલીસે તેમનો પીછો કર્યો હતો. પૂછપરછ પર તેમાંથી એકે સ્વીકાર્યું હતું કે તે બજરંગ દળનો સભ્ય છે. આવી રેલી યોજવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. પોલીસે રેલીમાં સામેલ ચાર લોકોની અટકાયત કરી છે.”
આસામ ટાઈમ્સની વેબસાઇટ પર પણ આનાથી સંબંધિત સમાચાર જોઈ શકાય છે. સમાચારમાં વીડિયોના એક કીફ્રેમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાચાર અનુસાર, “તિનસુકિયામાં લગભગ 30 યુવાનોના જૂથે બાઇક રેલી કાઢી હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે બજરંગ દળનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતા યુવાનોએ તીક્ષ્ણ હથિયારો સાથે બાઇક રેલી કાઢી હતી, જેના કારણે સમગ્ર શહેરમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવી રેલીની પરવાનગી આપવામાં આવી ન હતી. જ્યારે બજરંગ દળે રેલીના દાવાને નકારી કાઢ્યો છે.”
આની વધુ પુષ્ટિ માટે અમે ઇસ્ટ મોજોના સિનિયર સ્ટાફ રિપોર્ટર નંદિતા દાસનો સંપર્ક કર્યો. તેઓનું કહેવું છે કે, “આ આસામના તિનસુકિયાનો લગભગ બે વર્ષ જૂનો વીડિયો છે. તેને તામિલનાડુ સાથે કોઈ લેવાદેવા નથી.”
અમે ફેસબુક યુઝર ‘હર્ષ કુમાર બેહેરા ન્યૂ ન્યૂઝ’ની પ્રોફાઇલ સ્કેન કરી છે જેણે ખોટા દાવા સાથે વીડિયો શેર કર્યો હતો. 31 જાન્યુઆરીએ બનાવેલા આ પેજના 90 ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વાયરલ વીડિયો આસામના તિનસુકિયા જિલ્લામાં નીકળેલી બાઇક રેલીનો છે. આ ઘટના લગભગ બે વર્ષ પહેલા બની હતી. તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : तमिलनाडु में हाथ में तलवार लिए हुए युवकों ने बाइक रैली निकाली।
- Claimed By : FB User- હર્ષ કુમાર બેહરા ન્યૂ ન્યૂઝ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.