ફેક્ટ ચેક: માતાના અંતિમ સંસ્કારમાં દીકરો ન આવ્યો તો પિતાએ કરી લીધી આત્મહત્યા, જાણો વાયરલ પોસ્ટની સચ્ચાઈ

એક ચિતા પર રાખવામાં આવેલા પતિ-પત્નીની તસવીર મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાની છે. બન્નેના 2018માં મોત થયા હતા, જ્યારે લખનઉના નામે વાયરલ તસવીરની કહાની ખોટી છે. આ રીતની કોઈ ઘટના બની નથી.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ચિતા પર રાખવામાં આવેલા વૃદ્ધ દંપત્તિની તસવીર વાયરલ થઈ રહી છે. કેટલાક યૂઝર્સ તેને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, લખનઉમાં એક નિવૃત્ત કર્નલે પોતાના દિકરાની ઉદાસીનતાથી દુખી થઈને આત્મહત્યા કરી લીધી.તેઓ મોટા દીકરાના વર્તનથી દુખી હતા. રિટાયર્ડ કર્નલ અને તેમના પત્નીની ચિતા એક સાથે સળગી.

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, વાયરલ ફોટો મધ્યા પ્રદેશના મુરૈનાનો છે. ત્યાં લગભગ ચાર વર્ષ પહેલા એક વૃદ્ધ દંપત્તિની ચિતા એક સાથે સળગી હતી. તો બીજી તરફ લખનઉમાં હાલમાં રિટાયર્ડની આત્મહત્યા જેવી કોઈ ઘટના બની નથી. મધ્ય પ્રદેશની ચાર વર્ષ જુની તસવીરને
લખનઉની ઘટના બતાવીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી છે.

શું છે વાયરલ પોસ્ટમાં

ફેસબૂક યૂઝર Dwivedi Ramji એ 10 સપ્ટેમ્બરના રોજ ફોટો પોસ્ટ કરતા લખ્યું,

પિતાનો સમાજ અને પુત્રના નામે પત્ર

લખનઉના એક ઉચ્ચવર્ગિય વૃદ્ધ પિતાએ પોતાના પુત્રોના નામે એક પત્ર લખીને પોતાની જાતને ગોળી મારી દીધી.

ચિઠ્ઠી કેમ લખી અને શું લખ્યું. આ જાણતા પહેલા સંક્ષિપ્તમાં ચિઠ્ઠી લખવાની પૃષ્ઠભૂમિ જાણી લેવી જોઈએ.

પિતા સેનામાં કર્નલના પદ પરથી રિટાયર થયા. તે લખનઉની એક પોશ કોલોનીમાં પોતાની પત્ની સાથે રહેતા હતા. તેમના બે પુત્રો હતા. જે અમેરિકામાં રહેતા હતા. અહિંયા એ જણાવવાની જરૂર નથી કે, માતાપિતાએ પોતાના પુત્રોને કેટલા લાડકોડથી ઉછેર્યા હશે. બાળકો ઉત્તરોતર સફળતા મેળવતા ગયા. ભણીગણીને એટલા સફળ થયા કે તેમની વિશ્વની કહેવાતી શ્રેષ્ઠ કંપનીઓમાં નોકરી મળી ગઈ. સંગોયથી બન્ને ભાઈ એક દેશમાં નોકરી કરતા હતા પરંતુ પોતાના પરિવાર સાથે અલગ અલગ રહેતા હતા.

એક દિવસ અચાનક પિતાએ રડતા અવાજે પુત્રોને સમાચાર આપ્યા. દીકરા! તમારી માતા હવે આ દુનિયામાં નથી રહી. પિતા પોતાની પત્નીની રાખ પાસે પુત્રોના આવવાની રાહ જોતા રહ્યા. એક દિવસ તેનો નાનો દીકરો આવ્યો જેનું ઘરનું નામ ચિંટુ હતું.

પિતાએ પુછ્યું ચિંટુ! મુન્નો કેમ ન આવ્યો. મુન્નો એટલે કે મોટો દીકરો. તેને ફોન કરીને કે, પહેલી ફ્લાઈટમાં આવી જાય.

ધર્માનુસાર મોટા દીકરાએ આવવું જોઈએ, આમ વૃદ્ધ સૈનિકે હઠ પકડી.
નાના દીકરાના મોઢામાંથી એક સત્ય નિકળી ગયું. તેમણે પિતાને કહ્યું કે, મુન્ના ભાઈએ કહ્યું કે, મા ના મોત પર તુ ઘરે જતો આવ. પિતાજી મરશે ત્યારે હું જઈશ.

કર્નલ સાહેબ(પિતા) રૂમની અંગર ગયા, પોતાની જાતને સંભાળી અને પછી એક નાનો પત્ર લખ્યો. જે નીચે મુજબ છે.

પ્રિય બાળકો

મે અને તમારી મા એ બહુ મોટા સપના સાથે તમને પાળી પોશીને મોટા કર્યા. વિશ્વના બધા સુખ આપ્યા. જ્યારે તમારી મા છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે હું તેમની પાસે હતો. તે મરતા પહેલા તમારા બન્નેના ચહેરા જોવા માગતી હતી. તેમના મોત બાદ તમારા બન્નેની રાહ જોઈએ હું તેમના મૃતદેહ પાસે બેઠો હતો. મને આશા હતી કે તમે બન્ને આવશો.

