Fact Check: રોહિત શર્મા અને નીતા અંબાણીની જૂની તસવીરને IPL 2024ની જણાવીને કરવામાં આવી રહી છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રોહિત શર્મા અને નીતા અંબાણીની વાયરલ તસવીર જૂની છે. આને મુંબઈ ઈન્ડિયન્સની તાજેતરની જીત સાથે કોઈ સંબંધ નથી. લોકો જૂની તસવીરને IPL 2024ની જણાવીને ભ્રામક દાવાની સાથે શેર કરી રહ્યા છે.
- By: Jyoti Kumari
- Published: Apr 15, 2024 at 02:45 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું અને તેની પહેલી જીત મેળવી. હવે આની સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં નીતા અંબાણીને રોહિત શર્માની સાથે જોઈ શકાય છે. યુઝર્સ આ તસવીરને તાજેતરની જણાવીને દાવો કરી રહ્યા છે કે, મુંબઈ ઈન્ડિયન્સે પહેલી જીત મેળવ્યા પછી નીતા અંબાણીએ રોહિત શર્માને ગળે લગાવ્યા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ થઈ રહેલી તસવીર તાજેતરની નહીં, જૂની છે. જેને હવે IPL 2024 સાથે જોડીને ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Ram Jiએ વાયરલ પોસ્ટને શેર કરી છે અને લખ્યું છે, “સતત ત્રણ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પહેલી જીત મેળવી લીધી છે. મેચ જીત્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના માલકીન નીતા અંબાણીએ રોહિત શર્માને ગળે લગાવ્યા, સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ હલચલ મચાવી રહી છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ તસવીરની તપાસ માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજનો ઉપયોગ કર્યો. અમને તસવીર sportzpicsની વેબસાઇટ પર મળી. તસવીરની સાથે આપવામાં આવેલા કેપ્શન મુજબ, નીતા અંબાણી અને રોહિત શર્મા રાજીવ ગાંધી ઈન્ટરનેશનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે Vivo ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 12ની વર્ષ 2019ની 19મી મેચ જીત્યા બાદ ઉજવણી કરી.
સર્ચ દરમિયાન વાયરલ તસવીર spread_rohit_kingdom નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળી. તસવીરને 1 નવેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવી છે.
સર્ચ દરમિયાન વાયરલ તવીર sportzwikiની વેબ સ્ટોરીઝ પર મળી.
અમારી અહીં સુધીની તપાસમાં એ સ્પષ્ટ થયું કે વાયરલ તસવીર જૂની છે. વધુ જાણકારી માટે અમે સ્પોર્ટસ જર્નલિસ્ટ સૈયદ હુસૈન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ તસવીર જૂની છે.
અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝરના 437K ફોલોઅર્સ છે. યુઝર ક્રિકેટને લગતી પોસ્ટને શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રોહિત શર્મા અને નીતા અંબાણીની વાયરલ તસવીર જૂની છે. આને મુંબઈ ઈન્ડિયન્સની તાજેતરની જીત સાથે કોઈ સંબંધ નથી. લોકો જૂની તસવીરને IPL 2024ની જણાવીને ભ્રામક દાવાની સાથે શેર કરી રહ્યા છે.
- Claim Review : સતત ત્રણ મેચ હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પ્રથમ જીત હાંસલ કરી લીધી છે. જીત્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના માલકિન નીતા અંબાણીએ રોહિત શર્માને ગળે લગાવ્યા.
- Claimed By : ફેસબુક યુઝર- Ram Ji
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.