નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): IPL મેચ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં વરસાદ થવાને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું મેદાન ભીનું થઈ ગયું હતું. તેને સૂકવવા માટે સ્પંજની મદદ લેવામાં આવી હતી. હવે હવે સોશિયલ મીડિયા પર સ્પંજની તસવીરો સિવાય કેટલીક અન્ય તસવીરોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે હેર ડ્રાયર અને આયર્ન વડે મેદાન સૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ તસવીરોને વાયરલ કરીને યુઝર્સ ક્રિકેટ બોર્ડ પર સવાલો ઉઠાવી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. ત્રણ તસવીરોમાંથી બે તસવીર જૂની સાબિત થઈ. આ તસવીર ગુવાહાટીમાં રમાયેલી મેચની છે. આ તસવીરોને અમદાવાદના સ્ટેડિયમ સાથે કોઈ સંબંધ નથી.
ફેસબુક યુઝર નવનીત યાદવે 29 મેના રોજ એક પોસ્ટ કરીને લખ્યું, “વાત તો સાચી છે…આટલું મોટું બજેટ છે.. IPLનું.. આ બધા ખાલી જનતાના પૈસા ખાઈ રહ્યા છે… અરે, પિચ સૂકવવા માટે એકથી એક અત્યાધુનિક મશીનો છે પરંતુ અહીં પણ કૌભાંડ.”
આ પોસ્ટમાં ત્રણ તસવીરોનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે કે, “મૉડલ સ્ટેટ અને સૌથી ધનિક બોર્ડના અત્યાધુનિક સ્ટેડિયમમાં વરસાદ વિના 2 કલાકથી મેચ રોકી દેવામાં આવી છે. આઉટફિલ્ડ પર પાણી ફરી વળ્યું છે. સ્પંજથી ડોલમાં પાણી ભરીને સૂકવવામાં આવી રહ્યું છે. નાના હેર ડ્રાયરથી પાણી સૂકવવાનું કામ ચાલી રહ્યું છે અને સ્ટેડિયમનું નામ તો વધુ દિવ્ય શક્તિઓવાળુ છે. કમ સે કમ નરેન્દ્ર મોદીની 56 ઇંચની તો શરમ રાખી હોત.”
વાયરલ પોસ્ટના કન્ટેટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તસવીરને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરવા માટે ત્રણેય તસવીરોને અલગ-અલગ રીતે તપાસી. સૌથી પહેલા હેર ડ્રાયરની તસવીરની તપાસ કરવામાં આવી. ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલમાં આ તસવીરને અપલોડ કરીને સર્ચ કરવા પર અમને ધ ક્વિન્ટનો એક રિપોર્ટ મળ્યો. તેના સમાચારના કવર ઇમેજ તરીકે હેર ડ્રાયરવાળી તસવીરનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. 6 જૂન 2020ના રોજ પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ગુવાહાટીમાં પહેલી T20ની ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન હેર ડ્રાયર અને આયર્નથી પીચ સૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ જ સમાચારમાં અમને 5 જાન્યુઆરી 2020નું એક ટ્વીટ પણ મળ્યું. આમાં હેર ડ્રાયર અને આયર્ન સાથેની તસવીરને જોઈ શકાય છે. તેને T20ની તસવીર જણાવવામાં આવી હતી.
આ અંગે 6 જાન્યુઆરી 2020ના રોજ Outlook India.comએ એક સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચારમાં બંને વાયરલ તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમાચારને અહીં વાંચી શકાય છે. જેમાં તસવીર ગુવાહાટીની હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન જનસત્તાની યુટ્યુબ ચેનલ પર એક સમાચાર મળ્યા. ત્રણ વર્ષ પહેલાં અપલોડ કરાયેલી આ તસવીરમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન જ્યારે ગુવાહાટીમાં મેદાન ભીનું થઈ ગયું, ત્યારે હેર ડ્રાયર અને આર્યનથી તેને સૂકવવાના પ્રયાસો કરવામાં આવ્યા. આ વીડિયોને નીચે જોઈ શકાય છે.
તપાસના આગલા તબક્કામાં વિશ્વાસ ન્યૂઝે તે તસવીરની તપાસ કરી, જેમાં કેટલાક લોકો સ્પંજ વડે પીચને સૂકવતા જોવા મળે છે. 29 મેના રોજ પ્રકાશિત cricketcountry.com પર તસવીરનો ઉપયોગ કરીને લખ્યું હતું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદને કારણે ભીની પિચને સૂકવવા માટે સ્પંજની મદદ લેવામાં આવી હતી. આ સમાચાર અહીં વાંચી શકાય છે .
આનાથી સંબંધિત સમાચારોને અન્ય મીડિયા સંસ્થાઓએ પણ તેમની વેબસાઈટ પર સ્થાન આપ્યું હતું. abplive.com અને tv9hindi.com પર પણ આ સમાચાર વાંચી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે વધુ માહિતી માટે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમને જણાવ્યું કે વાયરલ તસવીરોમાંથી બે તસવીર જૂની છે. આ ગુવાહાટીની જૂની તસવીર છે.
તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર નવનીત યાદવના એકાઉન્ટને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર યુપીના ગોરખપુરનો રહેવાસી છે. આ એકાઉન્ટ મે 2014ના રોજ બનાવવામાં આવ્યું હતું.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ભીની પિચને સૂકવવા માટે સ્પંજની મદદ ચોક્કસ લેવામાં આવી હતી, પરંતુ હેર ડ્રાયર અને આયર્નથી પિચને સૂકવવાની વાત ખોટી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923