મારા મોત બાદ મારી લાશની પાસે તમારી રાહ જોનારુ કોઈ નહીં હોય. હું નથી ઈચ્છતો કે મારી લાશના અંતિમ સંસ્કાર કરવા માટે મોટા દીકરાએ આવવું પડે, તેથી સૌથી યોગ્ય એ છે કે તારી માની સાથે મારા પણ અંતિમ સંસ્કાર કરી ને જ તુ જા. મને જીવવાનો કોઈ હક નથી કારણ કે જે સમાજે મને ધનની સાથે સન્માન આપ્યું, મે સમાજને અસભ્ય નાગરીક આપ્યા. હા, સારુ થયું અમે અમેરિકા જઈને ન રહ્યા, નહીં તો સચ્ચાઈ કોઈને ખબર ન પડત.

મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારા મેડલ અને તસવીરો બટાલીયનને પરત કરવામાં આવે અને ઘરના પૈસા નોકરે આપી દેવામાં આવે. મારી જે જમા પુંજી છે તે અડધી વૃદ્ધ સેવા કેન્દ્રમાં અને અડધી સૈનિક કલ્યાણમાં આપી દેવામાં આવે.

તમારો પિતા

રૂમમાંથી ફાયરિંગનો અવાજ આવ્યો. કર્નલ સાહેબે પોતાની જાતને ગોળી મારી લીધી. આ કેમ થયું? ક્યારે કારણે થયું? કોઈ ગુનેગાર છે કે નહીં. મારે આ વિશે કઈ નથી કહેવું. હા આ કોઈ કાલ્પનિક કહાની નથી. પુરી સત્ય ઘટના છે.

તપાસ

વાયરલ પોસ્ટની તપાસ માટે સૌથી પહેલા અમે તસવીરને રિવર્સ ઈમેજ ટૂલ દ્વારા સર્ચ કર્યું. બિંગ રિવર્સ ઈમેજ સર્ચમાં અમને ફેસબુક યૂઝર Online Sandesh પર એક વાયરલ ફોટો મળ્યો. તેને 9 જૂન 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જો કે કોઈ માહિતી આપવામાં આવી નહોતી. મતલબ આ ફોટો અત્યારનો નથી.

આ ઉપરાંત સર્ચમાં અમને surajlmishra બ્લોગ પર આ પોસ્ટને 18 નવેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, આ ઘટના મધ્ય પ્રદેશના પોરસાની છે. ત્યાં એક આધેડનું મોત થયું. અંતિમ સંસ્કાર માટે લઈ જતા હતા ત્યારે તેમની પત્નીનું પણ મોત થયું.

સર્ચમાં અમને ફેસબુક યૂઝર ‘Indian army ઈન્સાનિયત સબસે બડા ધર્મ હૈ‘ની પ્રોફાઈલ પર પણ આ તસવીર મળી. તેને 5 સપ્ટેમ્બર 2018ના રોજ અપલોડ કરવામાં આવી હતી. તેમાં પણ પોરસાના પંડિતજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પતિના મોત બાદ પત્નીએ પણ જીવ ત્યજી દીધો.

ગુગલ ઓપન સર્ચમાં અમને ચાર વર્ષ પૂર્વે દિવ્યા મરાઠીમાં પ્રકાશિત થયેલા સમાચારની લિંક મળી. જેમાં વૃદ્ધ પતિ-પત્નીની તસવીર દૂરના અંગેલથી લેવામાં આવી હતી. સમાચાર અનુસાર, પતિનું નામ છોટેલાલ શર્મા અને પત્નીનું નામ ગંગાદેવી હતું. બન્નેના લગ્ન 70 વર્ષ પહેલા થયા હતા. છોટેલાલના મૃત્યુના સમાચારની જાણ જ્યારે ગંગાદેવીને થઇ તો તેઓ બેભાન થઇ ગયા હતા અને બાદમાં તેમણે પ્રાણ ત્યજી દીધો હતો. બન્નેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એટલે કે આ તસવીરનો લખનઉ સાથે કોઇ સંબંધ નથી. 

આની વધુ તપાસ માટે અમે નઈ દુનિયાના મુરેનાના રિપોર્ટ હરિઓમ સાથે વાત કરી. તેમનું કહેવું છે કે, વાયરલ ફોટો પોરસામાં રહેતા દંપત્તિનો છે. પહેલા પતિનું મોત થયું હતું, ત્યાર બાદ પત્નીનું પણ નિધન થયું. ઘટના ઓક્ટોબર 2018ની છે. હરિઓમએ અમારી સાથે છાપામાં છપાયેલા ન્યૂઝની કોપી પણ શેર કરી.

ત્યારબાદ અમે લખનઉમાં રિટાયર્ડ કર્નલવાળા વાયરલ સમાચાર સંદર્ભે ચકાસણી કરી. કીવર્ડથી ગુગલ પર સર્ચ કરતા અમને એકપણ વિશ્વસનીય વેબસાઇટ પર આવા કોઇ સમાચાર જોવા મળ્યા નહીં કે જેનાથી એ દાવાની સત્યતાની જાણ થઇ શકે. આ અંગે લખનઉ દૈનિક જાગરણના બ્યૂરો ચીફ અજય શ્રીવાસ્તવનું કહેવું છેકે, તાજેતરમાં આવી કોઇ ઘટના પ્રકાશમાં આવી નથી.

ત્યાર બાદ કર્નલના સમાચાર અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે આ પોસ્ટને દ્વિવેદી રામજી નામના યૂઝરે પોસ્ટ કરી છે અને તે સિદ્ધિનો રહેવાસી છે.

निष्कर्ष: એક ચિતા પર રાખવામાં આવેલા પતિ-પત્નીની તસવીર મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાની છે. બન્નેના 2018માં મોત થયા હતા, જ્યારે લખનઉના નામે વાયરલ તસવીરની કહાની ખોટી છે. આ રીતની કોઈ ઘટના બની નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