વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. વાસ્તવમાં આ તસવીર બાંગ્લાદેશની છે. આ તસવીરનો ભારત સાથે કોઈ સંબંધ નથી.
નવી દિલ્હી: વિશ્વાસ ન્યૂઝને પોતાના ટીપલાઈન ચેટબોટ નંબર પર +91 95992 99372 ચેક કરવા માટે એક તસવીર મળી, જેમાં એક પૂરગ્રસ્ત વિસ્તારમાં એક મહિલાને પાણીમાં તરતા લાકડા તરાપામાં જમવાનું બનાવતી જોઈ શકાય છે. પોસ્ટ શેર કરતી વખતે દાવો કરવામા આવી રહ્યો છે કે, આ તસવીર ભારતની છે. વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. વાસ્તવમાં આ તસવીર બાંગ્લાદેશની છે.
વિશ્વાસ ન્યૂઝને પોતાના ટીપલાઈન ચેટબોટ નંબર પર +91 95992 99372 પર ચેક કરવા માટે એક તસવીર મળી જેના ઉપર લખ્યું હતું, વર્તમાન ભારતની જીવતી જાગતી તસવીર. છોડો તેનાથી તમારે શું લેવા દેવા….તમે તો મંદિર બનાવશો.
વિશ્વાસ ન્યૂઝે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેઝના માધ્યમથી સર્ચ કરી. અમને આ તસવીર daily-sun.com પર 2017ના એક સમાચારમાં છાપેલી જોવા મળી. આ ન્યૂઝ અનુસાર તસવીર બાંગ્લાદેશમા આવેલા પૂરની છે.
અમને આ તસવીર વધુ એક બાંગ્લાદેશી ન્યૂઝ વેબસાઈટ thefinancialexpress.com.bd પર પણ 2017માં છાપવામાં આવી હતી. ત્યાં પણ તેને બાંગ્લાદેશની જ બતાવવામાં આવી છે. અહિંયા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, આ તસવીરને શમસુલ હક સુજા નામના ફોટોજર્નાલિસ્ટે પાડી હતી. તેના પર તપાસ કરતા જાણવા મળ્યું કે, શમસુલ હક સુજા એક બાંગ્લાદેશી ફોટોજર્નાલિસ્ટ છે.
અમે આ વિષય પર વધુ જાણવા આ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર શમસુલ હક સુજાનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, મે આ તસવીર 19/7/2016 ના રોજ બાંગ્લાદેશના કુરીગ્રામ જિલ્લાના બેગમગંજમાં પાડી હતી. તે સમયે હું બાંગ્લાદેશમા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં આવેલા પૂરના ન્યૂઝ કવર કરવા માટેના અસાઈમેન્ટ પર હતો. મને એક પરિવાર મળ્યો, જે લાકડાની પતવાર પર કઈંક પકાવી રહ્યો હતો પરંતુ જ્યારે હું તેમની સાથે વાત કરવા ગયો ત્યારે જાણવા મળ્યું કે હાંડીમાં ઉકળતા પાણીનું બહાનું આપીને મા તેના બાળકને સમજાવી રહી હતી કે તેના માટે જમવાનું બનાવી રહી છે અને વાસ્તવમાં તે અમારા માટે એક દયનીય દ્રશ્ય હતું, આ તસવીર ખેંચ્યા બાદ મે અને મારી ટીમે પીડિત પરિવારને જમવાનું આપ્યું અને તેને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી.
આ તસવીરને ઘણા લોકો સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરી રહ્યા છે. તેમાની એક છે, ‘Mumtaz Beagum Mumtaz’ નામની એક ફેસબુક યૂઝર. પ્રોફાઈલ અનુસાર તે બિહારની રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. વાસ્તવમાં આ તસવીર બાંગ્લાદેશની છે. આ તસવીરનો ભારત સાથે કોઈ સંબંધ નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923